Abtak Media Google News

પીજીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીને કોરોના પોઝીટીવ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મદદરૂપ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પી.જી.ની ચાલુ પરીક્ષામાં તા. ૮-૮-૨૦૨૦  ના રોજ પી.જી. ની પરીક્ષા આપનાર એક વિદ્યાર્થીનીને કોરોના પોઝીટીવ આવતા ત્વરીત કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી વિદ્યાર્થીનીનો સંપર્ક સાધી વિદ્યાર્થીનીની તબીયત અંગે જાણકારી મેળવી હતી. કુલપતિએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીની તબીયત હાલ સ્થિર હોવાથી સમરસ હોસ્ટેલમાંથી રજા આપી હોમ કોરોન્ટાઈન કરાઈ છે અને હાલ વિદ્યાર્થીનીને અન્ય કોઈ સીમટમ્સ દેખાતા નથી. ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીએ આ અંગે તાત્કાલિક માહિતી મેળવી હતી અને વિદ્યાર્થીનીને કોરોનાની સારવારઅર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મદદરૂપ થશે તેમ જણાવેલ હતું.

કુલપતિ તથા ઉપકુલપતિએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વિદ્યાર્થીનીની સાથે છે અને વિદ્યાર્થીઓને ચિંતામુક્ત રહેવા સૂચન કરેલ છે. પરીક્ષા મેડીકલ સમિતિના ચેરમેન અને સિન્ડિકેટ સભ્ય ડો. ભાવીનભાઈ કોઠારી એ વિદ્યાર્થીની સાથે વાત કરી તબિયતના સમાચાર પુછયા હતા.

પરીક્ષા આપનાર કોઈ વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરુર નથી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે એમ કુલપતિ-ઉપકુલપતિએ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે, જો કોઈ પરીક્ષા આપતા

વિદ્યાર્થીને ૧૪ દિવસમાં કોરોના આવશે તો તેની સારવારનો ખર્ચ યુનિવર્સિટી આપશે. જે અન્વયે ૮ તારીખનાં રોજ એક વિદ્યાર્થીનીને પરીક્ષા દેતી વખતે કોરોના પોઝીટીવ આવતા તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સહાય આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.