શેર બજાર ટનાટન: માર્કેટ કેપ રૂ. 226 લાખ કરોડને પાર !!

કોરોના ભાગતાની સાથે જ શેરબજારમાં રોનક પાછી ફરી છે. શેરબજારમાં તેજીના ઉછાળાને કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલાઈઝેશન 226 લાખ કરોડ રૂપિયાની નવી વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે. કારોબારના અંતે, બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન 2,26,51,439.68 કરોડ રૂપિયાની નોંધાઈ.

ત્રીજી લહેર નહીં આવે તો શેર બજાર દિવાળી સુધીમાં 60 હજારની સપાટીએ પહોચી જાય તેવી ધારણા

તે જ સમયે, માર્કેટમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1,88,767.14 કરોડનો વધારો થયો. જો ત્રીજી લહેર નહીં આવે તો આગામી દિવાળી સુધીના સમયમાં શેરબજાર 60 હજારની સપાટી વટાવી દે તેવી સંભાવના છે. જણાવી દઈએ કે ગુરુવારે બીએસઈના શેર ઈન્ડેક્સ સેન્સેક્સ 382.95 અંક એટલે કે 0.74 ટકાના વધારા સાથે 52,232.43 પોઇન્ટની રેકોર્ડ સપાટીએ ટ્રેડિંગના અંતે બંધ થયા હતાં. આગાઉ આવો ઉછાળો મેં માસમાં જોવા મળ્યો હતો. અગાઉ, મે 2021ના અંતમાં, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2,18,94,202.30 કરોડ પર પહોંચી ગયું હતું.