જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં શિક્ષણના નામે વેપલા સામે હોબાળો

ચોપડા અને યુનિફોર્મની લૂંટ ચલાવતી હોવાની વાલીઓની રાવથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં કાર્યકર્તાઓનો હોબાળો

રાજ્ય સરકારે ખાનગી શાળાઓ દ્વારા ફીની ચલાવાતી ઉઘાડી લૂંટને બંધ કરવા કાયદો ઘડ્યો છે. પરંતુ સ્કૂલ સંચાલકોને કાયદાનો જરાપણ ડર ન હોય તેમ આજે સ્કૂલો શરૂ થતાની સાથે જ જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ દ્વારા શાળામાંથી જ પાઠ્ય પુસ્તકો ખરીદવાનું કહેવામાં આવેલ હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં કાર્યકર્તાઓ સ્કૂલ કેમ્પસમાં સદ્બુદ્ધિ યજ્ઞ કરે એ પહેલાં પોલીસે અટકાયત કરી હતી

બનાવની વિગતો મુજબ ત્રણ દિવસ પહેલા જેતપુર ધોરાજી હાઇવે ઉપર આવેલ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં શિક્ષણના નામે વેપલો ચલાવી રહ્યા છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા વેચવામાં આવે છે અને યુનિફોર્મ પણ જે સ્કૂલ દ્વારા નક્કી કરવામાં આવે છે તે ફરજિયાત લેવાનું સેન્ટ ફ્રાન્સિસ મેનજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. જેના પગલે વાલીઓએ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં કાર્યકર્તાઓ સ્કૂલે પહોંચી ત્રણ દિવસ પહેલા હોબાળો મચાવ્યો હતો.વિરોધ નોંધાવી ત્રણ દિવસનું સ્કુલને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ચોપડા તેમજ યુનિફોર્મની જાહેરાત પાછી લેવામાં

પરંતુ આજે અલ્ટીમેટમ પૂરું થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે પહોંચ્યા હતા.અને સ્કૂલ કેમ્પસમાં સદબુદ્ધિ યજ્ઞ કરે એ પહેલા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પોલીસ ને બોલવામાં આવી હતી અને તમામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી જેથી આ અટકાયતમાં પોલીસ સાથે કાર્યકર્તાઓનું ઘર્ષણ સામે આવ્યું હતું. આ ઘર્ષણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓનાં શર્ટ પણ ફાટ્યા હતા આખરે તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી જેતપુર સિટી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.