ગાંધીજીને પ્યારા સમાજનું શોષણ બંધ કરી સફાઈ કામદારોની ભરતી કરો

આંબેડકર સ્મારક અને લાયબ્રેરીનું કામ પૂર્ણ કરી સમાજને અર્પણ કરો

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સફાઈ કર્મચારીઓની ભરતી કરવા માટેની વારંવાર રજુઆત કરેલ છે છેલ્લે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ લેખિત રજુઆત કરેલ છે પરંતુ તેનું પરીણામ હજુ મળેલ નથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ભારતનું મિશન લઈને નીકળ્યા છે ત્યારે આપની ફરજ છે સફાઈ કર્મચારીની ભરતી કરવી જોઈએ અને સફાઈ કર્મચારીઓ જો સારી કામગીરી કરશે તો જ સ્વચ્છ ભારતનું મિશન નરેન્દ્રભાઈનું છે તે સાર્થક થઈ શકશે તેમ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું.

રાજકોટમાં વાલ્મીકી સમાજની ૭૦% વસ્તી ફકત વિજયભાઈના મત વિસ્તારમાં જ છે વિજયભાઈએ તેમની છેલ્લી ચુંટણીમાં વાલ્મીકી સમાજને વચન આપેલ હતું કે હું ૩ મહિનામાં સફાઈ કર્મચારીની ભરતી કરાવીશ અને કોન્ટ્રાકટ પઘ્ધતિ બંધ કરાવીશ પરંતુ, હજુ એ કરાવી શકયા નથી અગાઉ વજુભાઈ વાળા, મોહનભાઈ કુંડારીયા વગેરેએ પણ વચનો આપ્યા હતા તે પૂર્ણ થયેલ નથી આજે પણ ફકત રૂ.૨૫૦૦/-માં સફાઈ કામ કરવા જતી દલિત (વાલ્મીકી) સમાજની બહેનો ભુખમરાને હિસાબે જાય છે પોતાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે જાય છે નહિતર બાળકો ભુખ્યા રહે આવી રીતે હાલ ભાજપના શાસકોમાં સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે. આ રૂ.૨૫૦૦/- પગારમાંથી જે વિસ્તારમાં કામે જતા હોય તેનું રિક્ષાભાડુ પણ રૂ.૭૦૦ થી ૮૦૦ તેમાં જતા રહે છે બાકીના પૈસામાંથી આ બહેનો પોતાનું ઘર ચલાવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈને રજુઆતનો સમય માંગ્યો છે જો મને સમય આપશે તો હું દલિત સમાજના આગેવાન તરીકે દલિત સમાજના લોકોનું થતું શોષણની રજુઆત કરવા માંગુ છું કે આપનું સ્વચ્છતા મિશન ત્યારે જ પૂર્ણ થશે જયારે તમે સફાઈ કર્મચારીઓની ભરતી કરાવશો ? મારે રજુઆતમાં એ પણ કહેવું છે કે ગાંધીબાપુના સ્મારક (યાદ)માં ૨૬ કરોડ ખર્ચ ઉપરાંત અન્ય ખર્ચાઓ જોડશો તો ૪૦ થી ૪૫ કરોડનો ખર્ચા પહોંચશે તો આપે ગાંધી બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો ગાંધીબાપુના પ્યારા અને જેના ઘરે બાપુ વારંવાર જતા અને જમતા અને તેના વિકાસ માટે ભારતના બંધારણમાં પણ ડો.બાબાસાહેબ આંબેડકરની સાથે રહી ભલામણો કરતા તેવા અનુસુચિત જાતીના લોકો (દલિત સમાજ)નું જીવન ધોરણ સુધરે તેના માટેનું બાપુ વિચારતા.