Abtak Media Google News

તે 1934નું વર્ષ હતું સુભાષ ચંદ્ર બોસ તે સમયે ઓસ્ટ્રેલિયાની રાજધાની વિયેનામાં હતા.તે સમયે તેમની ઓળખ એક કોંગ્રેસના યોદ્ધોની હતી.સવિનય અવજ્ઞા આંદોલન સમયે જેલમાં સુભાષચંદ્ર બોસની ફેબ્રુઆરી 1932માં તબિયત બગડી.ત્યાર પછી બ્રીટીસ સરકારે તેમના ઈલાજ માટે તેમને યુરોપ મોકલવા માટે માની ગઈ હતી.પરંતુ આ ઈલાજનો ખર્ચ સુભાષચંદ્ર બોસના પરિવારે ભોગવાનો હતો.

વિયેના માં સારવાર સાથે સાથે તેમણે નક્કી કર્યું કે તેઓ યુરોપમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને  સ્વતંત્રતા યુદ્ધ માટે એકજૂટ કરશે. આ દરમિયાન તેમને એક યુરોપિયન પ્રકાશને ‘ધ ભારતીય સ્ટ્રગલ’ પુસ્તક લખવાનું કામ સોંપ્યું, જેના પછી તેમને એક સહયોગીની જરૂર પડી, જે અંગ્રેજી સાથે સાથે ટાઇપિંગ પણ કરી શકે સુભાષ ચંદ્ર બોસના મિત્રએ બે લોકોના રેફરન્સ આપ્યા.બોસને બંને ની માહિતીના આધારે તેમણે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા પરંતુ ઇન્ટરવ્યુ સમયે તેઓ સંતુષ્ટ થયા નહિ ત્યાર પછી બીજા ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા.

આ ઉમેદવાર 23 વર્ષની એમિલી શેંકલ હતી. શુભાષચંદ્ર બોસે આ ખુબ સુરત ઓસ્ટ્રેલિયન યુવતીને નોકરીએ રાખી લીધી.એમિલી જુન 1934થી  શુભાષચંદ્ર બોસની સાથે કામ કરવાનું શરુ કર્યું. 1934માં શુભાષચંદ્ર બોસ 37 વર્ષના હતા અને આ મુલાકાત પહેલા શુભાષચંદ્ર બોસ નું ધ્યાન પોતાના દેશને અંગ્રેજ લોકોના હાથમાંથી આઝાદ કરાવવાનું હતું.પરંતુ સુભાષચંદ્ર બોસને ખબર પણ ન હતી કે એમીલી તેના જીવનમાં એક તુફાન લઈને આવી ગઈ હતીં.

સુભાષચંદ્ર બોસના જીવનમાં પ્રેમનું તોફાન

સુભાષ ચંદ્ર બોસના મોટા ભાઈ શરત ચંદ્ર બોસના પોત્ર સુગત બોસ ને સુભાષ ચંદ્ર બોસના જીવન પર ‘હિજ મેજેસ્ટી અપૉન્ટ – સુભાષ ચંદ્ર બોસ એન્ડ ઇન્ડિયાઝ સ્ટ્રગલ અગેસ્ટ એમ્પાયર’ નામનું પુસ્તક લખ્યું છે. આમાં તેમણે લખ્યું છે કે એલીનીને મળ્યા પછી સુભાષના જીવનમાં નાટકીય પરિવર્તન આવ્યું.

સુગત બોસ મત અનુસાર આ પહેલા સુભાષ ચંદ્ર બોસ ને પેમ અને લગ્ન માટે કેટલીય ઓફર મળી હતી.પરંતુ તેને એકમાં પણ દિલચસ્પી બતાવી નહી પરંતુ એલીમીની ખુબસુરતીએ સુભાષ ચંદ્ર બોસ પર જાદુ કરી દીધું હતું.

સુભાષ ચંદ્ર બોસનો લખેલ પ્રેમ પત્ર

મુખર્જીએ લખ્યું છે કે, “સુભાષ અને એમિલીએ શરૂઆતથી જ સ્વીકાર કરી લીધા હતા. કે તેમના સંબંધ અત્યંત અલગ અને મુશ્કેલ રહેનારા છે એક બીજાને પત્રમાં એમિલી તેમને મિસ્ટર બોસ લખતા હતા, જ્યારે બોસ તેમને મિસ શેંકલ અથવા પર્લ શેંકલ. ”

આ હકિકત છે કે ઓળખાણ છુપાવવી બાધ્યતા અને સૈન્ય સંઘર્ષમાં યુરોપિયન દેશો મદદ માગવા માટે ભાગ-દોડ કરવા માટે સુભાષ ચંદ્ર બોસ પોતાના પ્રેમ ભર્યા સંબંધ સતર્ક રહેતા હતા.પરંતુ એમીલીને લઈને તેમની લાગણી કેવી હતી તે તેમના પત્ર દ્રારા જાણી શકાતી હતી. જેને આપ સુભાષ ચંદ્ર બોસનું લખ્યું લવ લેટર કહી શકો છો. સુભાષ ચંદ્ર બોસના લખેલા પ્રેમપત્ર કહી શકાય છે.

આ ખાનગી પત્ર પહેલા તો સુભાષ ચંદ્ર બોસના એમિલી લખાયેલા પત્રના સંગ્રહમાં શામેલ નતા. આ પત્રમાં એમીલી ને પોતેજ શરત ચંદ્ર બોસના પુત્ર શિષિર કુમાર બોસની પત્ની ક્રિષ્ના બોસને આપ્યા હતા . 5 માર્ચ, 1936 ના રોજ લખેલું આ પત્ર આ રીતે શરૂ થાય

માય ડાર્લિંગ, સમય આવતા હિમપ્રવાત પણ ઓગળે છે, એવો ભાવ મારી અંદર છે. હું તમને કેટલો પ્રેમ કરું છું, એ કહેવા માટે હું કંઇક  લખતા રોકી શકતો નથી.. જેમ આપણે એકબીજામાં કહીએ છીએ, માય ડાર્લિંગ, તમે મારા હૃદયની રાણી છો.પરંતુ તમે પણ મને પ્રેમ કરો છો. “.

તેમાં બોસ આગળ લખ્યું છે, “મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. કદાચ આખી જિંદગી જેલમાં રહેવું પડે, મને ગોળી મારે અથવા મને ફાસીએ લટકાવી દે.થઇ શકે કે હું તને ક્યારેય જોઈ શકું નહિ.પણ વિશ્વાસ કરોતમે મારા હદયમાં રહો છો. તમે મારા વિચારો અને મારા સપના રહેશે. જો આપણે આ જીવનમાં મળતા નથી તો પછી હું તમારી સાથે આગામી જીવનમાં રહીશ.”

હકીકત એ જ છે કે સુભાષ ચંદ્ર બોઝ અને એમીલી એક બીજાને બેપનાહ પ્રેમ કરતાં હતા. 1934 થી 1945 વચ્ચે બનેનો સાથ 12 વર્ષનો રહ્યો. અને બને સાથે 3 વર્ષથી ઓછું સાથે રહ્યા.

બનેના પ્રેમની નિશાની એટલે કે તેમની પુત્રી જેનો જન્મ 29 નવેમ્બર 1942ના રોજ થયો. જેનું નામ અનીતા રાખવામા આવ્યું. જેના લગ્ન ઈટલીના કર્નતિકારી નેતા ગૈરીબાલ્ડી સાથે થયા જે પતિ સાથે કેટલાક યુદ્ધમાં પણ સામેલ થઈ હતી.

એમીલી સુભાષની યાદોના સહારે 1996 સુધી જીવંત રહી ત્યારબાદ તેમનું મુર્ત્યુ થયું….તે દરમિયાન તેઓ જર્મનીના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી બન્યા હતા.

આ મુશ્કેલી ભર્યા સફરમાં સુભાષ ચંદ્રના પરિવારએ કોઈ પણ પ્રકારની મદદ લેવાથી ઇનકાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.