Abtak Media Google News

તા.૧૪મીએ વિશ્ર્વમાં રોમાંચકારી અવકાશી ખગોળીયા ઘટના, વિશ્ર્વના અમુક પ્રદેશોમાં ખગ્રાસ બાકીના પ્રદેશમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે

આ ગ્રહણ અદભૂત અલૌકિક અને જીંદગીનો યાદગાર પ્રસંગ છે: જયંત પંડયા

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં સોમવાર તા. ૧૪-૧પ મી ડીસેમ્બરે અમુક દેશો-પ્રદેશોમાં ખગ્રામ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભુત અવકાશી  નજારો જોવા મળવાનો છે. વિશ્ર્વના વૈજ્ઞાનિકોએ મનવ કલ્યાણકારી સંશોધનો માટે પોતાનું નિયત સ્થળની પસંદગી કરી લીધી છે. આ ગ્રહણ ચીલી, આર્જેનટીના, દ. પેસીફીક મહાસાગર, દ. એટલાંટીકમાં ખગ્રામ સૂર્યગ્રહણ દેખાશે, એન્ટાર્કટીકા, પેસીફીક મહસાગર, દ. અમેરિકામાં દક્ષિણ ભાગમાં ખંડગ્રાસ દેખાશે. ભારત જન વિજ્ઞાન જાથાઓ દેશભરમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજ સાથે સદીઓ જુની ગેરમાન્યતાઓના ખંડન કાર્યક્રમોનું આયોજન કરેલ છે. કોરોનાના કારણે મર્યાદીત સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે.

ભૂમંડલે ભારતીય ગ્રહણ મુજબ ગ્રહણ સ્પર્શ: ૧૯ કલાક ૦૩ મીનીટ ૩૯ સેક્ધડ, ગ્રહણ સંમીલન ૨૦ કલાક ૦૨ મીનીટ ૧૬ સેક્ધડ, ગ્રહણ મઘ્ય ર૧ કલાક ૪ર મીનીટ ૧ર સેક્ધડ, ગ્રહણ ઉન્મીલન ૩ કલાક ર૪ મીનીટ ર સેક્ધડ, ગ્રહણ મોક્ષ ર૪ કલાક ૨૨ મીનીટ ૫૦ સેક્ધડ, પરમ ગ્રાસ ૧.૦૨૫ રહેશે. વિશ્ર્વના પ્રદેશોમાં ગ્રહણ આશરે પ કલાક ૧૯ મીનીટનું રહેશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ભારતમાં ખગ્રામ કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળવાનું નથી. વિશ્ર્વના અમુક દેશ-પ્રદેશોમાં આશરે સવા પાંચ કલાક સુધી ગ્રહણનો અવકાશી નજારો આબેહુબ જોવા મળવાનો છે. આ ગ્રહણ અદભુત અલૌકિક છે. જીંદગીનો યાદગાર પ્રસંગ છે. માનવ જાતે વિજ્ઞાન ઉપકરણથી જોવા લાયક નજારોછે.  ગ્રહણની અસરો, પશુ, પંખી, પક્ષી અને તેની ગતિવિધિ સાથે સાર્વત્રિક અભ્યાસ કરશે. વિશ્ર્વ આખુ તા.૧૪મી એ ટી.વી. માં ગ્રહણ સંબંધી વિસ્તૃત માહીતી આપશે. ઘર બેઠા નજરે ગ્રહણ જોઇ શકાય છે.

રાજયમાં જાથાની શાખાઓમાં ગ્રહણની વૈજ્ઞાનિક  સમજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મર્યાદીત સંખ્યામાં હોય આમંત્રિતો માટે જ રાખવામાં આવ્યું છે. વિશેષ જાણકારી માટે મો. નં. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.