Abtak Media Google News

પાલિતાણામાં મહિલા પર હુમલો કરી સોનાના ધરેણાની લુંટ

ભાવનગરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની ચોર લુંટારા બેફામ બન્યા જેમાં શિહોરમાં બંધ મકાનના તાળા તોડી અડધા લાખની ચોરી અને પાલીતાણામાં મહીલા પર તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી સોનાના ધરેણાની લુંટ ચલાવવાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિહોરના દાદાની વાવ નજીક ભારતી સોસાયટીમાં રહેતા મહેશ કિશન પરમાર પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સે બંધ મકાનના તાળા તોડી તિજોરીમાં પડેલા રોકડા અને સોનાના ઘરેણા મળી રૂ ૪૭ હજારની મત્તા ચોરી ગયાની ફરીયાદ નોંધાવી છે.

જયારે પાલિતાણાના સુમેર હોટલ પાસે  રહેતા જુમીબેન ધરમશીભાઇ નામની મહીલા પોતાના પુત્રના ઘરે ફળીયામાં સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સ ધસી આવી તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી કાનમાં પહેલા સોનાના ધરેણાની લુંટ ચલાવ્યાની ફરીયાદ નોંધાવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.