આતંકવાદને છાવરનાર દેશ સામે કડક કાર્યવાહી થવી જોઈએ: મોદી

કેટલાક દેશો યેન-કેન પ્રકારે પોતાની વિદેશ નીતિમાં જ આંતકવાદને “થાભણ ભાણા” કરવાનું વલણ અપનાવે છે તે હવે નહીં ચાલે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય બેઠકમાં વૈશ્વિક આંતકવાદ સામે વિશ્વને એક થવા કરી હાંકલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય બેઠકમાં વૈશ્વિક આંતકવાદને થાભલભાણા કરનાર દેશો સામે આકરી કાર્યવાહીની હિમાયત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે આંતકવાદને પોસ નારા દેશો સામે કડક પગલાં લેવાનો હવે સમય આવી ગયો છે,

એ વાત જગ જાહેર છે કે આંતકવાદ ફેલાવનાર સંગઠનો કેટલાક ચોક્કસ સ્ત્રોતમાંથી નાણા મેળવે છે જેમાંથી રાજકીય સહકાર એક મહત્વનું સ્ત્રોત ગણવામાં આવે છે ,આંતકવાદીઓને પૈસાથી લઈ તરફેણ કરવાની અને તેમને સુરક્ષા પ્રદાન કરવાની કેટલાક દેશોની ચેષ્ટા હવે ચાલવા દેવી ન જોઈએ તેમ વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય બેઠકમાં જણાવ્યું હતું.

નવી દિલ્હી ખાતે આંતકવાદ માટે નાણાકીય સહાય હરગીજ ન હોવાના મુદ્દે ટેરર ફંડ વિરોધમાં યોજાયેલી બેઠકમાં વડાપ્રધાનને જણાવ્યું હતું. ભારતના પડોશીનું નામ લીધા વગર વડાપ્રધાને જણાવ્યું હતું કે આંતકવાદનું બીજું રૂપ પરોક્ષ યુદ્ધ પણ વિશ્વ શાંતિ અને અહિંસાના વાતાવરણ માટે જોખમ ઊભું કરે છે… જે દેશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આંતકવાદને પ્રોત્સાહન આપતા હોય તેની સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.. વિશ્વને એ વાત યાદ અપાવવી જરૂરી નથી કે આંતકવાદ વિશ્વ શાંતિ માટે એટલું જોખમી છે એક હુમલામાં આપણે ખળભળી ઉઠીએ છીએ.. ઘણા દેશોમાં તો આવા હુમલા વારંવાર થતાં રહે છે.

વડાપ્રધાનને જણાવ્યું હતું કે આંતકવાદ સામે મજબૂતીથી પ્રતિકાર કરવાનો સમય આવી ગયો છે. જો આંતકવાદને નેસ્ત નાબૂદ નહીં કરવામાં આવે તો દરેક દેશને પોતાના નાગરિકોની સલામતી નું જોખમ સહન કરવું પડશે કોઈપણ નાના છમક્લાને પણ અવગણવા ન જોઈએ અને વિશ્વમાં એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે ક્યાંય પણ આંતકવાદી તત્વોને ટેકો ન મળવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતકવાદનો ઉપયોગ કરનારા દેશોને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે તેવી ચેતવણી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતકવાદ વિરોધી વિષય ઉપર બેઠકને સંબોધતા આંતકવાદના તમામ પાસાઓનું જીણવટ ભર્યુંપુથકરણ કર્યું હતું. વૈશ્વિક આંતકવાદ ને હવા આપનારા તત્વોને વિશ્વમાં ક્યાંય જગ્યા નથી તેમણે પ્રાથમિક મુદ્દો ટાંકીને જણાવ્યું હતું કે કેટલાક દેશો એ પોતાના અંગત મામલામાં ધ્યાન આપવું જોઈએ બીજા રાષ્ટ્રની આંતરિક બાબતમાં દખલગીરી કરવી ન જોઈએ ભારતે વર્ષોથી આંતકવાદનો બહાદુરીથી સામનો કર્યો છે વડાપ્રધાન એમ પણ જણાવ્યું હતું કે આજે એવા વિશ્વની જરૂર છે કે જેમાં આંતકવાદને એક પણ ઠેકાણેથી મદદ કે નાણાં મળવા ન જોઈએ આંતકવાદીઓ બંધુક ચલાવી કેફી દ્રવ્યો અને દાન્ચોરીથી આંતક માટે પેસા ઉભા કરે છે.

વિશ્વ એ આંતકવાદના ખાતમાં માટે આંતકવાદ ના નાણાકીય સ્ત્રોત ને ખતમ કરવા જોઈએ એટલે આપોઆપ આંતકવાદ કાબુમાં આવી જશે અત્યાર સુધી એપ્રિલ 2018 માં પેરિસમાં અને નવેમ્બર 2019 માં મેલબોર્નમાં આંતકવાદ સામે આંતરરાષ્ટ્રીય બેઠકો યોજાઈ હતી વિશ્વમાં ફાઇનાન્સ 450 સભ્યોએ 78 દેશમાંથી ભાગ લીધો હતો દ્ કેન્દ્રીય ગ્રંથિ અમિત શાહ આંતકવાદ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થશે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ બેઠકોમાં સામેલ નહીં થાય તેવું ચીને નિર્દેશ આપ્યો હતો વડાપ્રધાને જણાવ્યું હતું કે વૈશ્વિક આંતકવાદને પોસ્ નારા દેશ સામે આકરી કાર્યવાહીનો હવે સમય પાકી ગયો છે.