• ચેતજો…હવે કાળા માથાના માનવી
  • આપણા ઈકોલોજીકલ દેવાની ખરાબ અસર પહેલેથી જ સમજી શકાય તેવી છે, ખોરાકની અછત, જમીનનું ધોવાણ, લુપ્તતા અને કાર્બન ડાયોકસાઈડના સ્તરમાં વધારાનું સ્વરૂપ લે છે
  • સતત ઉલેચાતું પ્રાકૃત્તિક ધન, ભાવિ પેઢી માટે સાચવવાની ફરજ યાદ કરવાનો દિવસ ‘અર્થ ઓવર શુટ ડે’

2006માં શરૂ કરાયેલ અર્થ ઓવર શુટ ડેનું આયોજન અને  ગણતરી આંતરરાષ્ટ્રીય  પિંક ટેન્ક, ગ્લોબલ નેટવર્ક દ્વારા કરવામાં આવે છે 1970ના દાયકામાં ઈકોલોજીકલ ડેફીસીટીમાં ગયા ત્યારથી તેઓ દર વર્ષનાં ઓવર શુટની ગણતરી કરે છે. આ  ઝુંબેશનો ઉદેશ્ય આપણા એક માત્ર ઘર સાથે માનવીઓનાં અસ્થાઈ પૂરવઠા અને માંગના  સંબંધ વિશે  જાગૃતિ લાવવાનો છે. આપણને આ આફતની અગાુથી ખબર હતી જ કે  ખોરાકની અછત, જમીનનું ધોવાણ, લુપ્તતા અને કાર્બન ડાયોકસાઈડના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. આપણે એક વર્ષમાં પૃથ્વીપરથી પુનર્જિવિત થાય તેના કરતા વધુ ઉપાડ કરવા લાગ્યા હોવાથી જમીનમાંથી નિકળતા પદાર્થો ખતમ થવા લાગ્યા છે. પાણીના સ્ત્રોતમાં પણ જમીનના તળ બે હજાર ફૂટ ઉંડે ચાલ્યા ગયા છે, જે પહેલા 20 થી 25 ફૂટ હતા આપણા આપણી ભાવી પેઢી માટે પણ બચાવીને રાખવાનું છે,તે ભૂલવું ન જોઈએ આપણે કેવી રીતે જીવીએ છીએ વપરાશ કરીએ છીએ તે વિશે વિચારવાનો દિવસ છે. આજે આપણે કોઈ વિચાર કર્યા વગર તમામ કુદરતી સંશાધનો ખલાસ કરી દીધા છે. કેપટાઉન જેવા ઘરો દેશોના ગામમાં પાણીની ભયંકર સમસ્યા અત્યારથી જ   જોવા મળી રહી છે. આ વર્ષની ઈકોલોજીકલથીમ ‘મુવધ ડેટ’ છે જે  2050સુધીમાં ટકાઉ જીવન પર આધારીત છે.

આપણી ઈકોલોજીકલ ફુટ પ્રિન્ટની ગણતરી માટેના સુત્ર જોઈએ તો તેમાં  પૃથ્વીની બાયોકેપેસિટી માનવતાની ઈકોલોજીકલ ફૂટપ્રિન્ટની સામે વર્ષના  365 દિવસનો ગુણાકાર છે. બાયોકેપેસિટી એ જૈવિક રીતે ઉત્પાદક વિસ્તારો જેમકે જંગલો, માછીમારોના મેદાનો અને પાક કે જે સંશાધનો પૂરા પાડે છે. અને કચરો શોષી લે  છે આપણે પ્રકૃતિ પાસેથી કેટલી માંગ કરીએ છીએ તે પ્રશ્ર્ન સૌથી અગત્યનો છે. પર્યાવરણીય સંશધનની માત્રા છે કે જે ગ્રહ માનવજાતની  માંગ દ્વારા ભાગ્યા એક વર્ષમાં દિવસોની સંખ્યા દ્વારા ગુણાકાર કરવામાં આવે છે.

આપણે વર્તમાનમાં જીવીએ છીએ તેમ આપણને ટકાવી રાખવા માટે માનવતાને સરેરાશ  1.75 ગ્રહોની જરૂર છે, જોકે સમૃધ્ધ અને ગરીબ વસ્તીની  જીવનશૈલી વચ્ચે ભારે અસમાનતા છે. ઘા દેશો પોતાની વ્યાજબી જરૂરીયાત કરતા પણ વધુ ઉપાડ કરે છે. 2020માં આ ઝુંબેશને કોવિડ  19ની અસર થઈ હતી. ભાવી પેઢી માટે સાચવેલ સંશાધનોમાંથી આપણે ચોરી કરીને વાપરવા લાગ્યા છીએ અત્યારે પૃથ્વીવાસીઓની માંગ પૃથ્વીની ક્ષમતા કરતા વધી જાય છે. આ સિસ્ટમને અસરકાર્ય તમામ પરિબળો માટે જાગૃત થવું જ પડશે, પર્યાવરણીય અસરનું એક શકિતશાળી રીમાઈન્ડર ગ્રહવાસીઓ માટે છે. કુદરતી સંશાધનોનો મન ફાવે તેમ ઉપયોગ ભાવી પેઢી માટે ખતરારૂપ છે. તેને પુનર્જિવિત કે ભરી નથી શકતા તેના કરતા પણ ઝડપથી ઉપયોગ કરીએ છીએ.

ફૂટ પ્રિન્ટના અહેવાલ મુજબ આ વૈશ્ર્વિક ઉજવણી થતી હોવાથી આપણા દેશમાં 12 ઓગષ્ટ આસપાસ ઉજવણી થશે. માનવજાતનો વાર્ષિક વપરાશ પૃથ્વીની ક્ષમતા કરતા પણ વધવા લાગતા જોખમ ઉભા થયા છે. આના વિચારણા માટે પ્લાન્ટેબલ ઈકો ફ્રેન્ડલી પ્રોડકટસનો ઉપયોગ વધારવો પડશ. તંદુરસ્ત જીવનશૈલી ને પ્રોત્સાહન આપીને માઈન્ડફૂલ ઈટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આ માટે સ્થાનિક, મૌસમી અને છોડ આધારીત ખોરાક પર ધ્યાન કેન્દ્રીત કરવું જ પડશે. નૈતિક સુંદરતાને  પસંદ કો ને બ્યુટી પ્રોડકટસ એવા પસંદ કરો કે તે ક્રુરતા મુકત, ટકાઉ સ્ત્રોત અને કુદરતી ઘટકોમાંથી બનેલ હોય પર્યાવરણને થતા નુકશાનને ઘટાડવામાં અને જવાબદાર વપરાશને સમર્થન આપવામાં મદદ કરી શકે.

જવાબદાર ફેશન પણ અપનાવવાની જરૂર છે. રિસાયકલ કરેલ  સામગ્રી કે પર્યાવરણને અનુકુળ કાપડમાંથી બનેલ વસ્તુનો ઉપયોગ કરવો. નેચરલ હોય પ્રોડકટસ પસંદ કરવી પડશે.  ફર્નિચર, રસોડાની વસ્તુ, ઘરની સજાવટ અને સફાઈ ઉત્પાદન માટે  ટકાઉ વિકલ્પો પસંદ કરવા પડશે. તમારા ઘરને વધુ ઈકો  ફ્રેન્ડલી બનાવવા માટે વાસના ટુથબ્રશ, કમ્પોસ્ટેબલ કિચનવેર અને ઓર્ગેનિકકોટન ટુવાલ જેવી વસ્તુનો વિચાર કરવો પડશે.

પરિવહન માટે  કાર્બન ઘટે તેવી વ્યવસ્થાનો ઉપયોગ કરવો જેમકે સોલારકારા, મુસાફરી વખતે પર્યાવરણને નુકશાન ન થાય તેમજ પાણીની બોટલ ફરી ઉપયોગ થાય તેવું સૌએ કરવું જરૂરી છે.  આપણને પૃથ્વીએ ઘણું આપ્યું છે, પણ આપણે તેને લગાડવા સિવાય કશુ જ આપ્યું નથી. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો પૃથ્વીની  ઘરતીને ધરતીમાતા કીધું છે.

જમીનના પેટાળમાંથી જેટલુ છે તે બધુ જો કાઢયા જ  કરશું તો  ભાવી પેઢી શેના  આધારે જીવી શકશે તે પ્રશ્ર્ન ચિંતા અને  ચિંતનનો છે. ગ્રહ તંદુરસ્ત હશે તો જ  આપણે તંદુરસ્ત રહી શકીશું. જંગલો નાશ કરી એ છીએ અને  વૃક્ષો  વાવતા જ નથી તો હરિયાળુ વિશ્ર્વકેમ બનશે.

સમસ્યા નિવારણ માટે હું શું કરી શકું ?

આપણુ પર્યાવરણ ઈકોસિસ્ટમ બગડી રહી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીવાસીઓ ઘણી તકલીફ ભોગવી રહ્યા છે. ત્યારે આપણે  વૃક્ષારોપણ અને જળ રિચાર્જ બાબતે સમસ્યાને હલ કરવામાં મદદ કરી શકીએ. રિસાયકીલીંગ બાબતે  તેનો ઉપયોગ વધારવો જ પડશે. સૌરઉર્જા બાબતે તેના ઉપયોગ થકી આપણા મોટાભાગના  દૈનિક કાર્યો કરવાથી પણ ભાવી પેઢીને આપણે ટકાઉ વિશ્ર્વ આપી શકીશું. આપણે સૌએ  કુદરતને ખીલવવામાં મદદ કરવી જ પડો. આપણે સૌ એ પૃથ્વી સાથે સંતુલનમાં રહેવું પડશેે. 38 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર પ્રથમ જીવન દેખાયું ને  1970થી વસ્તી વધારો થવા લાગ્યો. આપણો ગ્રહ એક વિશાળ પિગબેંક છે,જયાં પૈસાને બદલે જીવવા માટે તમામ કુદરતી સંશાધનો જમા કરીએ જેમકે હવા પાણી અને વૃક્ષો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.