Abtak Media Google News

નાણામંત્રીએ શુક્રવારે કોર્પોરેટ ટેકસમાં કરેલા ઘટાડા અને કેપીટલ ગેઈનને રદ્દ કર્યા બાદ શેરબજારમાં ટનાટન તેજી: નિફટી પણ ૩૯૨ પોઈન્ટ અપ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા શુક્રવારે કોર્પોરેટ ટેકસમાં તોતીંગ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના લીધે આગામી દિવસોમાં કોર્પોરેટ કંપનીઓ પાસે બચત વધશે, નફો વધશે, ભંડોળ પણ વધશે જેી આગામી દિવસોમાં દરેક ક્ષેત્રે કેપીટલ ઈન્વેસ્ટમેન્ટમાં ખુબજ વધારો આવશે. કોઈપણ દેશમાં ર્અતંત્રને આગળ લઈ જવા માટે કેપીટાલીઝમ એટલે કે મુડીનું સર્જન ખુબજ આવશ્યક છે. ભારત વિકાસ તરફ હરણફાળ ભરવા અને દેશને મંદીની ચુંગાલમાંી બહાર કાઢવા માટે નાણામંત્રી સીતારમણે ૨ માસી વિવિધ પગલા લેવામાં આવ્યા છે. આરબીઆઈ દ્વારા બજારમાં રૂા.૧.૭૬ લાખ કરોડ જેટલી રકમ ઠાલવવામાં આવી છે. શેરબજાર ર્અતંત્રનું બેરોમીટર છે. કોર્પોરેટ ટેકસમાં કરવામાં આવેલા ઘટાડાી શેરબજારમાં દિવાળી પહેલા દિવાળી આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા ૨ માસમાં ફોરેન ઈન્વેસ્ટરો દ્વારા વધુ રોકાણ કરાયું છે. તેમાંી આસરે ૨૦,૦૦૦ કરોડની રકમ જુલાઈ અને ઓગષ્ટ માસમાં ઉપાડી લીધી હતી. જો કે નવા પગલાી લોકો વધુ જોમ અને જુસ્સા સો રોકાણ કરશે તેવા આશાવાદી શેરબજારમાં ટનાટન તેજી આવે તેવા સુખદ સંજોગો પ્રાપ્ત ઈ રહ્યાં છે.

નાણામંત્રી નિર્મલા સિતારમનની જાહેરાત બાદ શુક્રવારે શેરબજારમાં ૧૯૬૧ પોઈન્ટનો તોતીંગ ઉછાળો જોવા મળ્યા બાદ આજે ઉઘડતા સપ્તાહે પણ સેન્સેકસ અને નિફટીમાં તોફાની તેજી જોવા મળી હતી. ઉઘડતી બજારે સેન્સેકસમાં ૧૩૩૨ અને નિફટીમાં ૩૯૨ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસે આજે ઈન્ટ્રાડેમાં ૩૯૦૦૦ની સપાટી ઓળંગી હતી તો નિફટી પણ ૧૧૫૦૦ની સપાટીને ઓળંગવામાં સફળ રહી હતી. આજે ઈન્ટ્રાડેમાં ૩૯૩૪૬ જયારે નિફટીએ ૧૧૬૬૬નો હાઈ બનાવ્યો હતો. સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્ષમાં પણ તોતીંગ તેજી જોવા મળતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. મોટાભાગના સેકટરલ ઈન્ડેક્ષ આજે ગ્રીન ઝોનમાં કામકાજ કરતા નજરે પડયા હતા.

જો કે ઉછાળામાં સાવચેત તાં રોકાણકારોએ નવેસરી વેચવાલીનો દોર શરૂ કરતા ગણતરીની કલાકોમાં જ સુધારો ધોવાઈ ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૧૫ કલાકે સેન્સેકસ ૭૭૩ પોઈન્ટના ઉછાળા સો ૩૮૭૮૮ પોઈન્ટ જ્યારે નિફટી ૨૩૩ પોઈન્ટના ઉછાળા સો ૧૧૫૦૭ પર ટ્રેડ કરી રહી છે. લાર્સન એન્ડ ટુર્બો, આઈટીસી, બ્રિટાનીયા, એચયુએલ કંપનીના શેરના ભાવમાં આજે ૭.૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો તો તોતીંગ તેજીમાં પણ ડોકટર રેડીઝ લેબ, ઈન્ફોસીસ, યશ બેન્ક અને ટાટા મોટર્સના ભાવમાં ૪.૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જાણકારોના મત્તાનુસાર જે રીતે બજારમાં તરલતા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક શકારાત્મક પગલા લેવામાં આવી રહ્યાં છે તેનાી આગામી દિવસોમાં તેજીનો દોર યાવત રહેશે અને બજારમાં જેમ જેમ તરલતા આવશે તેમ તેમ મંદીની અસર પણ ધોવાઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.