શેરબજાર પડીને પાદર: સેન્સેક્સમાં 897 પોઇન્ટનો કડાકો

ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 59 હજારની સપાટી તોડી: નિફ્ટીમાં પણ 250 પોઇન્ટનો તોતીંગ કડાકો: અમેરિકી ડોલર સામે રૂપિયામાં સુધારો

આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મંદીની સુનામી જોવા મળી હતી. અમેરિકાની સિલીકોન વેલી બેંક બંધ થઇ જતાં આજે યુએસ માર્કેટમાં જબ્બરો કડાકો બોલી ગયો હતો. જેની અસર ભારતીય શેરબજાર પર પડી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉંધા માથે પટકાયા હતાં. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સુધારો થયો હતો.

આજે સપ્તાહના પ્રથમ દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો રેડ ઝોનમાં ખૂલ્યા હતાં. રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે બજારમાં દિવસભર મંદી રહી હતી. અમેરિકાની સિલીકોન વેલી બેંક બંધ થઇ ગઇ છે. જેના કારણે યુએસ બજારમાં આજે જોરદાર મંદી રહેવા પામી હતી. જેની અસર ભારતીય શેરબજાર પર પડી હતી. આજે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 59 હજારની સપાટી તોડી હતી અને 58240.35ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.

એક તબક્કે એવું લાગતું હતું કે આજે સેન્સેક્સ 58 હજારની સપાટી તોડશે. જો કે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 59510.92ની સપાટીએ પહોંચી ગયો હતો. નિફ્ટીમાં પણ જોરદાર કડાકા બોલી ગયા હતાં. નિફ્ટી આજે ઇન્ટ્રાડેમાં 17,169.25ના લેવલ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે ઉપલું લેવલ 17,529.90 રહ્યું હતું. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ આજે પણ ઉંધામાથેં પટકાયા હતાં. બૂલીયન બજારમાં તેજી જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવ ઉંચકાયા હતાં. આજે મંદિમાં પણ ટેક મહિન્દ્રા, અદાણી એન્ટરપ્રાઇઝ, એપેલો હોસ્પિટલ, બલરામપુર ચીનીના કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ઇન્ડુસઇન બેંક, પિરામલ એન્ટરપ્રાઇસ, આર.બી.એલ. બેંક અને એ.યુ.સ્મોલ ફાઇનાન્સ જેવી કંપનીના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 866 પોઇન્ટ ઘટાડા સાથે 58268 પોઇન્ટ પર નિફ્ટી 254 પોઇન્ટના ઘટાડા સાથે 17159 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 0.05 પૈસાના સુધારા સાથે 82 પર ટ્રેડ કરી રહ્યો છે.