Abtak Media Google News

જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર એકધારો વધતા જસદણ શહેરની સરકારી હોસ્પિટલના ઓક્સિજન સુવિધા વાળા 24 બેડ ના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાથી ફુલ થઈ જતા જરૂરીયાત વાળા અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સારવાર નહી મળતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને  નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ  પ્રમુખ મેહુલભાઈ એસ. સંઘવીએ જસદણ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એમ.બાવળીયાનો ટેલીફોનીક સંપર્ક કરીને જસદણ શહેર તેમજ પંથકની વાસ્તવિક વણસી રહેલી પરિસ્થિતિ ના ચિતારથી અવગત કરાવી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સુવિધા શરૂ કરાવવા રજૂઆત કરતા જસદણ શહેર તેમજ પંથકના દર્દીઓની ગંભીરતા સમજી કેબિનેટ મંત્રી બાવળીયાએ રાજકોટ કલેક્ટર સાથે વાત કરી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સેવા શરૂ કરવા ખાત્રી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.