Abtak Media Google News

 

Ipoint Logo For Header 1 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૩૩૦૩.૫૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૩૪૫૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૩૦૧.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૪.૬૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૧.૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૩૩૪૪૫.૦૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૭૯૧.૦૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૯૮૩૦.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૭૮૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૮૨૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૭૧૭૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૨૦૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૦૫૦ ના નીચા મથાળે નોંધાવી ૧૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૭૧૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૫૧૨૩૫ ના મથાળેથી ખુલીને રૂ.૫૧૨૩૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૦૪૧૬ ના નીચા મથાળે નોંધાવી ૧૦૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૫૦૫૧૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કોરોના મહામારીના બે મહિનાઑથી વધુ લોકડાઉનમાંથી દેશ બહાર આવી અનલોક થવા સાથે આજે સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં આરંભથી જ ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં તેજી સાથે સ્થાનિક સ્તરે કોરોનાના પોઝિટીવ કેસોમાં અવિરત વધારા છતાં આ સામે કેસોમાં રિકવરી પણ મોટી સંખ્યામાં થતાં કેન્દ્ર સરકાર દ્વારા દેશને અનલોક કરવાની શરૂઆત કરતાં દેશભરમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ ફરી વ્યાપક સ્તરે ધમધમતી થયાના અહેવાલો વચ્ચે આજે ફંડો, ટ્રેડરો તેમજ રોકાણકારો દ્વારા શેરોમાં સાર્વત્રિક ખરીદી કરતાં તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૧% વધીને વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે ઓટો, મેટલ, રિયાલિટી, ફાર્મા, ટેક સહિત તેમજ અંદાજીત તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા. વૈશ્વિક બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૬% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૦.૩૮% અને નેસ્ડેક ૦.૬૬ % પોઈન્ટ વધીને સેટલ થયા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૯૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૬૦ અને વધનારની સંખ્યા ૧૨૭૯ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટા શોર્ટ કવરિંગ સાથે તોફાની તેજી જોવા મળી હતી. પરંતુ આ તેજીની આક્રમકતા હવે ઘટવાની સાથે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ફરી બે-તરફી ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી જોવાશે. દેશભરમાં લોકડાઉનને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રવૃત્તિમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારોની નબળી માંગને અને અન્ય પ્રતિકૂળ પરિબળોને કારણે નવા ઓર્ડરમાં ઘટાડાના કારણે વેચાણ પર દબાણ વધ્યું છે. IHS માર્કિટ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMI મે મહિનામાં ૩૦.૮ થયો છે, જે એપ્રિલમાં ૨૭.૪ના સ્તરે રહ્યો હતો. જોકે, એપ્રિલ કરતાં મે મહિનામાં PMI થોડો વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત ૩૨ મહિના સુધી વૃદ્ધિ દર્શાવ્યા પછી મેન્યુફેક્ચરિંગ PMI એપ્રિલમાં ઘટાડા તરફી થયો હતો. ઘર આંગણે હજુ પ્રમુખ ઔદ્યોગિક રાજયો મહારાષ્ટ્ર, ગુજરાત સહિતમાં ઔદ્યોગિક પ્રવૃતિ પૂર્વવત થતાં લાંબો સમય લાગી જવાની શકયતા અને હવે કોરોના બાદ ચોમાસા-વરસાદના પડકારનો સામનો કરવાનો સમય આવી જતાં ઔદ્યોગિક પ્રવૃતિ મંદ રહેવાની શકયતાએ કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પર નેગેટીવ અસર યથાવત રહેશે તેવી ધારણાથી આગામી દિવસોમાં સાવચેતી જરૂરી બની રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ACC લિ. ( ૧૨૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

લુપિન લિ. ( ૮૫૩ ) :- રૂ.૮૪૧ નો પ્રથમ તેમજ રૂ.૮૩૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૭ થી રૂ.૮૭૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

મહિન્દ્રા  મહિન્દ્રા ( ૪૬૭ ) :- ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૮૦ થી રૂ.૪૮૮ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૪૫૧ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બાયોકોન લિ. ( ૩૮૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૬ થી રૂ.૪૦૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.