Abtak Media Google News

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા અમૃતકાળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક એવી જાહેરાતો કરવામાં આવી કે જેનાથી સામાન્ય માનવીઓ ના ખિસ્સા પર બોજ ન પડે . મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહતવ્નું માનવામાં આવે છે. વિશ્વના મોટા અર્થતંત્રોની ગતિ ધીમી પડી છે અને સંભવિત મંદીમાં ધકેલાઈ રહી છે તેવા સમયે ભારતનું વર્ષ 2023-24નું પ્રજાલક્ષી બજેટ રજૂ થયું હતું. આમ વિશ્વની તમામ નજર મોદી સરકારના બજેટ પર જ જોવા મળી રહી છે.

* કેન્દ્રિય બજેટ 2023માં 157 નવી નર્સિંગ કોલેજ ખોલવાની ઘોષણા કરી.

*બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવશે.

*શિક્ષકો માટે શ્રેષ્ઠ સંસ્થા શરૂ કરવામાં આવશે

*એક લાખ પ્રાચીન પુરાલેખોનું ડિજિટલાઇઝેશન કરવાની ઘોષણા કરી

*ઇનોવેશન અને રિસર્ચ માટે નવી રાષ્ટ્રીય ડાટા શાસન નીતિ બનશે

*રાજ્યોને પંચાયત અને વોર્ડ સ્તરે લાઇબ્રેરી સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

*47 લાખ યુવાનોને નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રોત્સાહન યોજનાનો લાભ

*30 સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે

વ્યાપાર ક્ષેત્ર માટે બજેટ ફુલ ગુલાબી

What Is Business Analytics And Why You Need It For Success

*કારીગરો અને શિલ્પકારો માટે પીએમ વિશ્વ કર્મા કૌશલ સન્માન પેકેજની જાહેરાત.

*વ્યવસાય શરૂ કરવા માટે પાન કાર્ડ મુખ્ય આધાર રહેશે

* લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે માટે લોન ગેરંટીની નવી યોજના.

*કાપડ અને કૃષિ સિવાયના સામાન પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 21% થી ઘટાડીને 13% કરવામાં આવી.

*ગિફ્ટ આઈએફએસસી વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં ભરવામાં આવશે.

*કાપડ અને કૃષિ સિવાયની વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવામાં આવી.

*3 કરોડનું ટર્નઓવર ધરાવતા માઈક્રો ઈન્ડસ્ટ્રીઝને ટેક્સમાં છૂટ આપવામાં આવશે.

*સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે આવકવેરા લાભ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

* માથાદીઠ આવક બમણીથી વધીને 1.97 લાખ રુપિયા થઈ. આ 9 વર્ષોમાં, ભારતીય અર્થતંત્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પ્રસ્થાપિત થયું

મહિલા સન્માન બચત પત્ર યોજના લાગુ થશે, જેમાં 2 લાખની બચત પર 7.5% વ્યાજ મળશે

બજેટ ભાષણમાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વરિષ્ઠ નાગરિક બચત ખાતામાં રોકાણની મર્યાદા અગાઉની સરખામણીએ બમણી કરી છે. એટલે કે આવા લોકો હવે 4.5 લાખની જગ્યાએ વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકશે.

એટલું જ નહીં, નાણામંત્રીએ મહિલાઓ માટે વિશેષ યોજના લાવવાની પણ જાહેરાત કરી છે. આ યોજનાનું નામ મહિલા સન્માન બચત પત્ર યોજના છે.

જેમાં મહિલાઓને 2 લાખની બચત પર 7.5% વ્યાજ મળશે. વરીષ્ઠ નાગરિકો અને મહિલાઓ વધુને વધુ બચત કરે અને સારું જીવન જીવે તે માટે આ રાહત આપવામાં આવી હોવાનું સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.