Abtak Media Google News

રાજકોટ નાગરિક બેન્કની કબ્જાવાળી મિલ્કતમાં સ્થળ તપાસ દરમિયાન બે બચ્ચા દેખાતા રેસ્કયુ કરાયું

ફક્ત બેંકિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પ્રાણી પ્રેમ અને  જીવદયા અભિગમ સાથેના કાર્યનો વધુ એક પ્રયાસ કર્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની જુનાગઢ શાખા દ્વારા સાસણમાં આવેલ પ્લાઝમાં એજયુકેશનને ધિરાણ કરવામાં આવેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ એન.પી.એ. થયું હતું અને કલેકટરના હુકમથી ડિફોલ્ટરની તે મિલકતનો કબજો રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ને સોંપાયેલ હતો.

બેંકે આ મિલકતના વેચાણની કાર્યવાહી હાથ ધરી હતી અને તે કાર્યવાહીના અંતિમ દોરમાં મિલકતના સ્થળે જતાં બહારની બાજુએ દિપડીના પગલાની છાપ જોવા મળી હતી. આથી ઉપસ્થીત અધિકારીઓ ચિંતા, ડર સાથે સાવચેત બન્યા હતા. ધીમે-ધીમે આગળ વધતાં મિલકતની અંદરની બાજુએ દિપડીના બે બચ્ચા જોવા મળ્યાં હતાં.બેંકે તુરત જ મિલકત વેચાણની કાર્યવાહી અટકાવી, દિપડીના બે બચ્ચાને સહી સલામત રીતે જંગલમાં મુકવા માટે વન વિભાગમાં જાણ કરી હતી. વન વિભાગના તાલાલા રેન્જ, ગીર પશ્ર્વિમ વન વિભાગના સ્ટાફ પૈકી એસ. ટી. કોટડીયા , કૌશિકભાઇ ખેર ના માર્ગદર્શન હેઠળ પ્રવિણભાઇ બાકુ , રહીમભાઇ બ્લોચ , સુરેશભાઇ બાખલખિયા , હાન મહંમદ બ્લોચ , સુનિલભાઇ રાવલજોગી વગેરેએ સત્વરે સ્થળ આવી દિપડીના એક માસના બે બચ્ચાને અને થોડા જ સમયમાં દિપડીને પણ માવજત સાથે રેસ્કયુ કર્યા હતા.આ તકે વન વિભાગે બેંકના પ્રાણી પ્રેમનાં કાર્યની પ્રશંસા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.