Abtak Media Google News

 

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીનો નિર્ણય

 

અબતક-રાજકોટ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે હજી દૈનિક 9 હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. રાજ્યની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂ5ેન્દ્રભાઇ પટેલ દ્વારા ધોરણ 1 થી 9ના વર્ગો આગામી શનિવાર અર્થાત્ પાંચમી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે ત્યારબાદ જે-તે સમયની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ઓફલાઇન વર્ગો શરૂ કરવા કે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી પાંચ ફેબ્રુઆરી વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્ય રક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.

આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતુંતેમણે  એમ પણ કહ્યું કે  રાજ્ય સરકાર  હવે તારીખ 5 ફેબ્રુઆરી એ સ્થિતિની પુન: સમીક્ષા કરીને  શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે.

કોર કમિટીની આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.