Abtak Media Google News
  • માસિક વિષે જે લોકોમાં શરમ સંકોચ અને ગેર માન્યતાઓ છે તેને દૂર કરવા આવો સાથે મળીને પ્રયત્ન કરીએ
  • દેશ અને દુનિયામાં 28 મી મેના ઉજવાતો માસિક સ્વચ્છતા દિવસ

આ રિવાજને સમાજના કોઈ એક સામાજિક ધાર્મિક મૂલ્ય /મૂલ્યો તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને આવા મૂલ્યો ભેગા થઈને સંસ્કૃતિ નું રૂપ ધારણ કરે છે..

આમ કોઈપણ મૂલ્ય સંસ્કૃતિનો ભાગ બને ત્યારે એના આવવા પાછળનાં કારણો ફાયદા-ગેરફાયદા જાણવું ખૂબ જ જરૂરું બને છે.

આજ રીતે માસિક ધર્મમાં પણ એવું જ છે પેલા રીત પછી રૂઢી પછી સંસ્કૃતિ અને એને ધાર્મિકતા સાથે જોડી દેવામાં આવ્યું છે. આમ તો માસિક ધર્મનો સંબંધ સ્વચ્છતા સાથે જ છે આ સમયગાળા દરમિયાન કિશોરીઓ એ મહિલાઓએ બને એટલી સ્વચ્છતા રાખવાની અને દિવસમાં  છ થી સાત કલાકે પેડ અથવા કપડું બદલતાં રહેવું, આ પિરિયડ દરમિયાન પાટ્સને વારંવાર ધોતા રહેવું. કપડું હોય તો એને તડકામાં સૂકવવું અને જો પેડ નો ઉપયોગ કર્યો હોય તો તેને ધોઈ અને પેપરમાં રાખી યોગ્ય નિકાલ કરવો હિતાવહ છે..જેથી પર્યાવરણને પણ નુકશાન ન થાય.

“માસિક ધર્મ એ એક કુદરતી પ્રક્રિયા છે જેમ આપણને શરદી થવી,કાનમાંથી મેલ નીકળવું,આંખમાં ચેપડા આવવા.આ બધું સ્વાભાવિક છે..”

“આજે 28 મી મેં ના રોજ દેશ અને દુનિયાભરમાં માસિક ધર્મની સ્વચ્છતા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે આ દિવસ મનાવવાની  વર્ષ 2013 માં સ્વચ્છતા અને આરોગ્ય રક્ષા દ્વારા કરવામાં આવી હતી આ દિવસ પહેલીવાર 28 મે 2014 ના રોજ મનાવવામાં આવ્યો હતો પિરિયડ એ એક મહિલાના શરીરની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા ઓમાનનું એક છે માટે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી આ સમયગાળા દરમિયાન મહિલાઓ કિશોરીઓ ને યોગ્ય માર્ગદર્શન અને જરૂરિયાત પર ધ્યાન આપવાનું જરૂરી છે.”

એક માત્ર સંસ્કૃતિક માન્યતા છે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓ અશુદ્ધ કે અપવિત્ર હોય છે પિરિયડ એ એક જૈવિક પ્રક્રિયા છે તેને ધાર્મિક સ્થળો સાથે કોઈ સંબંધ નથી.

પિરિયડ આવ્યા હોય ત્યારે ઘણી બધી માન્યતાઓ છે આપણા સમાજમાં કે બેડ પર ન સુવું જોઈએ, છોડવાને ન અડવું જોઈએ, જમવાનું ન બનાવવું જોઈએ, અથાણાને ન  અડવું જોઈએ, કેરીને ન અડવું જોઈએ આવી ઘણી બધી માન્યતાઓ છે.

પરંતુ એવું કાંઈ નથી ફક્ત અને ફક્ત માસિક ધર્મ અને સ્વચ્છતા સાથે જ સંબંધ છે નહીં કે ધાર્મિક ભાવનાઓ સાથે નહીં પહેલા પીરિયડ્સ દરમિયાન કપડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને એ દરમિયાન ધોવામાં કે સ્વચ્છ રાખવામાં હાથમાં જંતુઓ રહી જાય એના કારણે જમવાના વસ્તુઓને અડવા દેવામાં આવતા ન હતા..

માસિક ધર્મમાં ન આવે તો પણ તકલીફ અને વહેલું આવે તો પણ સમાજ ને તકલીફ છે સમાજ બંને બાજુ બોલશે..

Img 20220527 Wa0007

પહેલા ઈતિહાસમાં જોઈએ તો લોકો કબીલમાં રહેતા હતા.અને કબીલાની મુખીયા તરીકે એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી.કબીલમાં જો કોઈ 12 થી 13 વર્ષની ક્ધયા માસિક ધર્મમાં આવે તો એ મુખીયા સ્ત્રી કબીલમાં એક ઉત્સવ તરીકે ઉજવણી કરતા હતા.અને જે છોકરી માસિક ધર્મમાં આવી છે તો એને લાપસી (કંસાર)બનાવીને જમાડતા અને કબીલાને જાણ થઈ જતી આ દીકરી હવે ક્ધયા રહી નથી હવે એ એક સ્ત્રી થઈ ગઈ છે.જેથી લગ્ન માટે યોગ્ય થઈ ગઈ એવું કહેવાય.

“કુદરતે સ્ત્રીઓને ગર્ભાશયની ખૂબ સુંદર ભેટ આપેલ છે,સ્ત્રી એક એના જેવા જ બાળકનું સર્જન કરી શકે.તેથી તો સ્ત્રીની ઉપમા સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા સાથે કરવામાં આવી છે.”

આજે બધા સંકલ્પ કરીયે “અમે પ્રતિબધ્ધ છીએ”અમારી ફરજ છે સમાજમાં જે ખોટી માન્યતા છે એને દૂર કરીશું.અને મહિલાઓ કિશોરીઓનું ધ્યાન રાખીશું.

આ સદીમાં આવી અંધ શ્રધ્ધાઓથીદૂર રહેવું જોઈએ

Img 20220527 Wa0006

માસિક ચાલુ થાય તેને મિનારળયક્ષફભિવય કહેવામાં આવે છે અત્યારે તે 11 વર્ષ છે અને બંધ થાય તેને મેનોપોઝ કહેવામાં આવે છે તે 35થી 45 વર્ષની વચ્ચે છે મોટાભાગે ચાર દિવસ સુધી માસિક આવે અને 22 થી 35 દિવસ હું સાયકલ હોતું હોય છે તેનાથી વહેલું કે મોડું ન હોવું જોઈએ સ્વચ્છતા ન રાખવામાં આવે તો સફેદ પાણી પડે પેડુના નીચેના ભાગમાં દુખાવો થાય કે ભવિષ્યમાં બાળક ન થાય તેવી બધી શક્યતાઓ રહેલી હોય છે માટે સ્વચ્છતા અત્યંત આવશ્યક છે આ સદીમાં આવી અંધશ્રદ્ધાઓ ને દૂર કરવાની જરૂર છે કોઈ પવિત્ર કાર્ય ને તે મંદિરમાં જવાને માસિક સાથે કોઈ સંબંધ નથી. – ડો.સુરેખા શાહ, એમ.ડી.(ગાયનેક) પોરબંદર

માસિક એ  એક જૈવિક પ્રક્રિયા  છે તેને સ્વીકારવું જોઈએ

Img 20220527 Wa0005

પોરબંદર જિલ્લામાં સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલ છો અને ઝૂંપડપટ્ટીમાં રહેતી કિશોરીઓ અને મહિલાઓને આરોગ્ય બાબતે ઘણીવાર ચર્ચા કરતી હોઉં છું અને એમને માર્ગદર્શન પણ આપું છું જે કિશોરીઓ છે તેમને સેનેટરી નેપકીન પણ આપવાની વ્યવસ્થા કરું છું,અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો તે પણ શીખવાડું છું.

માસિક સ્વચ્છતા દિવસે હું એટલું જ કહીશ કે તે કોઈ ખરાબ કે શુદ્ધ નથી,માસિક એ એક જૈવિક પ્રક્રિયા છે અને તેને સ્વીકારવું જોઈએ. – નિમિષા જોશી, સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદર

 

માસિક વખતે કોઈ સ્ત્રીને અપવિત્ર ગણી ના શકાય

Ch1

માસિક આવવુ એ કુદરતી પ્રક્રિયા છે ,માસિકની શરૂઆત થાય એને મેનાર્કી કહેવાય,ઘણી જગ્યાએ મેનાર્કીને ઉત્સવની જેમ  ઉજવવામાં આવે છે. ફુલેકુ કાઢી ધામધૂમ કરીને.જૂના જમાનામા તેર ચૌદ અને અત્યારે અગિયાર બાર વરસની છોકરીઓ થાય એટલે માસિક આવતુ થઇ જાય છે ,સાત કે એનાથી  પણ ઓછા વરસે માસિક આવી જાય તો એને પ્રિકોશિયસ પ્યુબર્ટી કહેવાય જેની સારવાર કરવી જરુરી છે.

એક વાર માસિક શરૂ થાય પછી એક બે વરસ પછી બધુ બરોબર હોય તો રેગ્યુલર મહિને માસિક આવતુ થાય. ડો.નેહા આચાર્ય, એમ.ડી.(ગાયનેક) જામનગર-

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.