Abtak Media Google News

આર્યુવેદના તબીબોને સર્જરી કરવાના અધિકારની વિરુદ્ધ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને આજે દેશભરમાં હડતાળની જાહેરાત કરી છે. જેને પગલે આજે રાજ્યભરમાં અંદાજે ૩૦ હજાર જેટલા તબીબ હડતાળ પર ઉતર્યાં છે. તેની સીધી અસર હોસ્પિટલની ઓપીડી પર પડી છે. જોકે, હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ અને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર રાબેતામુજબ ચાલુ છે.

ડોક્ટરોની આજે હડતાળ સરકારના એ આદેશની વિરુદ્ધમાં છે, જેમાં સરકારે આર્યુવેદના ડોક્ટરોને નાક, કાન, ગળા જેવી ૫૮ પ્રકારના સામાન્ય ઉપચારના સર્જરીને પરમિશન આપી છે.  ઈંખઅ એ આ અધ્યાદેશને મેડિકલ પ્રોફેશનના વિરોધી બતાવીને તેને પરત લેવાની માંગ કરી છે. ઈંખઅ નું કહેવુ છે કે, આ અધ્યાદેશથી દેશમાં સારવારની ક્વોલિટી પર અસર પડશે અને ઝોલાછાપ ડોક્ટરોને પ્રોત્સાહન મળશે. સીસીઆએમએ ૨૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ આ સૂચના જાહેર કરી હતી.

આજે જાહેર કરાયેલા હડતાળ સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. આ દમરિયાન આઈએમએની ઓફિસોમાં ડોક્ટરો ધરણા પણ કરશે. તો સરકારના આ આદેશના સમર્થનમાં આયુર્વેદ ડોક્ટર પણ એકજૂટ થયા છે. આયુર્વેદ તબીબોનું કહેવુ છે કે, આ અધ્યાદેશના નિર્ણય પર તેઓ સરકારની સાથે છે. આ નિર્ણયથી સારવારનો ખર્ચ ઘટશે. તો સાથે જ લોકોને ઓછા રૂપિયામાં સસ્તી તેમજ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે.

Ewr

ઇન્ટર્ની તબીબો પણ ઓછા સ્ટાઇપેન્ડ મુદ્દે ૧૪મીથી હડતાળ ઉપર

આયુર્વેદ ડોક્ટરોને સર્જરીની મંજૂરી આપવાના વિરોધમાં આઇએમએના હડતાળના એલાનથી તમામ તબીબો હડતાળ પર ઉતર્યા છે તેવામાં ઇન્ટર્ની તબીબો પણ ઓછા સ્ટાઇપેન્ડ મુદ્દે લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યા છે. ઇન્ટર્ની તબીબો દ્વારા ૧૪મીથી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ઇન્ટર્ની તબીબોના જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં તેઓ પાસેથી સૌથી વધુ કામ લેવામાં આવી રહ્યું છે છતાં તેઓને પુરતુ સ્ટાઇપેન્ડ મળી રહ્યું નથી. તેઓએ આ મામલે લગત વિભાગોને અનેકવખત

રજૂઆત કરી છે તેમ છતાં તેઓના આ સ્ટાઇપેન્ડના પ્રશ્ર્નનો નિવેડો હજુ સુધી આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં મેડિકલ કોલેજના ઇન્ટર્ની તબીબો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ૧૪મીથી તેઓની હડતાળ શરૂ થશે તો મેડિકલ સેવા ખોરવાઇ શકે છે. અત્યારે એકતરફ તબીબોની અછત છે તેવામાં નર્સિંગના વિદ્યાર્થીઓ સહિતનાની મદદ લેવામાં આવી રહી છે તેવામાં ઇન્ટર્ની તબીબોની હડતાળ કોરોનાના કપરાકાળને અતી કપરો બનાવી શકે છે. સ્ટાઇપેન્ડ મુદ્દે જો ૧૪મી પૂર્વે નિવેડો ન આવે તો ઇન્ટર્ની તબીબો પોતાની કામગીરીથી અળગા રહેવાના છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જો આ પ્રશ્ર્નનું નિવારણ લાવવામાં નહીં આવે તો મેડિકલ સેવાને ભારે અસર પહોંચવાની છે તે નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.