Abtak Media Google News

નીતિન પટેલની સિવિલના સુપ્રિ. સાથે વીડિયો કોન્ફરન્સ યોજાશે: હડતાલ સમેટવાના અણસાર

છેલ્લા એક સપ્તાહથી ચાલતી રેસીડેન્ટ તબીબોની હડતાલનો જાણ અંત આવ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. સરકારે આગળ એક પગલુ વધારતા તબીબો પણ એક ડગલુ વધારી રહ્યા હોઈ તેવું દેખાયું છે. આજથી તેઓ દ્વારા આજથી 24 કલાક માટે ઈમરજન્સી સેવાઓ શરૂ કરી દેતા દર્દીઓમાં રાહત પહોચી છે. જયારે જે તબીબોના પ્રશ્ર્નોનો સરકારની મીટીંગ બાદ નિર્ણય ના આવે તો ફરીથી ઈમરજન્સી સેવા બંધ કરી દેવામાં આવશે. તેવી રેસીડેન્ટ તબીબો દ્વારા ચિમકી આપવામાં આવી છે.

સરકાર દ્વારા જયા સુધી તબીબો હડતાલ બંધ કરી અને ફરી કામ પરના લાગ્યા ત્યાં સુધી વાતચીત કરવાની ના પાડી હતી જેથી તબીબો દ્વારા એક પગલુ ભરી અને ઈમરજન્સી સેવાઓ માત્ર 24 કલાક માટે શરૂ કરવામાં આવી રહી છે.

જો મીટીંગ બાદ નિર્ણય ન આવે તો ફરીથી ઈમરજન્સી સેવા બંધ કરી તબીબો દ્વારા હડતાળને સંપૂર્ણ પણે યથાવત રાખવામાં આવશે. આજે સાંજના સમયે વિડીયો કોન્ફરન્સ દ્વારા મીટીંગ યોજાશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સરકાર દ્વારા બોન્ડ બાબતે તબીબોને છેતરતા અને બોન્ડમાં તુરત જ ફેરફાર કરતા તબીબો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી જેમાં રેસીડેન્ટ તબીબો જોડાતા દર્દીઓમાં મુશ્કેલી વધી હતી અને તેના થકી દર્દીઓને હાલાકીનો સામનો ના કરવો પડે તેમાટે ક્ધસલટન તબીબોને મેડીકલ અને અન્ય વોર્ડમાં ફાળવણી કરવામાં આવી હતી બાદ તબીબોએ ઈમરજન્સી સારવારમાંથી હાથ કાઢી લીધો હતો જેથી દર્દીઓની કતારો લાગી હતી અને મુશ્કેલી સર્જાય હતી પરંતુ સરકારે હડતાલને તોડવા માટે ભીંસ વધારી હતી અને તેઓના રૂમ ખાલી કરાવાયા હતા અને ફરજ પર પરત જવા આકરા પગલા લીધા હતા પરંતુ તબીબો દ્દઢ થઈ હડતાળ ચાલુ રાખી હતી અને સરકાર સામે માગણીઓ પૂર્ણ કરવા આંદોલન ચલાવાયું છે.

પરંતુ હડતાલ બાબત રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના ડીને તબીબો સાથે વાતચીત કરી હતી અને વાતચીત બાદ તબીબો 24 કલાક માટે ઈમરજન્સી સેવાઓમાં જોડાયા હતા અને જાણવા મળ્યું હતુ કે જો પ્રશ્ર્નોનો ઉકેલ નહી આવે તો તબીબો ફરી ઈમરજન્સી સેવાઓ બંધ કરીને હડતાળમાં જોડાઈ જશે. સરકારની મીટીંગ બાદ હડતાલનો ઉકેલ આવે તેવી સંભાવના હાલ પૂરેપૂરી સર્જાઈ રહી છે. અને તબીબો દ્વારા ઈમરજન્સી સેવાઓ સિવાય એક પણ સેવામાં કે સારવારમાં જોડાવાનું ટાળ્યું છે. માત્ર ઈમરજન્સી દર્દીઓને હાલ તપાસી રહી છે.

સમગ્ર મામલામાં કોરોના વખતે ક્લાસ-1 કોવીડ ક્ધસલન્ટ તરીકે નિમણુંક અપાઈ હતી તે સમયે 10 લાખના બોન્ડ અને રાજકોટ સિવિલમાં જ ડ્યુટી તેવી સરત હતી તે ઉપરાંત 1:2 એટલે કે 6 માસની ફરજ અને અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ ન બજાવી પડે.જો કે તાજેતરમાં સરકારના આરોગ્ય વિભાગનો નવો જી.આર આવ્યો જેમાં 40 લાખના બોન્ડ અન્ય જગ્યાએ ફરજ તથા 1:1 એટલે કે ફરજિયાત ડ્યુટી સોંપણીનો નિર્ણય જાહેર કરતા અન્યાય થતા ઠેર ઠેર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાલ પર ઉતર્યા છે ફક્ષય જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.