Abtak Media Google News

એક તરફ વિશ્વના ટોચના દેશો આરોગ્ય સહાય માટે આગળ આવ્યા બીજી તરફ સરકાર પણ હરકતમાં: નિફટીમાં 20 પોઇન્ટનો વધારો 

સંક્રમણના કેસર સતત વધી રહ્યા છે. તેવા સંજોગોમાં આગામી ત્રણ અઠવાડિયામાં સંક્રમણ દર ઘટશે તેવા સકારાત્મક અહેવાલો મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સેન્સેક્સ પણ પોઝિટિવ ઝોનમાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે સેન્સેક્સને અર્થતંત્રનું બેરોમીટર ગણવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં થનારી ઘટનાઓની અસરમાં તુરંત પડે છે. જેથી અત્યારે પોઝિટિવ વલણ જોવા મળ્યું છે. આ લખાય છે ત્યારે સેન્સક્સ 760 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

વર્તમાન સમયે દેશમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આરોગ્ય માળખા પર પણ અસર થઈ છે. હાલના સંજોગોમાં અમેરિકા, જર્મની અને બ્રિટન સહિતના દેશોએ ભારતને આરોગ્ય સગવડો પૂરી પાડવા માટે કમર કસી છે. રસી બનાવવાનો કાચો માલ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતનું મોકલવામાં આવશે. બીજી તરફ આગામી ત્રણ અઠવાડિયામાં સંક્રમણના દરમાં પણ વધારો થશે. અર્થતંત્ર ઉપરનું જોખમ ઘટશે. અર્થતંત્રની ગાડી ફરીથી પાટે ચડે તેવા સંજોગો ઉભા થવા જઈ રહ્યા છે. આ સંજોગો પારખીને અત્યારથી જ સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 760 પોઇન્ટ વધીને 48639ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નિફટીમાં 205 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. અત્યારે નિફટી 14547ની સપાટીએ ટ્રેડ થાય છે.

બેંક નિફટી 848 પોઈન્ટના વધારા સાથે 32571ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. મિડકેપ પણ 200 પોઇન્ટ વધ્યું છે. કોરોના વાયરસના વધતા કેસના કારણે સરકાર હરકતમાં આવી ગઇ છે  તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે સંક્રમણને રોકવા લોકડાઉન લાદી દીધું હતું. આવી સ્થિતિમાં શેરબજાર ઉપર ગંભીર અસર થઈ હતી અને બજાર પટકાયું હતું. એક સમયે બજાર 40 હજારના આંક ટ્રેડ પર થવા લાગશે તેવું જણાઈ આવ્યું હતું. અલબત્ત અત્યારે તો ઉજળા સંજોગોના કારણે સ્થિતિ પોઝીટીવ છે. એકંદરે એમ પણ કહી શકાય કે સેન્સેક્સ ફરી રિકવરીના મોડમાં આવી ગયું છે. આજે આઈસીઆઈસીઆઈ, એસબીઆઇ અને એક્સિસ સહિતની બેંકોના શેર દોડી રહ્યા છે. બજાજ, કોટક મહિન્દ્રા, રિલાયન્સ અને અલ્ટ્રાટ્રેક સિમેન્ટ પણ વધ્યા છે. બેંકિંગ અને ઓઇલ ગેસ સેક્સ્ટરના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ શેરબજારમાં અસરકારક ઉછાળો જોવા મળતા રોકાણકારોના શ્વાસમાં શ્વાસ આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.