Abtak Media Google News

બાર સાયન્સ પછી ગ્રુપવાઇઝ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશના કારણે એન્જીનીયરીંગ કોલેજોમાં સતત વિઘાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે વીવીપી ટ્રસ્ટી અને રાજયસભાના પૂર્વ સાંસદ લલીતભાઇ મહેતાએ એન.આઇ.સી.ટી.ઇ. ના સતાવાળાઓને એન્જીનીયરીંગ કોલેજોના ઘટતા એડમીશન અને પરિસ્થિતિની વિસ્તાર પૂર્વક રજુઆત કરી નિયમો ફેરવવા રજુઆત કરતા હવે 1ર સાયન્સના બી ગ્રુપના વિઘાર્થીઓ માટે એન્જીનીયરીંગ દરવાજા ખુલ્યા છે.

ધોરણ 12 સાયન્સના ‘એ’ અને ‘બી’ બન્ને ગ્રુપના વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ માં એડમિશન લઈ શકશે. એન્જીનીયરીંગ કોલેજમા જે બ્રાંચની જેટલઈ સીટ એડમિશનમાં ભરાઈ એ પ્રમાણે જ (ફેકલ્ટી) શિક્ષક રાખવાની વ્યવસ્થાને મંજુરી

સૌરાષ્ટ્રની સર્વપ્રથમ સ્વનિર્ભર વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજે આઈ.એસ.ટી.ઈ.તરફથી બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજનો એવોર્ડ મેળવી, ગુણવત્તામાં કોઈપણ પ્રકારનાં બાંધછોડ કર્યા વગર કાર્ય કરવાના કારણે જ હાલમાં જ આંતર રાષ્ટ્રીય માપદંડ અનુસાર કાર્ય કરતી સંસ્થા નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશન દ્વારા  એક સાથે ચાર બ્રાંચ કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન એન્જીનીયરીંગ, ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ, અને સીવીલ એન્જીનીયરીંગ માં ગઇઅ એક્રેડીટેશન મળ્યુ છે.

વી.વી.પી. ટ્રસ્ટી પૂર્વ સાંસદ લલીતભાઇ મહેતાની રજુઆત ફળી નિયમો હળવા થતાં સંચાલકોને રાહત

એન્જીનીયરીંગ શિક્ષાણ સાથે સંકળાયેલ સંસ્થાઓઆ પ્રમાણે કાયમી ચાલે તે માટે વી.વી.પી. દ્વારા ઓલ  ઇન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનીકલ એજયુકેશનને (એ.આઈ.સી.ટી.) રજુઆત કરવામાં આવી હતી કે AICTEના નિયમો મુજબ હાલમાં એન્જીનીયરીંગ કોલેજની બ્રાંચમાં ઈનટેક પ્રમાણે શૈક્ષાણીક સ્ટાફ રાખવાનો નિયમ ર0:1 એટલે કે ર0 વિદ્યાર્થીઓ દીઠ 1 શિક્ષક રાખવાનો છે. પરંતુ હાલમાં ‘એ’ ગ્રુપમાં ઉતરોત્તર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા અને ‘બી’ ગ્રુપના વિદ્યાર્થીઓને અમુક એન્જીનીયરીંગ બ્રાંચમાં જ પ્રવેશ આપવાના નિયમો હોવાથી  એન્જીનીયરીંગમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબજ ઘટી ગયેલ છે.

આ પરિસ્થિતીમાં સારી સંસ્થાઓ બંધ ના થાય તે માટે ધોરણ 1ર સાયન્સના ‘એ’ અને ‘બી’ બન્ને ગ્રુપના વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ માં એડમિશન લઈ શકે અને ભરાયેલી સીટો પ્રમાણે શિક્ષકો પણ રાખી શકાય તે બાબતે વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટી અને રાજયસભાના ભૂતપૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા દ્વારા AICTEને ્ર રજુઆત કરવામાં આવી હતી જેમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયની બધી એન્જીનીયરીંગ કોલેજની એડમિશનની પરિસ્થિતી ઉતરોત્તર ઘટતા જતા ‘એ’ ગુપ્રના વિદ્યાર્થીઓની સંખ્યા વિગેરેની માહિતી AICTE ને આપવામા આવેલ તથા રજુઆત કરવામાં આવેલ હતી કે એન્જીનીયરીંગ પ્રવેશ માટે ‘એ’ તથા ‘બી’ ગ્રુપ બન્ને ગ્રુપના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજુરી આપવી જોઈએ

વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતાની આ રજુઆતને અઈંઈઝઊ ની ઓથોરીટી દ્વારા સ્વીકાર કરવામાં આવી છે અને આવનાર સમયમાં એડમિશનના નિયમો તથા અઈંઈઝઊ ની એપ્રુવલ પ્રોસેસ હેન્ડબુક વર્ષ  ર0ર3-ર4માં અને નેશનલ એજયુકેશન પોલીસી-ર0ર0  અંતગર્ત સ્ટુડન્ટ-ફેકલ્ટી રેશિયો (SFR) માં પણ ફેરફાર વિચારણા કરી અમલ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.