Abtak Media Google News

કોરોનાના કેસ વધતા ટેસ્ટીંગ પાંચ ગણુ વધારાયું : ફરી હોમિયોપેથી દવાનું વિતરણ કરાશે, ધનવંતરી રથમાં ગ્લુકોમીટરથી ડાયાબીટીસનું પણ ચેકિંગ થશે: હાલ શહેરમાં ૨૯૮ વિસ્તાર ક્ધટેઈનમેન્ટ ઝોન હેઠળ, ૨૮૭૪ ઘરમાં રહેતા ૧૨૦૯૦ લોકો હોમ ક્વોરન્ટાઈન

શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે હવે મહાપાલિકા દ્વારા કોરોનાને વકરતો અટકાવવા માટે કેટલાક આકરા પગલા લેવામાં આવશે તેવી જાહેરાત આજે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે. હોમ ક્વોરન્ટાઈન કરાયેલા લોકો જો ઘરની બહાર નીકળશે તો તેની સામે આકરા પગલા લેવામાં આવશે. આ માટે જરૂ ર પડ્યે પોલીસની પણ મદદ લેવામાં આવશે. ખાણીપીણીની રેકડી અને દુકાનો પર વધુ માત્રામાં ભીડ થતી હોવાનું માલુમ પડતા હવે કડક ચેકિંગ શરૂ  કરવામાં આવશે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, અગાઉ લોકડાઉનમાં માત્ર શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં જ કોરોનાના કેસ મળી આવતા હતા. અનલોક-૧ અને ૨માં વેસ્ટ તથા સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના વધુ કેસ મળી રહ્યાં છે. અગાઉ માત્ર રોજ ૪૫ સેમ્પલ લેવામાં આવતા હતા. પરંતુ કોરોનાના કેસ વધતા હવે સેમ્પલીંગ પાંચ ગણું વધારવામાં આવ્યું છે અને રોજ ૨૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર વધુ માત્રામાં ભીડ હોવાનું માલુમ પડતા હવે આગામી દિવસોમાં વધુ ચેકિંગ શરૂ  કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ફરી હોમિયોપેથી દવાનું વિતરણ શરૂ  કરાશે. હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધન્વનતરી રથ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ ખાતે હવે ધન્વનતરી રથ મારફત ડાયાબીટીશના દર્દીનું પણ નિદાન કરવામાં આવશે. આ માટે ગ્લુકો મીટર રાખવામાં આવશે. સર્વેની કામગીરી કરતા આશા વર્કરના બહેનોને પલ્સ મીટર પણ આપવામાં આવશે જેમાં ચેકિંગ દરમિયાન જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડશે તો તેને આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે. હાલ શહેરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાય તો ૧૦૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. શહેરમાં હાલ ૨૯૮ વિસ્તાર ક્ધટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. ૨૮૭૪ ઘરોમાં વસવાટ કરતા ૧૨૦૯૦ લોકો હાલ હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. ક્ધટેનમેન્ટ વિસ્તારમાં લોકો ઘરની બહાર ન નીકળે અને કોરોનાનું સંક્રમણ અટકે તે માટે હવે પોલીસની પણ મદદ લેવામાં આવશે. જો હોમ ક્વોરન્ટાઈન કરાયેલા લોકો બહાર નીકળશે તો તેની સામે આકરા પગલા લેવામાં આવશે. ફોરેનથી આવતા લોકોએ ૧૪ દિવસ ફેસેલીટી કવોરન્ટાઈનમાં રહેવું પડશે અને ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈન થવું પડશે ત્યારબાદ તેને બહાર નીકળવાની છુટ આપવામાં આવશે. તહેવારના દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકોને પણ જરૂરી સહયોગ આપવા મ્યુનિ.કમિશન દ્વારા અપીલ કરવામાં આવી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા આગામી દિવસોમાં વધુ કડક પગલા લેવામાં આવશે તેવી ચેતવણી તેઓએ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.