Abtak Media Google News

આજે હૃદય માં ફાટા ત્યારે પડી જાય છે જયારે આપડે બાળકો થી માંડી યુવાનો ને પૂછીએ કે “ભાઈ આપણા દેશ ને આઝાદી કોને અપાવી.?” અને તે સહેજ પણ અટક્યા વિના તરત બોલી ઉઠે “બાપુ એ”. ત્યારે મન માં પ્રશ્ન ઉદ્ભવે કે એ લાખો શહીદોનું શું ? એ સાવરકર અને સુભાષ ને કોણ યાદ કરશે? એ ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, આઝાદ નું શું? જે દેશ માટે બલીદાની થઇ ગયા, જેમની રક્ત રક્ત દેશ માટે વહી ગઈ. અને છેલ્લા શ્વાસ સુધી માત્ર ભારતમાતા ને આ વિદેશી રાક્ષસો થી આઝાદ કરાવવા તે ઝઝુમતા રહ્યા, તેવા શહીદો ને લોકો કેમ ભૂલી જાય છે?

આવા લાખો શહીદો માં ના એક અને ભારત ની આઝાદી માં મહત્વ નું યોગદાન આપનાર, જેમની રક્ત વાહિનીઓ માં માત્ર અને માત્ર ભારતમાતા ની ભક્તિ જ વહેતી હતી. એવા ભારતીય આઝાદી ના પિતા, સ્વતંત્રતા ના પુજારી આપણા વ્હાલા “નેતાજી સુભાષ ચંદ્ર બોસ” નો 23 જાન્યુઆરીએ જન્મદિવસ છે. એ જ સુભાષ ચંદ્ર બોસ જેમનું ઉદગાર હતા “સ્વતંત્રતા બલિદાન માંગતી હૈ” અને તે પ્રાપ્ત કરવા માટે ભારત વાસીઓ ને અહ્વાન “તુમ મુઝે ખુન દો, મેં તુમ્હેં આઝાદી દુંગા”. એ જ સુભાષ ચંદ્ર બોસ જેમણે વિદેશ માં રહી ભારત ની આઝાદી માટે “આઝાદ હિન્દ ફૌજ” નામે સેના ની ટુકડી બનાવી હતી જેનો હેતુ માત્ર અને માત્ર ભારત ને અંગ્રેજો ની ગુલામી માં થી મુક્ત કરાવવાનો હતો.

234 1નેતાજી નો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૮૬૭ ના રોજ ઓરિસ્સા ના કટક માં શ્રી જાનકીનાથ ના ઘરે થયો હતો. જે અંગ્રેજી શિક્ષણ ના વિશેષ હિમાયતી હતા. સુભાષે કટક માં જ મેટ્રિક સુધી સુધી નું અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોલકત્તા ની પ્રેસિડેન્સી કોલેજ માં પ્રવેશ લઇ બી.એ. પાસ થયા. દરમ્યાન તેઓ આધ્યાત્મિક ગુરૂની શોધ માં ઘેર કોઈ ને કહ્યા વિના જ ચાલ્યા ગયા પરંતુ યાત્રા દરમ્યાન તેમણે સારા અનુભવો ના થતા તેઓ પરત ઘરે આવી ગયા અને ઘર ના લોકો ની ઈચ્છા મુજબ ફરી થી ભણવાનું શરુ કર્યું.

પ્રેસિડેન્સી કોલેજ માં થોડાજ દિવસો વીત્યા હસે ત્યાં જ એક અંગ્રેજ અધ્યાપકે ભારતીય વિદ્યાર્થી ને ગાળો દીધી. સુભાષ થી આ સહન ના થયું અને તેમણે કોલેજ માં બધા વિદ્યાર્થીઓ ને સંગઠિત કરી ને હડતાલ પાડી દીધી. ત્યાર બાદ તેઓ વિલાયત ગયા અને ત્યાં પણ રાજનૈતિક આંદોલન માં જોડાયા. સુભાષબાબુ એ દેશબંધુ દાસ ને પોતાના રાજનીતિક ગુરૂ બનાવ્યા હતા. આઈ.સી.એસ. ની પરીક્ષા પાસ કરી ને પણ સરકારી નોકરી છોડી દેનાર સૌ પ્રથમ વ્યક્તિ સુભાષ જ હતા. તે સમઝોતા પસંદ મનોવૃતિ ના વિરોધી હતા. સુભાષબાબુ એ અંગ્રેજ સરકાર ની સેવા કરી ને કલેકટર કે કમિશ્નર બનવાના બદલે માતૃભૂમિ ના સેવક બની ગિરફ્તારી અને જેલ નું જીવન વધારે પસંદ કર્યું. સુભાષબાબુ નીડર અને સાહસિક હતા તેઓ સરકાર ની ટીકા કરવામાં જરા પણ નહિ ઘબરાતા. આના પરિણામે ભારત ની પ્રજામાં બળવાની ભાવના પેદા થતી હતી અને અંગ્રેજો નો પ્રભાવ ઓછો થતો હતો. સુભાષબાબુ નો વધતો પ્રભાવ જોઈ સરકાર ને તેમના થી ભય પેદા થયો.

1 51

નેતાજી ના પ્રયત્નો થી કોંગ્રેસ ના અધિવેશન માં લાખો ની ભીડ ભેગી થવા લાગી. તેમણે તે આયોજનો ને એતિહાસિક બનાવી દીધું. દેશ ના તેત્રીસ કરોડ સંતાનો સુભાષ ને પાગલો ની જેમ ચાહવા લાગ્યા. કોંગ્રેસ માં પણ સુભાષ નું કદ વધવા લાગ્યું. પણ જવાહરલાલ નેહરુ ને એ ગમ્યું નહિ. ગાંધીજી નો ઝુકાવ પણ જવાહર બાજુ જ હતો. ગાંધીજી જોડે મતભેદો હોવા છતાં તે યુરોપ ના અનેક દેશો માં ફરી ભારતીય આઝાદી ને અનુકુળ વાતાવરણ બનાવતા રહ્યા. તેઓ વિદેશો માં પણ સર્વાધિક પ્રસિદ્ધ રાજનીતિજ્ઞ તરીકે જાણીતા થયા. ગાંધીજી ની ઈચ્છા વિરુદ્ધ તેઓ ત્રિપુરી કોંગ્રેસ ના અધ્યક્ષ ચૂંટાયા. ત્યારે ગાંધી એ કોંગ્રેસ છોડવા ની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ સુભાષ તેવું નહોતા ઈચ્છતા માટે તેઓ જ કોંગ્રેસ માં થી છૂટા પડી ગયા.

એ સમયે લાખો લોકો મહાત્મા ગાંધી ના વશીકરણ માંથી છટકી ને વીર સાવરકરજી ના સત્ય નું શરણ મેળવી લેવા દોડી આવી રહ્યા હતા. એમાં મોટા મોટા નામો પણ સામેલ હતા. આવુંજ એક સહુ થી મોટું નામ ૧૯૪૦ ના જુન માસ માં આગળ આવ્યું. અને તે નામ હતું આપણા નેતાજી સુભાષ ચંદ્ર બોસ નું. ક્રાંતિના મહારાજા, હિન્દુના મેઝિની અને જગતભર ના ક્રાંતિકારીઓની આંખો ની કીકી સમા વીર સાવરકર અને ભારતીય આઝાદી ના પિતા અને પ્રખર રાષ્ટ્ર ભક્ત સુભાષ ચંદ્ર બોસ ની તે મુલાકાત એતિહાસિક બની ગઈ. સાવરકર ના માર્ગદર્શન અને આશીર્વાદ માથે ચડાવી સુભાષ ત્યાંથી ચાલ્યા ગયા.

23 5સુભાષે આઝાદ હિન્દ ફૌઝ ની સ્થાપના કરી અને ૧૯૪૪ મા આઝાદ હિન્દ ફૌઝ એ અંગ્રેજો પર જબરજસ્ત આક્રમણ કર્યું અને કેટલાક ભારતીય પ્રદેશો ને અંગ્રેજો થી મુક્ત પણ કરાવ્યા. અને ત્યાર બાદ પણ તેઓ લડતા જ રહ્યા તેમના અંતિમ શ્વાસ સુધી તે ભારતીય આઝાદી માટે લડ્યા હશે. આ મહાપુરુષ ની મૃત્યુ નું રહસ્ય આજે પણ અકબંધ છે. પરંતુ આપણા હૃદય મા આજે પણ તે જીવી રહ્યા છે.

આપણા શૌર્ય અને સંગઠન શક્તિ દ્વારા માનવતા નું ઉદ્ધાર કરવા વાળા વિશ્વ ની અમર વિભૂતિઓ ની શ્રેણી માં સુભાષબાબુ નું નામ આજે પણ લેવાય છે. વિદેશી સત્તા ને ઉખાડી ફેકવામાં ભલે નેતાજી ને તત્કાલીન સફળતા નહીં મળી હોય પરંતુ સ્વતંત્રતા ના જે બી તેમણે પોતાના રક્ત થી સિંચ્યા હતા તે આજે પણ શાન થી ફળી ફૂલી રહ્યા છે. ભારતીય સ્વાધીનતા સંગ્રામ અને અને ભારત ના નિર્માતાઓ માં નેતાજી નું નામ હમેશા અમર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.