Abtak Media Google News

ખેત ઉત્પાદન વધારવાનો, મગફળીના પાકમાં પડતી જીવાત હટાવવાનો અકસ્માતથી બચાવતો, પર્યાવરણ પ્રદુષણને નિયંત્રણ કરવાનો અને ઓટોમેટીક ફલર્ડ બેરિયર જેવા પ્રોજેકટો વિદ્યાર્થીઓએ રજુ કર્યા

વીવીપી એન્જીનીયરીંગ કોલેજ દ્વારા ધો.૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ તથા વાલીઓને એન્જીનીયરીંગની વિવિધ શાખાઓ વિશે લાઈવ પ્રોજેકટ મારફત માર્ગદર્શન આપવાના હેતુથી ‘એન્જીનીયરીંગ દર્પણ-૨૦૧૭’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવા પ્રોજેકટો બનાવવામાં આવ્યા હતા.

જે અંગે બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટના હેડ પ્રો.ધર્મેશ સૂરે જણાવ્યું હતું કે, પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે ત્યારે ખેતી વિષયક જે ગ્રીન હાઉસ અસર છે તે પરથી બનાવામાં આવ્યું છે. ત્યારે ખેતીમાં પાકનું ઉત્પાદન વધારવા માટે આ કોન્સેપ્ટ લીધેલ છે.

એક કંટ્રોલ ‚મમાં વાતાવરણમાં ઝાડ, રોપાનું ભેજનુ પ્રમાણ અને તાપમાન જળવાય રહે તે માટે પ્રતિકૃતિ રજુ કરી છે.

ઓછી જમીન ઓછા સમયમાં વનસ્પતિને વધુ ઉગાડી પાક સારી રીતે મેળવી શકાય છે. ખાસ કરી સૌરાષ્ટ્રમાં કાળી માટી, ચીકણી માટીમાં ઉપયોગી થઈ શકે છે.

નેનો ટેકનોલોજી વિભાગના ડો.જયસુખ મારકણાએ જણાવ્યું હતું કે અમે ત્રણ પ્રોજેકટ રજુ કર્યા છે. તેમાનો એક જે હાલ ગુજરાત સરકારનો મુંઝવતો પ્રશ્ર્ન મુંડા જે ખેડૂત વર્ગને મુંજવે છે મગફળી જેવા પાકમાં જીવાત પડે છે. જેના કારણે ૫૦-૬૦ ટકા પાક નાશ પામે છે. તેના ઉપાય માટે બાયોલોજીક કોન્સેપ્ટથી દવા બનાવેલ છે. તે જંતુનાશક દવા તરીકે અને પાકમાં વધારો કરવા માટે પણ ઉપયોગી છે. ૧ વર્ષના અંતે આ પ્રોજેકટ તૈયાર થયેલ છે. બધા જ પ્રોજેકટ માટે ૨૦ હજારનો ખર્ચ થયો પરતુ બધો જ ખર્ચ કંપનીએ ભોગવેલ છે. કોમ્પ્યુટર એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટના ડો.તેજસ પાટલીયાએ જણાવ્યું હતું કે અમે ત્રણ પ્રોજેકટ બનાવેલ છે.

જેમાનો એક એપ્લીકેશન દર્શાવતો પ્રોજેકટ છે. આ સોશિયલ મીડિયા કવર કરતો પ્રોજેકટ છે. જે લાઈવ પ્રોજેકટ છે. આ પ્રોજેકટ દરેક સ્માર્ટ ફોન અને આઈઓએસ એપલમાં ઉપયોગી થઈ શકે છે. વિદ્યાર્થી અને બધા જ લોકોને ઉપયોગ થઈ શકે છે.

રાસબરી પાઈ આરડિઓકિટ વિશ્ર્વમાં મોટાભાગે વપરાતી હાર્ડવેર કિટ છે. આરડિઓ અને રાસબરી પાઈ જે કિટ છે તેની સાથે કોમ્યુનીકેટ કરી હાર્ડવેર કમ સોફટવેર પ્રોજેકટ તૈયાર કરેલ છે. જે કોઈ પણ વ્હીકલમાં ફીટ થઈ શકે છે અને અકસ્માતથી બચાવી શકે છે.

કેમીકલ એન્જીનિયરીંગ વિભાગના ડો.પિયુષ વાંજારાએ જણાવ્યું હતું કે અમે પર્યાવરણ પ્રદુષણને નિયંત્રણ કરવા માટેનો પ્રોજેકટ, જેતપુર અને મોરબીના સિરામિક યુનિટના જે પર્યાવરણના પ્રશ્ર્નો છે તે નિવારવા માટેનો પ્રોજેકટ અને સિલિકેટસ નિવારણ માટે અને પ્રદુષણ ઓછુ કરવા માટેનો પ્રોજેકટ બનાવ્યો છે. ઈલેકટ્રોપ્લેટીંગમાં નિકલ, સિલ્વર આબધુ વધતુ હોય છે ત્યારે ઈવેસ્ટનો ઉપયોગ કરી આ બધુ ફરી ઉપયોગ કરી શકાશે.

કોમ્પ્યુટર એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટના પ્રો.ગીરીશ મુલચંદાણીએ જણાવ્યું હતું કે, એન્ડ્રોઈડ એપ ડેવલોપ કરવા માટે અમને જવાબદારી મળી હતી. આ એપ ગુજરાતમાં સૌપ્રથમવાર લોન્ચ થઈ છે. જેની અંદર ટોટલ ૯ ડિપાર્ટમેન્ટની માહિતી આપેલ છે. આ એપ ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીને માહિતી પુરી પાડે છે. જે ફીમાં ડાઉનલોડ કરી શકાય છે. ગુગલે આ એપ ૧૫ મિનિટમાં જ પબ્લીશ કરી આપેલ છે. આ એપમાં ભવિષ્યમાં બીજા ડિપાર્ટમેન્ટ પણ ઉમેરાશે.

ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ હેડ ડો.ચાર્મી પટેલે જણાવ્યું હતું કે, અમારો પ્રોજેકટ એર સરવાઈલન્સ સિસ્ટમમાં ઉપયોગી પ્રોજેકટ છે.

પ્રોજેકટ બોલ જે દિશામાં મુમેન્ટ કરે છે તે જ દિશામાં પિકસલ સોફટવેરથી બનાવેલ છે. તેમાં રોબર્ટની મુમેન્ટ એજ રીતે થાય છે.

આ ઉપરાંત હાઈલાટ ફોર્મ માટે જણાવે છે. ફાસ્ટ એન્ડ ફયુરીયસ-૭માં આ પ્રકારના રોબર્ટનો ઉપયોગ દર્શાવેલ છે. તે પરથી આ રોબર્ટ બનાવેલ છે.

ડો.ચિરાગ વિભાકર ઈલેકટ્રોકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ હેડ ડો.ચિરાગ વિભાકરે જણાવ્યું હતું કે, અમે ઓટોમેટિક ફલર્ડ બેરિયર બનાવેલ છે.

બંગાળ, ઓરિસ્સા જેવા રાજયમાં ફલર્ડ આવતી હોય છે અને આ ફલર્ડના કારણે ખુબ નુકસાન થતું હોય છે. આ માટે વિદ્યાર્થીઓએ બેરિયર બનાવ્યું છે કે જયારે પુર આવે ત્યારે ઓટોમેટીક બેરિયર બંધ થઈ જાય છે અને સિગ્નલ મળી જાય છે.

મોદી સ્કૂલના સાયન્સ વિભાગના ધો.૧૨ના વિદ્યાર્થી અભિજિત ભટ્ટીએ જણાવ્યું હતું કે અમને તમામ ડિપાર્ટમેન્ટની માહિતી મળી રહે તે હેતુથી અમે અહી ઉપસ્થિત રહ્યા છીએ. મને ઈલેકટ્રોનિક કોમ્યુનિકેશનનો પ્રોજેકટ સૌથી આકર્ષિત લાગ્યો હતો. ભવિષ્યમાં આ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.