Abtak Media Google News

મંગળ ગ્રહ પર આવતીકાલે યુએઈનું અવકાશયાન ઉતાર્યા બાદ, 24 કલાકમાં ચીનનું ઓર્બિટર રોવર કોંબો તો નાસાનું રોવર 18મી ફેબ્રુઆરીએ ‘મંગલ’ ઉતરાણ કરશે

મંગળ ગ્રહ પર માનવ જીવનની સંભાવનાને લઈ ત્રણેય અવકાશયાનો લાલ માટ્ટી, ખડકોનાં નમુના એકત્ર કરશે

અમારા પ્રથમ અંતરીક્ષયાનને લઈ ખુબ ઉત્સાહિત છીએ પણ આ સાથે સફળ લેન્ડિંગ માટે ચિંતિત અને તણાવગ્રસ્ત પણ યુએઈ વૈજ્ઞાનિકો

સંપૂર્ણ બ્રહ્માંડમાં પૃથ્વી જ એક માત્ર એ ગ્રહ છે જયાં જીવન શકય છે. આ ‘નીલાગ્રહ’ સિવાય પણ માનવજીવન સંભવ બનાવવા તરફ વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ સતત પ્રયત્નો કરતા રહે છે. એમાં પણ ખાસ ઉત્સાહ અને રોમાંચક ઉભો કરનાર ગ્રહ છે. મંગળ, જે પૃથ્વીથી 22.50 કરોડ કિલોમીટર દૂર છે. લાલગ્રહ તરીકે જાણીતા આ મંગળગ્રહ પર ‘મંગલ’ રીતે પહોચવું ઘણું મુશ્કેલ છે.ત્યારે આગામી દસ દિવસમાં ત્રણ સ્પેસક્રાફટ મંગળ પર ત્રાટકવાના છે. આપ્રક્રિયાને લઈ વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ, આતુરતાની સાથે ગભરાહટ અને ભય પણ છવાયો છે. કારણ એવું પ્રથમવાર બનવા જઈ રહ્યું છે કે, 10 દિવસના ટુંકાગાળામાં લાલગ્રહ પર એક સાથે ત્રણ ગ્રહ ઉતરવાના હોય. લાખો માઈલ દૂર અંતરીક્ષમાં ફરી એક વખત ઐતિહાસીક ઘટના ઘટવાની છે. મંગળ પર ઉતરનારા ત્રણ અવકાશયાનો કે જે સંયુકત આરબ અમીરાત, ચીન અને અમેરિકાની અવકાશ એજન્સી નાસા એમ ત્રરેયના એક એક છે. યુએઈનું સ્પેશક્રાફટ આવતીકાલે મંગળની સપાટી પર ઉતરાણ કરશે જયારે તેના 24 કલાક પછી ચીનનું ઓર્બિટર રોવર કોંબો મંગળની યાત્રા કરશે. આ બંને દેશોનાં અવકાશયાનના લેન્ડિંગનાં એક અઠવાડિયા પછી નાસાનું રોવર કોસ્મિક કેબૂઝ 18 ફેબ્રુઆરીએ મંગળ પર ઉતરાણ કરશે જે લાલગ્રહની માટી, ખડકોનાં નમૂના એકત્ર કરી પૃથ્વી પર પરત ફરશે. અંતરીક્ષના આ ત્રણેય યાનનો ઉદેશ્ય એક જ છે. કે, મંગળ ગ્રહ પર જીવન શકય છે કે કેમ?? તેની શોધખોળ કરવી.

મંગળ પર અવકાશયાન ઉતારનાર દેશોની હરોળમાં યુએઈ અને ચીન નવા દેશો છે. આ બંને દેશોએ અગાઉ ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તે તમામ અસફળ રહેલા. રશિયાની મદદથી વર્ષ 2011માં ચીને પ્રથમ વખત મંગળ પર અંતરીક્ષયાન પહોચાડવાનો પ્રયાસ કર્યો હતો. જે નાકામયાબ રહેલો. તો બીજી તરફ યુએઈ દ્વારા પ્રથમ વખત મંગળ પર અંતરીક્ષયાન મોકલાયું છે. આ સંદર્ભે યુએઈના મંગળ અભિયાનનાં પ્રોજેકટ મેનેજર ઓમરાન શરાફે કહ્યું કે, અમે ખુશ છીએ પરંતુ આ સાથે ચિંતિત અને તણાવમાં પણ છીએ અમને આશા છે કે, ગલ્ફ દેશનું આ અવકાશયાન સફળ રીતે લેન્ડીંગ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.