Abtak Media Google News

દિવસ દરમિયાન વીજ પુરવઠામાં વારંવાર વિક્ષેપ આવતા છતાં પાણીએ મોલ સુકાઇ રહ્યો હોવાની ચર્ચા

ખેડૂતોને ખેતી માટે સરકાર દ્વારા દિવસ દરમિયાન અપાતો વિજ પુરવઠો કે જેનો સમયમાં ફેરફાર કરી રાત્રી દરમિયાન ખેડુતોને ખેતી માટે વીજ પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવા નેશડા, સોયલ, નથુ વડલા, બારાડી, ગ્રામ પંચાયતો દ્વારા ધ્રોલ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં ચાર ગામના સરપંચોએ વિસ્તૃત છણાવટ કરી છે કે સરકાર દ્વારા ખેતી માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવે છે જેમાં વારંવાર રીપેરીંગ કામ કરવામાં આવતો હોવાથી પુરતો વીજ પુરવઠો દિવસ દરમિયાન મળતો નથી તેમજ દિવસ દરમિયાન મળતા વીજ પુરવઠામાં લાઇટના ઝટકા, ટ્રીપીંગ, આવતા હોવાથી છતાં પાણીએ મોલ સૂકાઇ રહ્યો છે.

કારણ કે ખેતીમાં સિંચાઇ માટેનું પાણી વ્યવસ્થીત  પહોંચી શકતું નથી અને આઠ કલાકની વિજળીમાં વારંવાર ટ્રીપીંગ આવવાથી પાક સૂકાઇ રહ્યો છે. આમ ખરી એસેસમાં આવતા રામપર બારાડી, બેરાજા, વાવડી વગેરેમાં સંયુકત વિજ પુરવઠાની લાઇન કે જે ખુબ જ લાંબી હોય તેમાં અનેક કનેકશનો આવેલા છે જેને ટુંકી કરવા પણ બારાડી ગ્રામ પંચાયતના સરપંચે  જણાવ્યું છે.

જયારે નેસડા ગામના સરપંચે કરેલી રજુઆતમાં સોયલ- નથુ વડલા, નેરસા, મજોઠ, વાંકીયા આમ પાંચ ગ્રામની સંયુકત વિજ લાઇન હોવાથી વિજ પુરવઠો પુરતો મળતો નથી આમ બારાડી- નેસડા સોયલ, નથુવડલા ગામોના સરપંચોએ વીજ તંત્ર ધ્રોલના નાકાઇને ખેડુતોને ખેતી માટે દિવસ દરમિયાન અપાતો વિજ પુરવઠો રાત્રીના સમયે મળે તેવી પુરતી વ્યવસ્થા તુરંત કરવી. કારણ કે દિવસ દરમિયાન અપાતા આઠ કલાક વિજ પુરવઠામાં વારંવાર વિક્ષેપ થતા છતાં પાણીએ ગામડાઓમાં મોલ સુકાઇ રહ્યો હોય રાત્રીના સમયે વીજ પુરવઠો આપવા રજુઆત કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.