શેરબજારમાં પાંચ વાગ્યા સુધી પડશે સોદા: NSEમાં ટેક્નિકલ ક્ષતિ દૂર થતાં ટ્રેડિંગ માટે સમય વધારાયો

શેરબજારમાં આજે બપોરે અનેક સોદા ઉપર બ્રેક લાગી ગઇ હતી. આજે સવારથી જ નેશનલ સ્ટોક એકસચેન્જમાં સર્જાયેલી ખામીના પગલે રોકાણકારો હેરાન થઈ ગયા હતા. કામકાજનો સમય બગડ્યો હતો. દરમિયાન ક્ષતિ દૂર થઈ જતા ટ્રેડિંગ માટેનો સમય વધારાયો હતો. 5 વાગ્યા સુધી સોદા પાડવાની મંજૂરી અપાઈ હતી.

વિગતો મુજબ, આજે ખૂલતી બજારે જ નેશનલ સ્ટોક એકસચેન્જમાં ખામી સર્જાઈ હતી. કેટલાક રોકાણકારોએ સોદા બોલાવ્યા હતા, કેટલાક ઘણા સમય સુધી સોદા બોલાવવા પ્રયત્ન કર્યો હતો. જોકે ખામી સર્જાયા બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા તમામ સોદા રદ્દ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફીચર અને ઓપ્શન, કેશ સહિતના સેગમેન્ટમા સોદા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ત્યારબાદ ક્ષતિ દૂર થવા પામી હતી અને અંતે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ સેશન દરમિયાન મોટાભાગે ઇન્ટ્રાડે રોકાણકરો જોડાયા હતા.

વધુઉલ્લેખનીય છે કે, નેશનલ સ્ટોક એકસચેન્જમાં સર્જાયેલી ખામી પાછળ ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા લિંક સેટએપ ન થતી હોવાનું કારણ પણ સામે આવ્યું હતું. સ્પોટ નિફ્ટી અને બેંક નિફ્ટી સૂચકાંકમાં લાઇવ પ્રાઇસ ક્વોટસમાં તકનીકી અવરોધોને કારણે આજે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) પર ટ્રેડિંગ અટક્યું હતું.