Abtak Media Google News

કોલ સેન્ટરમાં નોંધાતી ફરિયાદોને સમય મર્યાદા ઉકેલવા સુચના

ડેન્ગ્યુ, ચિકુન ગુનિયાઅને મેલેરિયા જેવા રોગો મચ્છર કરડવાથી ફેલાઈ છે. ચોમાસાની ઋતુમાં ઠેરઠેર વરસાદી પાણીના ભરાવાથી મચ્છરનો ઉપદ્રવ વધુ રહે છે અને ડેન્ગ્યુ, ચિકુન ગુનિયા અને મેલેરિયા  જેવા રોગ પ્રભાવી બને છે. આથી સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન ઉદયભાઇ કાનગડ દ્વારા રોગચાળો નફેલાય તે માટે સધન કામગીરી કરવા આરોગ્ય શાખાના તમામ કર્મચારીને તાકીદ કરવામાં આવી છે.

રોગચાળા સિઝન ને ઘ્યાનેલેતા તમામ કર્મચારીઓનેઅનિવાર્ય સંજોગો સિવાય રજા ન આ૫વી.  વોર્ડવાઇઝ આવતી કોલસેન્ટર તથાં અન્યફરીયાદોમાં કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવી.  મેલેરિયાના તમામ કર્મચારીઓને ફિલ્ડકામગીરી સઘન બનાવવા તથા ફિલ્ડમાંસમયસર અચુકહાજર રહેવા જણાવ્યું છે. વોર્ડના તમામ પાણી ભરેલ ખાડાઓમાં એમએલઓ, બળેલઓઇલ તથા બી.ટી.આઇ. દવાનો છંટકાવની કામગીરી સઘન બનાવવી.  ડેન્ગ્યુ, ચિકુન ગુનિયા અને મેલેરિયા પોઝિટીવકેસમાં ર૪ કલાકમાં ત્વરિત દવા છંટકાવ, ફોગીંગસહિતનાપગલા લેવા તથા લોકોને આરોગ્ય શિક્ષણ આ૫વું.

વોર્ડમાં આવેલ તમામ શાળા, બાંધકામ સાઈટ, હોસ્પિટલ, ઈન્ડસ્ટ્રીઝ, સેલરવગેરેનેચેકીંગ કરી વાહક નિયંત્રણની કામગીરી કરવી.  મચ્છરજન્યરોગચાળાઅટકાયતી માટેગત સપ્તાહમાં ૩૨૪૪૨ ઘરમાં સર્વે, ૩૪૦૩ ઘરમાં ફોગીંગ, ૧૩૯ લોકોને નોટીસ આપી હતી.

ડેન્ગ્યુ,ચિકુનગુનિયાઅને મેલેરિયા જેવા રોગો મચ્છર દ્વારા ફેલાયછે. આરોગોમાનવીની જીવનશૈ લીસોસીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર  અત્યંત આવશ્યકછે. ડેન્ગ્યુ, ચિકુનગુનિયાઅને મેલેરિયાજેવારોગો ફેલાવતા મચ્છર માનવસર્જિત બંધિયાર અનેચોખ્ખાપાણીમાં ઉત્પન થતા હોવાથી લોકોએ ૫ણ પોતાના ઘરમાં અવા પ્રિમાઇસીસમાં પાણી ભરેલા દરેક પાત્રો જેવા કે સિમેન્ટના ટાંકા, બેરલ, કેરબા, પક્ષીકુંજ, પશુને પાણી પીવાની કુંડી, સીડી નીચેના ખુલ્લાટાંકા, ફુલદાની, ફ્રીજનીટ્રે, કૂલર, અગાસી અને છજજામાંસંગ્રહિત તથા વરસાદનાપાણી, મનીપ્લાન્ટ (અમરવેલ) થા અન્ય સુશોભન માટેના છોડ માટે રાખેલ બોટલ, ટાયર, ભંગારવગેરે નિયમિત ચકાસી મચ્છરનાપોરા ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ તા તાવ આવે કે તરત જ નજીકનાં આરોગ્ય કેન્દ્ર પર ડોકટરનો સંપર્ક કરી અને લોહીનું નિદાન કરાવવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.