- મફતપરામા દારૂની ભઠ્ઠીઓ પર તાલુકા પોલીસની સફળ રેડ
- તાલુકા PI ઓમદેવસિંહની સરાહનીય કાર્યવાહી
- રૂ.25,૦૦૦ ની કિંમતના 1૦૦૦ લિટર દેશી દારૂનો આથો ઝડપ્યો
અમરેલી તાલુકાના મફતપરા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલતી હોવાની તાલુકા પોલીસને માહિતી મળી હતી. જે અનુસંધાને અમરેલી SP સંજય ખરાતની સુચના અને DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા PI ઓમદેવસિંહ ઝાલા દ્વારા રેડ પાડવામાં આવી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના ASI જે.કે.વાળા, હેડ કોન્સટેબલ એ.આઇ.ગઢવી તેમજ એચ.એસ.વાણીયા, પોલીસ કોન્સટેબલ કૌશીક હસમુખભાઇ તથા અક્ષયરાજસિંહ જશુભા સર્વેલન્સ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. સુરેશ પરમારના રહેણાંક મકાનના પાછળના ભાગે રેડ કરી 50 લિટરના 20 કેરબા ભરેલા કુલ કિંમત 25 હજારનો 1,૦૦૦ લિટર દેશી દારૂનો આથો કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, અમરેલી તાલુકાના મફતપરા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલતી હોવાની અમરેલી તાલુકા પોલીસને માહિતી મળતા અમરેલી SP સંજય ખરાતની સુચના અને DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન નીચે તાલુકા PI ઓમદેવસિંહ ઝાલા દ્વારા કડક કાર્યવાહી કરતા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. જે.કે.વાળા તથા હેડ કોન્સ, એ.આઇ.ગઢવી તથા એચ.એસ.વાણીયા તથા પો.કોન્સ. કૌશીક હસમુખભાઇ તથા અક્ષયરાજસિંહ જશુભા સર્વેલન્સ ટીમ દ્વારા આજે મફતપરા વિસ્તારમાં રહેતા સુરેશ પરમારના રહેણાંક મકાનના પાછળના ભાગે રેડ કરી 50 લિટરના 20 કેરબા ભરેલા કુલ કિંમત 25 હજારનો 1000 લિટર દેશી દારૂનો આથો મળી આવ્યો હતો. જેના પગલે આરોપી સુરેશ પરમારને ઝડપી પાડવા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી તાલુકા PI.ઓમદેવ સિંહ જાડેજાની ટીમના જે.કે.વાળા,એ.આઈ.ગઢવી, એસ.એસ.વાણીયા, કૌશિકભાઈ, અક્ષયરાજ સિંહ સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.