Abtak Media Google News

 

અબનક, જીજ્ઞેશ પટેલ, માણાવદર

માણાવદર તાલુકાના 55 ગામડાઓ અને બે શહેરો વચ્ચે આવેલ એકમાત્ર સરકારી હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર જ નથી મહિલા રોગના તબીબ ન હોવાથી પ્રસુતિ વખતે મહિલાઓને ખૂબ જ તકલીફ પડે છે. આ ઉપરાંત આ દવાખાનામાં બાળરોગ નિષ્ણાંત તેમજ હાડકાના સર્જનની જગ્યાઓ પણ ખાલી પડી છે આ ખાલી પડેલી જગ્યાઓ ઉપર તાત્કાલિક ડોક્ટરોની નિમણુક કરવા માટે શ્રી રાજપૂત કરણી સેનાના માણાવદર તાલુકાના પ્રમુખ મહેન્દ્રસિંહ ચુડાસમાએ આરોગ્ય મંત્રીને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે

રાજપૂત કરણી સેનાના પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રીને લેખીત રજુઆત

માણાવદર શહેરમાં 55 બેડની સિવિલ હોસ્પિટલ આવેલી છે અને આ હોસ્પિટલમાં ડોક્ટરોના મંજુર થયેલ મહેકમ પૈકીની ઘણી જગ્યાઓ ખાલી છે તેમજ માણાવદર તાલુકા અને આજુબાજુના વિસ્તારમાં તાત્કાલિક સારવાર માટેની આ એક જ હોસ્પિટલ આવેલી હોય માણાવદર અને બાટવા શહેર તથા આસપાસના 50 જેટલા ગામડાઓના લોકોને ડોક્ટર ન હોવાથી સમયસર સારવાર મળી શકતી નથી તેમજ પ્રસુતિના કેસો, અકસ્મતના કેસો જૂનાગઢ શહેરમાં રીફર કરવામાં આવે છે મહેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું છે કે 55 બેડની હોસ્પિટલ હોવા છતાં ડોક્ટરો ન હોવાથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘણાં જ બોજ સહન કરવા પડે છે.અને બહારગામની હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે જે મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં જેથી માણાવદર સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ડોક્ટરોની નિમણુક કરવા માંગ કરી છે

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.