Abtak Media Google News

ચાર દિવસે માત્ર 20 મિનિટ પાણીનો છંટકાવ કરવો પડે.

સામાન્ય રીતે કચ્છને ભલે સુકો મુલક માનવામાં આવતો હોય, પરંતુ પાછલા કેટલાક સમયથી ખેડૂતોએ ખેતી ક્ષેત્રે પ્રગતી કરી છે જે બિરદાવવા લાયક છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂતે 1.50 લાખ સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે. ખેડૂતના મતે આ ખેતી ખર્ચાળ છે, પરંતુ લાંબા અંશે ફાયદો થતો હોવાથી કચ્છ માટે આ પાક અનુકુળ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છની મુલાકાતે હતા ત્યારે ગત 11 નવેમ્બરના વાડીએ આવ્યા હતા. જ્યાં તેમના હસ્તે સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરાયું હતું.

Screenshot 21

કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદીત થઈ રહ્યું છે. ભુજ તાલુકાના રેલડી ગામે વાડી વિસ્તર ધરાવતા હરેશભાઈ ઠક્કરે પ્રથમ વખત પોતાની વાડીમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. હરેશભાઈ ઠક્કરે સ્ટ્રોબેરીના પાક વિશે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું મોટાપાયે ઉત્પાદન થાય છે. જેથી મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી પ્રથમ વખત વાવેતર કર્યું છે. એક એકરમાં 18 હજાર રોપા વાવી શકાય છે. મેં 30 હજાર રોપા મારી વાડીમાં વાવ્યા હતા. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છની મુલાકાતે હતા ત્યારે ગત 11 નવેમ્બરના વાડીએ આવ્યા હતા. જ્યાં તેમના હસ્તે સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરાયું હતું.

Screenshot 23

ચાલુ વર્ષે 7.5 એકરમાં 1.50 લાખ સ્ટ્રોબેરીના રોપા વાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. નવેમ્બર માસમાં સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરવામાં આવે છે. ખાસ તો સ્ટ્રોબેરીને ખુબ ઓછું પાણી જોઈએ છે. ચાર દિવસે 20 મિનિટ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. કચ્છમાં જ્યારે પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાક અનુકુળ નિવડે છે. તેમજ વાવેતર બાદ મલકીંગ (પ્લાસ્ટિક કવર) કરવામાં આવે છે. ખુબ માવજત પણ રાખવી પડે છે. સ્ટ્રોબેરીનો પાક ખર્ચાળ છે. કારણ કે, એક એકરમાં વાવેતર પાછળ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. તેમજ જાળવણી પણ રાખવી પડે છે. સામે પાણીની જરૂરિયાત ખુબ ઓછી હોય છે.

ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર ઓછું થાય છે. જેથી મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીની આયાત કરવામાં આવે છે. સ્થાનિકે સ્ટ્રોબેરી ઉત્પાદીત થતી હોવાથી ભાવ પણ સારા મળે છે. પ્રથમ વખત વાવેતર કરાયું છે જેનો સારો પ્રતિસાદ મળ્યો છે.આ વર્ષે પ્રાકૃતિક ખેતીની મદદથી સ્ટ્રોબરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે જેથી એક સ્ટ્રોબેરીનું વજન પણ 15 ગ્રામથી લઈને 85 ગ્રામના વજન જેટલી સ્ટ્રોબેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.