બિહામણા કોરોનાનો આવો ડર ?? રિપોર્ટ નેગેટીવ આવ્યા છતા કોરોના થવાની શંકાએ યુવકનો આપઘાત

0
59

રાજકોટ 150 ફૂટ રીંગરોડ પર આસ્થા ચોકડી નજીક આવેલ ગાકુલ રેસીડેન્સીમાં રહેતા યુવકને કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો પણ પોતાને કોરોના હશે એ બીકે પોતાના ઘરે ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ 150 ફૂટ રીંગ રાષડ પર આવેલ ગોકુલ રેસીડન્સીમાં રહેતા સંજયભાઈ પરસોતમભાઈ બુસા ઉ.38 ને છેલ્લા આઠથી દશ દિવસથી ગળામાં બળતરા થતી હોવાથી કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો. જોકે તે નેગેટીવ આવ્યો હતો. તેમ છતાં તેને ગળામાં ઈન્ફેકશન થયા હોવાનું જણાતા તે તેના ભાઈ સાથે દવા લેવા ગયો હતો. દવા લઈ તે પરત ફરી ગયો હતો. પણ તેનો ભાઈ હોસ્પિટલે બીજો રીપોર્ટની રાહે ત્યાંજ રહ્યો હતો. સંજય ઘરે પહોચ્યા બાદ રૂમમાં પંખા સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાઈ લીધોહતો.તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુકો પોતાને કોરોના હોવાના ડરથી આ આત્મઘાતી પગલુ ભરી લીધું હતુ આ સમગ્ર બનાવથી પરિવારના સભ્યોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here