શેરબજાર ધબાય નમ: રોકાણકારો ધોવાયા, 2.3 લાખ કરોડનું નુકસાન

પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવમાં ઉછાળો તથા કોરોનાનું વધતું સંક્રમણ શેરબજારમાં
કડાકા પાછળ જવાબદાર: સેન્સેક્સ ફરી ૫૦,૦૦૦ પોઈન્ટની અંદર

શેરબજારમાં ગઇકાલે સેટલમેન્ટ દિવસમાં અનેક મંદીવાળા વધેરાઈ ગયા બાદ આજે સેન્સેક્સ 1,940 પોઇન્ટ જેટલો પડ્યો હતો. આજથી એક્સપાયરીને હવે એક મહિનાની વાર છે તે દરમિયાન બજારનો રૂખ બદલાશે તેવી ધારણા પણ છે.  પેટ્રોલ-ડીઝલમાં પડેલા માર, ગેસના ભાવ વધવા અને કોરોના સંક્રમણમાં આવેલો ઉછાળો પણ સેન્સેક્સને નીચે લઇ જતા પરિબળોમાં જવાબદાર છે. શેરબજાર વોલેટાઇલ ઝોનમાં પરિણમતા આજે મોટી ઉથલપાથલ મચી ગઈ હતી. 1940 પોઈન્ટના કડાકાથી સેન્સેકસનું ધબાય નમઃ થયું છે. આનાથી રોકાણકારો ધોવાયા છે. લગભગ 2.3 લાખ કરોડનું નુકસાન થયું છે.

 

સેન્સેક્સ 1,940  અંક ઘટી 49,099 પર કારોબાર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 568  અંક ઘટી 14,529ની સપાટીએ બંધ થયો હતો. શરૂઆતના કારોબારમાં ઈન્ડેક્સ ૧૧૦૦ અંક ઘટી દિવસના સૌથી નીચલાસ્તર ૪૯,૯૫૦.૭૫ એ પહોંચ્યો હતો. એને પગલે BSEની માર્કેટ કેપ લગભગ ૩ લાખ કરોડ ઘટી છે. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એક્સિસ બેન્ક 5.87 ટકા ઘટી 725 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૪૬ ટકા ઘટી ૧૦૭૧.૩૫ પર કારોબાર કરી રહ્યો છે.