Abtak Media Google News

રાજકોટ નામાંકિત આઈ સજેન ડો. અનિમેષ ધ્રુવે અતિ કાળજીપૂર્વક સુયોગ્ય ઉપચાર કર્યો: જરૂરિયાતમંદ 51 વ્યક્તિઓને ડો. ધ્રુવની હોસ્પિટલમાં ગુરુ ભક્ત તરફથી નિ:શૂલ્ક મોતીયાનું ઓપરેશન કરાવી આપવામાં આવશે

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ કે જેઓ હાલ રાજકોટમાં નિવાસ કરી રહ્યા છે. રાજકોટની ધ્રુવ આય હોસ્પિટલ ખાતે નમ્રમુનિ મહારાજની આંખોનું સફળ ઓપરેશન થયું છે.

ડો. અનિમેષ ધ્રુવ દ્વારા સફળ રીતે નમ્રમુનિ મહારાજની આંખોમાં નેત્રમણિ મુકાઈ છે. આ તકે જૈન અગ્રણીઓ અને ગુરુભક્તોએ વિશેષ ઉપસ્થિત રહી નમ્રમુનિ મહારાજના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આંખના ઓપરેશન પહેલા નમ્રમુનિ મહારાજે રોયલ પાર્ક જૈન ઉપાશ્રય ખાતે ગુરુદેવોને પ્રણામ-વંદના કરી હતી. ત્યારબાદ શહેરમાં બંધ અબોલ જીવોને સ્વતંત્રતાની પાંખો આપી મુક્ત કરાવ્યા હતા.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનું આંખનું (મોતીયો ) ડાબી બાજુની આંખનું સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે.ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી ,ચંદ્રકાન્તભાઈ શેઠ તથા રાજકોટ જૈન સમાજના અગ્રણી ડોલરભાઈ કોઠારી,ઉપેનભાઈ મોદી,પરેશભાઈ સંઘાણી, હિતેનભાઈ મહેતા,તપસ્વી કેતનભાઈ શેઠ, પ્રતાપભાઈ વોરા, તુષારભાઈ મહેતા, સુશીલભાઈ ગોડા, સંજયભાઈ શેઠ, અલ્પેશભાઈ મોદી, અજયભાઈ શેઠ, નીતિનભાઈ ગોડા, તનસુખભાઈ સંઘવી, મનોજ ડેલીવાળા વગેરે ઉપસ્થિત રહેલ.મુંબઈના ગુરુ ભકત મુળરાજભાઈ છેડા, જુનાગઢના વી.એસ.દામાણી, ગોંડલના વિજયભાઈ દોશી સહિત અનેક ભાવિકો ઉપસ્થિત રહેલ. દેશ – વિદેશના અનેક ભાવિકોએ શુભ ભાવના વ્યક્ત કરેલ કે પરમ ગુરુદેવે અનેકોનેક આત્માઓને જ્ઞાનરૂપી પ્રકાશ આપી અજ્ઞાનરૂપી અંધારા દુર કરી અનંતો ઉપકાર કર્યો છે. ચતુર્વિધ સંઘમાં સમ્યક્ જ્ઞાનની રોશની અને ઉજાસ ફેલાવતા રહો તેવા શુભ ભાવ વ્યક્ત કરેલ.પરમ ગુરુદેવની આંખનું ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે તે ઉપલક્ષે જરૂરિયાતમંદ 51 વ્યક્તિઓને ડો.ધ્રુવ સાહેબની હોસ્પિટલમાં ગુરુ ભક્ત તરફથી નિ: શૂલ્ક મોતીયાનું ઓપરેશન કરાવી આપવામાં આવશે જેની વ્યવસ્થા અહેમ્યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા – 94282 66086 તથા જૈન અગ્રણી ડોલરભાઈ કોઠારી- 98253 17333, ઉપેનભાઈ મોદી- 98240 43143 સંભાળશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.