Abtak Media Google News

કુલ 163 કેમ્પમાંથી અડધાથી વધુ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન: મહેસુલ કર્મીઓ દ્વારા લોકોને જાગૃત કરવાની સાથે વિવિધ પ્રકારની સમજણ આપીને હોંશભેર થતી કામગીરી

તાલુકા મામલતદારના તમામ કેમ્પ પૂર્ણ, પશ્ચિમમાં હવે એક જ કેમ્પ બાકી: દક્ષિણ અને પૂર્વમાં પૂરજોશમાં કેમ્પની કામગીરી ચાલુ

મંજુર થયેલી સુચીત સોસાયટીમાં મકાન ધારકોના હક, દાવા મંજુર કરવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જે કવાયત હાથ ધરવામાં આવી છે તે સરાહનીય રહી છે. તંત્રએ કુલ 163 જેટલા કેમ્પોનું આયોજન કર્યુ હતું. જેમાંથી અડધાથી વધુ સફળતાપૂર્વક સંપન્ન થઇ ચુકયા છે. હાલ મહેસુલ કર્મીઓ દ્વારા લોકોને જાગૃત કરવાની સાથે વિવિધ પ્રકારની સમજણ આપીને હોંશભેર  કામગીરી થઇ રહી છે જો કે  તાલુકા મામલતદારના તમામ કેમ્પ પૂણ થઇ ચુકયા છે જયારે  પશ્ર્ચીમમાં હવે એક જ કેમ્પ બાકી રહ્યો છે. દક્ષિણ અને પૂર્વમાં પૂરજોશમાં કેમ્પની કામગીરી ચાલુ છે.

દક્ષિણ મામલતદાર વિસ્તારમાં તા.16 એ હિમાલય સોસાયટી, ન્યુ ખોડીયાર સોસાયટી, 1,ર,3, નુતન આદિવાસી, ગેલ આઇ.સો, ખોડીયારનગર, હરિદ્વાર સોસાયટી, ભવનાથ પાર્ક-1, પરમેશ્ર્વર  સોસાયટી, રામેશ્ર્વર સોસાયટી, ગીરનાર સોસાયટી, વિશ્ર્વનગર સોસાયટી, ચામુંડા સોસાયટી, શ્રીજી સોસાયટી, સદગુરુનગર અને ન્યુ રાજદીપ સોસાયટી ખાતે કેમ્પ યોજાયો.

તા.17 ના રોજ શીવપાર્ક, ન્યુ ખોડીયાર સોસાયટી, પંચનાથ સોસાયટી, ન્યુ ગોપાલ પાર્ક, ગુલાબનગર, પરમેશ્ર્વર , ન્યુ પરમેશ્ર્વર, રામેશ્ર્વર સોસાયટી, ચામુંડા સોસાયટી, રજત સોસાયટી અને શ્રઘ્ધા પાર્ક ખાતે તેમજ તા.18 ના રોજ બજરંગ અને મંગલમ સોસાયટી,

ન્યુ લક્ષ્મીનગર, પંચનાથ સોસાયટી, માટેલ સોસાયટી, ન્યુ રામેશ્ર્વર સોસાયટી, યોગેશ્ર્વર સોસાયટી, રામેશ્ર્વર સોસાયટી, ચામુંડા સોસાયટી, શ્યામ પાર્ક, તા.19 ના રોજ ન્યુ સત્યમ પાર્ક, ત્રીમૂર્તિ પાર્ક, પ્રિયદર્શન, આકાશદીપ, અટીકા ઇન્ડસ્ટ્રીયલ, રામેશ્ર્વર, ન્યુ જલારામ, ચંદ્રેશનગર સોસાયટી તા.ર0 ના રોજ નાગબાઇ, સુભાષનગર, ભકિતધામ, સ્વામીનારાયણ પાર્ક, ગોપવંદના, ન્યુ જલારામ, રાઘેશ્યામ તથા તા.ર1ના રોજ જલારામ, સુભાષનગર બી, ભરતવન, ક્રિષ્ના પાર્ક, અયોઘ્યા, પુનમ સોસાયટી તથા તા. રર ના રોજ રિઘ્ધિ સિઘ્ધિ, જમનાનગર સોસાયટીમા કેમ્પ યોજાશે.

પશ્ર્ચીમ મામલતદાર કચેરીનાં વિસ્તારમાં મોટાભાગની સોસાયટીઓ દ્વારા અરજી મળી ગઇ હોય માત્ર કાલે તા.16 ના રોજ ગોપાલનગર અને ગોવિંદનગર સોસાયટીમાં જ કેમ્પ  યોજાશે.

પૂર્વ મામલતદાર વિસ્તારમાં તા.16 ના રોજ મારૂતિનગર સોસાયટી એફ.પી. 115, 119 અને 121, રાજારામ સોસાયટી એફ.પી. 56 અને પ7, ખોડીયારપાર્ક-4, ત્રિવેણી, નાડોદાનગર, તા. 17 ના રોજ રઘુનંદન, રાજારામ સોસાયટી એફ.પી. 77, ભગવતી પાર્ક, ન્યુ ગાંધી સ્મૃતિ, શ્યામનગર, તા.18 ના રોજ વાલ્મીકી, જુનુ સુયોદય, શકિત સાગર, ન્યુ સાગર, મારૂતિનગર, તા.19 ના રોજ કૈલાશધારા, નવુ સૂર્યોદય, જય નંદનવન, મારૂતિનગર-3, ન્યુ શકિત કો.ઓ.હા.સો. તા.ર0 ના રોજ પટેલ પાર્ક, અંબીકા પાર્ક, મેઘાણી નગર, તા.ર1 ના રોજ ન્યુ શકિત બાલાજી પાર્ક, તા.રર ના મીરાપાર્ક, ગુરુદેવ પાર્ક, તા.ર3ના રામ પાર્ક, પટેલ પાર્ક તા.ર4 ના ર-ગાંધીસ્મૃતિ એલપી પાર્ક, તા.રપ ના મારૂનિનગર-1, સીતારામ, તા.ર6 ના મુરલીઘર, રત્નદીપ, તા.ર7 ના ગાંધી સ્મૃતિ તથા મારૂતિનગર, કેયુર પાર્ક, તા.ર8 ના ભગીરથ, તા.ર9 ના પંચવટી ટાઉનશીપ, તા.30 ના ગાંધી સ્મૃતિ, તા.31 ના સોમનાથ, આશાપુરા પાર્ક, તા.1 ના સંત કબીર સોસાયટી ખાતે કેમ્પ યોજાશે.આ તમામ કેમ્પ સાંજના પ થી રાત્રીના 9 કલાક સુધી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.