‘અબતક’ ચેનલનાં સફળ 10 વર્ષ: લોકોને ગુજરાતી થાળી દાઢે વળગી!

‘અબતક’ પાસે પોતાનું  કેબલ નેટવર્ક ન હોવા છતાં આજે ગુજરાતના 15 લાખ ઘર સહિત વિશ્વના અનેક દેશોમાં છવાયેલ છે…

પોતાના માટે દરેક વ્યક્તિ બધું જ કરી છૂટે પણ સમાજ માટે કશુંક કરવાની ભાવના ઓછા લોકોમાં હોય છે. સુખી-સંપન્ન વ્યક્તિ પોતાનો વ્યવસાય આગળ વધારે અને પોતાના વારસદારો માટે તનતોડ મહેનત કરે એ વ્યક્તિની પ્રકૃત્તિ હોય છે ને મોટાભાગના લોકો આવું જ કરતા હોય છે પરંતુ મૂળ પડધરીના નગરશેઠ પરિવારના સતિષકુમાર મહેતા કંઇક અલગ મિજાજ ધરાવનાર વ્યક્તિ છે. મુંબઇમાં અભ્યાસ કરીને રાજકોટ આવી અજાણ્યા ક્ષેત્રમાં ધુબાકો મારે છે. મીડિયા ક્ષેત્રે પદાર્પણ કરીને બહોળા સમુદાયના અંતરના આશિષ મેળવવાની તેમની તાલાવેલીએ આજે ‘અબતક’ને ઉત્તુંગ શિખર તરફ પ્રયાણ કરાવવામાં સફળ રહ્યા છે! ‘અબતક’ ચેનલના 11મા અવતરણ દિને થોડી વાત આગલા દિવસોની કરવી છે.

પાટડીના સંત અને ગુરૂદેવ પૂ.જગાબાપાના એક જ વાક્ય ‘શેઠ તમારે મીડિયા ચાલુ કરવાનું છે….’ સાંભળીને સતિષકુમાર મહેતાએ 14 ઓક્ટોબર, 2011ના રોજ રાષ્ટ્રીય શાળા પાસેની એક ઇમારતમાં અખબાર શરૂ કર્યું જેની ટેગ લાઇન ‘ઇન્ફોર્મેટીવ ન્યૂઝ, પોઝીટીવ ન્યૂઝ’ રાખવામાં આવી. પૂ.જગાબાપા અને પૂ.મોરારિ બાપુની નિશ્રામાં ‘અબતક’ અખબારનું અવતરણ થયું. કેટલીક અડચણો પછી અખબાર ગતિ પકડવા લાગ્યું ને 10 મહિના અને 1 દિવસ પછી એટલે કે 15 ઓગસ્ટ, 2012ના રોજ ‘અબતક’ ચેનલનો શુભારંભ થયો. ‘અબતક’ ચેનલ ન્યૂઝ ચેનલ નહિ પણ ગુજરાતી થાળી જેવી હોવી જોઇએ એવા સિદ્વાંતથી શરૂ થઇ. પીઝા-બર્ગરને બદલે ગુજરાતી થાળી જેવી ‘અબતક’ ચેનલમાં દાળ-ભાત, શાક-રોટલી, કઠોળ, મીઠાઇ, ફરસાણ, છાશ-પાપડ સહિતની પોષ્ટિક વાનગીઓ પીરસવાની શરૂઆત થઇ ને લોકોએ તેનસ સ્વિકૃતિ આપી.

નાનકડી ઓફિસમાં ‘અબતક’ અખબાર અને ‘અબતક’ ચેનલ જોડીયા ભાઇ-બહેનની જેમ ઉછરવા લાગ્યા. શરૂઆતના દિવસોમાં સંઘર્ષ કરવો પડ્યો કેમ કે સેટેલાઇટ વિના માત્ર કેબલના સહારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગુજરાતી ચેનલ ચલાવવી અને એ પણ ન્યૂઝ ચેનલ નહિ વ્યૂઝ સાથેની અને વિવિધ પ્રોગ્રામો સાથેની- ઘણું કપરૂં કામ હતું પણ બધું સમું સુતરૂં ઉતરતું ગયું ને જોતજોતામાં ‘અબતક’ ચેનલે 15 ઓગસ્ટ, 2022ના રોજ સફળતાના 10 વર્ષ પૂર્ણ કર્યા. સૌરાષ્ટ્રમાં સેટેલાઇટ ચેનલ ચલાવવી વાયેબલ થતી નથી. ‘અબતક’ પાસે પોતાનું એકપણ કેબલ કનેક્શન ન હોવા છતાં બીજાના સહારે ચેનલ ચલાવવી લોઢાના ચણા ચાવવા જેવું અઘરૂં કામ હતું છતાં બધું પાર ઉતરતું ગયું આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના 15 લાખ ઘર ઉપરાંત યુરોપ, નેધરલેન્ડ, બેલ્જીયમ, જર્મની, યુ.કે., આર્યલેન્ડ, ડેનમાર્ક, ઇટાલી, હંગેરી, સ્લોવાકીયા, પોલેન્ડ, સ્પેન, ગ્રીસ અને તુર્કીમાં ‘અબતક’ ચેનલ એપ બેઈઝ 15 લાખ ઘરમાં આજે 24 કલાક દર્શાવાઇ રહી છે અને તેને અપ્રતિમ પ્રતિસાદ મળ્યો છે.

આજે ‘અબતક’ અખબાર, ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ ડિજિટલ એવો ત્રિવેણી સંગમ એક છત્રછાયા નીચે થયો છે. ચટપટા સમાચારને બદલે વાસ્તવિકતા અને સાત્વિકતા જાળવી રાખવી એ ‘અબતક’નો પહેલો સિદ્વાંત છે. ખૂણે ખાંચે પણ સારૂં કામ થતું હોય તેને ઉજાગર કરી વાવાઝોડા વચ્ચે પણ દિવો પ્રગટાવવાની જહેમત ‘અબતક’ ઉઠાવતું રહ્યું છે. આવતા દિવસોમાં પણ રાજકીય, સામાજીક, આર્થિક, શૈક્ષણિક સહિતના ક્ષેત્રોમાં જાગૃત પ્રહરીની ભૂમિકા ‘અબતક’ ભજવતું રહેશે અને બહોળા સમુદાયના હિતમાં ‘અબતક’ હમેંશા પોતાની ભૂમિકા સુપેરે નીભાવશે.

 • આજે ‘અબતક’ અખબાર, ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ ડિજિટલ એવો ત્રિવેણી સંગમ એક છત્રછાયા નીચે થયો છે

 • ‘અબતક’ને સંતોના આશિર્વાદ

‘અબતક’ને સંતોના આશિર્વાદ મળતા રહ્યા છે. ગુરૂદેવ જગાબાપા, પૂ.મોરારિ બાપુ, પૂ.લાલ બાપુ, પૂ. લોકેશમુની, પૂ.મહંત સ્વામી મહારાજ, પૂ.રાકેશભાઇ ઝવેરી, પૂ.ધીરજમુનિના આશિર્વાદ મળ્યા છે.

 • ‘અબતક’ની મુલાકાતે પધારેલા મહાનુભાવો

 1. રાષ્ટ્રસંત પૂ.મોરારિ બાપુ ‘અબતક’ના આંગણે
 2. વિશ્ર્વ સંત રામાયણી પૂ.મોરારિ બાપુ ‘અબતક’ને આશિર્વાદ આપવા ‘અબતક’ કાર્યાલયે પધાર્યા હતા.
 3.  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.
 4. એક જમાનાના યુવા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મનિન્દરજીતસિંહ બિટ્ટાની મુલાકાત
 5.  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત વેળાની તસવીર
 6. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાની મુલાકાત
 7. સ્વામિ ધર્મબંધુજી
 • ‘અબતકે’ 10 વર્ષમાં આપેલા સફળ પ્રોગ્રામો

‘અબતકે’ પોતાની 10 વર્ષની સફરમાં અનેક સફળ પ્રોગ્રામો આપ્યા છે જેમાં ચાય પે ચર્ચા, ડીલીસીયસ રસથાળ, કિલકિલાટ, ચાલને જીવી લઇએ, આયુર્વેદ આજે નહિ તો ક્યારે, ડાયરો, સંતસંગ, હેલ્થ વેલ્થ, ઝાલરનો ઝણકાર, અબતક વાસ્તુ, ટોક શો, પ્રભાતિયા-ભજન, એજ્યુકેશન પ્રોગ્રામ, રીલીજીયસ પ્રોગ્રામ, ગરવો ગુજરાતી, દેવ દર્શન, અબતક સ્પર્શ સહિતના અનેક સફળ પ્રોગ્રામ 10 વર્ષ દરમિયાન આપ્યા છે.

 • અબતક સાથે એક વર્ષથી જોડાયો છું અને મને તેની કામની પદ્ધતિ ખુબજ પસંદ છે -બી.એલ મીના (ચીફ કમિશનર ઈન્કમટેક્સ)

 • સાત્વિક, સૈત્ય અને ત્વરિત સમાચાર લોકો સુધી ચેનલ પોહચાડે છે, ચેનલ ખૂબ પ્રગતિ કરે તેવી મારી શુભેચ્છા: જીતુભાઇ વાઘાણી (મંત્રી, રાજ્ય સરકાર)

 • સમસ્યા નહીં પરંતુ લોકોના પ્રશ્નો નું સમાધાન કરનારી અબતક ચેનલ :
  ડો.પ્રદીપ ડવ ( મેયર, રાજકોટ મ.ન.પા )

 • હર ઘર તિરંગા – હર ઘર અબતક : ભુપત બોદર
  ( પ્રમુખ, જિલ્લા પંચાયત )

 • 10 વર્ષ લોકોએ અબતક નું કામ જોયું છે, પોઝિટિવ સમાચારો લોકો સુધી પોહચાડવામાં ચેનલ અગ્રેસર : અરુણ મહેશ બાબુ
  ( કલેકટર ,રાજકોટ જિલ્લા )

 • અગ્રણી મીડિયા હાઉસ અબતકે હંમેશા સચોટ વાત લોકો સુધી પોહચાડી :
  ડીડીઓ ( દેવ ચૌધરી )

 • પોઝિટિવ અને સાચા સમાચારે લોક હૃદયમાં અબતકે સ્થાન મેળવ્યું : ગોવિંદ પટેલ
  ( ધારાસભ્ય )

 • સાચી અને સારી ખબર લોકો સુધી પોહચાડવામાં અબતક ચેનલ હંમેશા આગળ :
  સંદિપ સિંહ ( આઈ.જી.રાજકોટ રેન્જ )

 • પ્રજાનો સાચો અવાજ સરકાર સમક્ષ કોઈ રજૂ કરતા હોય તો એ અબતક ચેનલ :
  રમેશ ટીલાળા ( શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.)

 • સમાજના દરેક પ્રશ્નોને વાંચા આપતી અબતક ચેનલ :
  એન.એચ. નંદાણીયા – સચિવ – જિલ્લા કાનૂની સેવા સતા મંડળ – રાજકોટ

 • સમાજ ઉપયોગી અહેવાલોએ લોકોની સાથેસાથે કોર્ટ પરિસરમાં પણ આગવું સ્થાન મેળવી લીધું
  : બી.બી. જાદવ – એડી. સેશન્સ જજ – રાજકોટ

 • કોઈ પણ ઘટનાનું તથ્ય તપાસી ને જ સાચા અર્થમાં અબતક ચેનલ કામ કરી રહી છે : :અતુલ શેઠ
  ( ઇમ્પીરીયલ પેલેસ હોટેલ )

 • અબતક ચેનલ સમાચારોને નવા આયામ સુધી પોહચડે છે: રાહુલ ત્રિપાઠી (એસ.પી,મોરબી જિલ્લા)

 • અબતક ચેનલ તંત્રને હમેશા જાગૃત રાખવાનો પ્રયાસ કરે છે:
  બીનાબેન કોઠારી (મેયર,જામનગર)

 • લોકોને અબતક સુધીના સમાચારો બારીકીથી પૃથકરણ સાથે આપે છે:
  બ્રિજેશ મેરજા (રાજ્ય,મંત્રી)