Abtak Media Google News

વકરતા કોરોનાની પરિસ્થિતિને કાબુમાં લેવા તંત્ર ઊંઘે કાંધ થયું છે. દિનપ્રતિદિન કેસમાં વધારો થતાં સ્થિતિને કાબુમાં લેવી કપરી બની છે. કોરોના સંકટ વચ્ચે લોકોને ગાઈડલાઈનનું પાલન કરાવવા પોલીસ સ્ટાફ પણ સતત મથામણ કરી રહ્યો છે. રાત્રી કરફ્યૂ સહિતના નિયમોનું ચુસ્તપણે અમલવારી કરાવવા રાત-દિવસ પોલીસ દોડતી થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાત સરકારના જાહેરનામા અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા 5 થી 20 એપ્રિલ રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી જે રાત્રી કરફ્યૂનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખિને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નગરપાલીકા વિસ્તારમાં રાત્રી કર્ફયુ દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય રાત્રીના 8 વાગ્યા પછી દુકાનો ખુલ્લી રાખતા કોઇ પણ ઇમરજન્સી કારણ વગર રાત્રીના 8 વાગ્યા પછી સામાન્ય જનતા બહાર નીકળેલ હોય તેની વિરૂદ્ધ જાહેરનામા ભંગના I.P.C કલમ 188 મુજબના 317 ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. એમ.વી.એક.207 મુજબના વાહન ડીટેઇના 162 કેસ કરવામાં આવેલ છે. તેમજ માસ્ક એન.સી.ના 934 કેસ એટલે કે, 9,34,000 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર પોલીસ દ્વારા કોરોના સંક્રમણ રોકવાના અભિયાન અનુસંધાને શહેરમાં અલગ અલગ જગ્યાએ કોરોનામાંથી બચવા માટે એક કેમ્પનના ભાગરૂપે સુત્રોચ્ચારોના પેન્ટીંગ કરાવેલ છે.તેમજ અલગ અલગ એસોસીયેશન અને વેપારીઓને એકત્રિત કરીને “માસ્ક નહી તો પ્રવેશ નહી”,“માસ્ક નહી તો વેપાર નહી”,“ માસ્ક નહી તો સર્વિસ નહી તેવું પણ એક મોહીમ ચલાવવામાં આવેલ છે. તેમજ અવરનેશના ભાગરૂપે અલગ અલગ જગ્યાઓમાં પોલીસ દ્વારા બેનરો પણ લગાડવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.