Abtak Media Google News

કેશોદથી પાણકવા જતી એસટી બસનો રૂટ વધારી જાનેરી અને ધુંમટી ગામનો સુધી કરી દેવાતાં ભાડું ડબલ કરી દેવામાં આવ્યું હતું. એસટી બસના કન્ડકટરે કાયમી અપડાઉન કરતાં વિદ્યાર્થીને જણાવી દીધું કે હવે પાસ નહીં ચાલે ત્યારથી અપડાઉન કરનારા વિદ્યાર્થીઓ રઝડી પડ્યાં હતાં.

Screenshot 3 9

આમ પાસ હોવા છતાં જેમણે મુસાફરી કરવી હોય તેને ડબલ ભાડું આપી મુસાફરી કરવી પડતી હતી. આથી વિદ્યાર્થીઓમાં પાસ આપી એસટી તંત્ર તેની સાથે છેંતરપીંડી કરાતો હોવાનો રોષ જોવા મળ્યો હતો.

Unnamed File

આ અંગે કેશોદ એસટી વિભાગના ડેપો મેનેજર સુધી ફરીયાદ પહોંચતાં તેમણે જિલ્લા નિયામકને ફોન કરી યોગ્ય કરવા રજૂઆત કરી હતી.

Screenshot 2 9

જેના પગલે ડેપો મેનેજરે પાસને રિવાઈઝ કરી આપવો અને જ્યાં સુધી પાસ રિવાઈઝ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીને ચાલું પાસ પર મુસાફરી કરવા દેવા નિર્ણય લેવાયો હતો. એસ ટી તંત્રના આ નિર્ણયથી અપડાઉન કરતાં વિદ્યાર્થીઓની સમસ્યાઓને સુખદ અંત આવ્યો હતો.

Screenshot 1 16

 

હવે જયારે પ્રવર્તમાન સરકાર વિદ્યાર્થીઓના ભણતર માટે ચિંતીત છે ત્યારે દુર થી મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને મુસાફરી કરવા આર્થીક પ્રોત્સાહન આપવાની જગ્યાએ તેમની સાથે દુરવ્યવહાર થતો હોવાના ધેરા પ્રત્યાધાત પડ્યાં હતાં. જો કે આખરે સમાધાન થતાં વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.