Abtak Media Google News

જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ  રેવન્યુ ઓફિસરોને જરૂરી માર્ગદર્શન આપ્યું

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકોની અપેક્ષાઓ આકાંક્ષાઓ મુજબ સરકારી કચેરીઓમાં જનસેવાને ટેક્નોલોજીના ઉપયોગથી વધુ ઝડપી બનાવી લોકોની અરજીઓનો નિકાલ નહીં પણ ખરા અર્થમાં ઉકેલ આવે તે દિશામાં કામગીરી ઝડપભેર થઈ રહી છે .

રાજ્ય સરકારના વિશેષ માર્ગદર્શનના ભાગરૂપે  મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ વિડીયો કોન્ફરન્સમાં આપેલા માર્ગદર્શન પ્રમાણે રાજકોટ જિલ્લામાં સમયમર્યાદામાં અરજીઓનો ઉકેલ આવે તે માટે કલેકટર અરુણ મહેશ બાબુએ રેવન્યુ ઓફિસરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મહેસુલી ન્યાયિક પ્રક્રિયા અપીલો તેમજ રેવન્યુ કામગીરીમાં બિનજરૂરી વહીવટી વિલંબ ના થાય  તેમજ હકારાત્મક અભિગમથી નિકાલ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સીએમ ડેસ્ક બોર્ડ બેંચમાર્ક રેટિંગ માં પણ જિલ્લો અગ્ર રહે તે માટે તલાટી થી માંડીને કલેકટર સૌ  કો-ઓર્ડિનેશન  કરીને જનસેવામાં નાગરિકોને વધુને વધુ ઉપયોગી બની શકીએ એવા ભાવથી કામ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં અધિક કલેકટર કે.બી.ઠકકર તેમજ પ્રાંત અધિકારીઓ, મહેસૂલી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

100 ટકા રસિકરણની કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓને બિરદાવાયા

રાજકોટ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી સો ટકા સુધી લઇ જવા તેમજ ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કામદારોને રસીકરણ બાકી હોય તો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના એસોસિએશન અને સંસ્થાઓની મદદ લઈને આ કામગીરી પૂર્ણ કરવા માટે જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરએ જે ગામમાં રસીકરણની સો ટકા કામગીરી થઇ છે એ ગામો હેઠળના 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબી આરોગ્ય સ્ટાફને બિરદાવી બાકીના ગામોમાં પણ સો ટકા કામગીરી થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના કામદારો રસીથી બાકી હોય તો તમામને આવરી લેવા તેમજ જરૂર પડયે કેમ્પ કરીને પણ કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રીજીયોનલ મ્યુનિસિપલ કમિશનર  અરુણ બરનવાલે પણ મ્યુનિસિપલ વિસ્તારમાં વોર્ડ વાઈઝ કામગીરી કરવા તેમજ જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરીએ ગામ વાઇઝ બાકી રહેતા લોકોનો સર્વે કરીને સો ટકા કામગીરી કરવા અંગે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.