Abtak Media Google News

સલવાણી માતા ગરબે રમે ! જેવો માહોલ

લગ્ન પ્રસંગ, ધાર્મીક, રાજકીય સામાજીક, સાંસ્કૃતિક અને શૈક્ષણીક મેળાવડામાં 400ના બદલે હવે માત્ર 150 વ્યકિતઓ જ એકઠા કરી શકાશે

લગ્નમાં સંખ્યાની પાબંધીથી હવે કેટરીંગ બુકીંગ સહિતના ડખ્ખા ઉભા થશે: નોતરા આફત નોંતરશે !

રાજયની આઠ  મહાપાલિકા સહિત  10 શહેરોમાં રાત્રી કરફયુની વધી 22મી સુધી લંબાવાઈ: સરકારની નવી માર્ગદર્શીકાનો આજથી જ અમલ

સંક્રમણ સતત વધતા રાજય સરકારે ચાર જ દિવસમાં જાહેરનામામાં કર્યો ફેરફાર

ગુજરાતમા કોરોનાની ત્રીજી લહેરના આરંભથી કેસમાં સતત વધારો થઈરહ્યો છે. કોવિડના કેસ 7000નેપાર થઈ જતા રાજય સરકાર દ્વારા નિયંત્રણ માટેની માર્ગદર્શિકામાં માત્ર ચાર જ દિવસમાં ફરી એક વાર ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ સહિતની આઠ મહાપાલિકા સહિતના 10 શહેરોમાં રાત્રી કરફયુની અવધી એક સપ્તાહ અર્થાંત 22મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.

આ ઉપરાંત અગાઉ લગ્ન પ્રસંગ, ધાર્મીક કાર્યક્રમો, સામાજીક રાજકીય કાર્યક્રમો મેળાવડામાં 400 લોકોનાં એકઠા થવાની મંજૂરી આપવામાં આવતી હતી જે ઘટાડી 150 વ્યકિતઓ કરી નાંખવામાં આવી છે. લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે હજી જો કોરોનાના કેસમાં વધારો થશે તો વિકેન્ડ સહિતના આકરા નિયંત્રણો પણ આવી શકે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા ગત 7મી જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા રાજયની આઠ મહાપાલિકા ઉપરાંત આણંદ અને નડિયાદમાં 15મી જાન્યુઆરી સુધી રાત્રિના 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક આકરા નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો ચાલુ રહેતા ચાર જ દિવસમાં જાહેરનામામાં સુધારો કરવામા આવ્યો છે. જેમાં આઠ મહાપાલિકા સહિતના 10 શહેરોમાં રાત્રિ કરફયુની મુદત 22મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.

આજથી 22મી જાન્યુઆરી સુધી રાજયમાં તમામ પ્રકારના રાજકીય સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક અને ધાર્મીક કાર્યક્રમો જેવા કે જાહેર સમારંભો અને મેળાવડાઓમા વધુમાં વધુ 150 વ્યકિતઓ ભેગા કરી શકાશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા અથવા વધુમાં વધુ 150 વ્યકિતઓની મર્યાદા રહેશે લગ્ન સમારોહમાં પણ વધુમાં વધુ 150 વ્યકિતઓને ભેગા કરી શકાશે બંધ જગ્યાએ લગ્ન યોજવામાં આવે તોક્ષમન પ્રસંગ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.

રાજય સરકાર દ્વારા જે રિતે કોરોનાના કેસ વધતા ચાર જ દિવસમાં જાહેરનામામાં ફેરફાર કરી નાખ્યો છે. લગ્ન સહિતના પ્રસંગોમાં 400 વ્યકિતના બદલે માત્ર 150 વ્યકિતઓને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.જો હજી કેસમાં વધારો ચાલુ રહેશે તો આગામી દિવસોમા આકરા નિયંત્રણો પણ આવી શકે છે. કોરોનાની બીજી લહેરમાંથી રાજય સરકારને જાણે મોટો બોધપાઠ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભુપેન્દ્રભાઙઈ પટેલની સરકાર કોઈપણ જોખમ ઉઠાવવા માંગતી નથી. કોરોનાના સંક્રમણને રોકવા માટે ધડાધડ નિયંત્રણો લાદી રહી છે. જો કેસ વધશે તો 15મી જાન્યુઆરી બાદ વિકેન્ડ કરફયુ સહિતના નિયંત્રણો મૂકવામાં આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

રાજય સરકાર દ્વારા ચાર દિવસ પૂર્વે પ્રસિધ્ધ કરવામા આવેલા જાહેરનામામાં લગ્ન પ્રસંગમાં 400 વ્યકિતઓને એકત્રિત કરવાની મંજૂરી આપવામાંઆવી હતી. જેના કારણે જે પરિવારના આંગણે લગ્ન છે તેઓ કેટરીંગ બુકિંગ 400 વ્યકિતઓનું કરાવ્યુ હશે આ ઉપરાંત સગા સંબંધક્ષઓને પણ આમંત્રણ આપી દીધા હશે. હવે અચાનક 250 વ્યકિતઓનો કાપ મૂકી દેવામાં આવતા ચિંતાનો માહોલ ઉભો થયો છે.

કેટરીંગના ધંધાર્થીઓ ઓછા માણસોનું હવે બુકીંગ સ્વીકારશે કે તે પણ પ્રશ્ર્ન ઉભો થશે. સાથે સાથે જેને નોતરા આપી દેવામાં આવ્યા છે.તે હવે આફત નોતરશે. કારણે 150 વ્યકિતઓમાં કોને લઈ જવા અને કોને કાપવા તે પણ ધર્મ સંકટ જેવુંકામ કરશે રાજય સરકારની સાવચેતી પ્રજા માટે ચિંતાનું વાતાવરણ ઉભુ કરી રહી છે. હજી જો કોરોનાના કેસ વધશે તો આકરા નિયંત્રણો પણ મૂકાય શકે છે. આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ કોરોનાના વધતા જતા કેસની ચર્ચા જ કેન્દ્ર સ્થાને રહી હતી સરકાર કોઈપણ ભોગે સંક્રમણ રોકવા માગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.