Abtak Media Google News

89 નેશનલ પાર્ક, 482 અભ્યારણો છતાં વન્ય પ્રાણીઓના મોત માટે ખેડૂતોનો ખો બોલાવતું તંત્ર, રેલવે ટ્રેકથી વન્ય પ્રાણીના મોત મામલે યોગ્ય પગલા લેવા જરૂરી

પર્યાવરણ જાળવવા માટે વૃક્ષો જંગલોની સાથે વન્ય પ્રાણીઓનું રક્ષણ મહત્ત્વનું છે તેથી 1955 થી 2થી8 ઑક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે વન્ય પ્રાણીઓ સંબંધી ચિત્રો નિબંધ વસ્તૃત્વ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા અને વનવિભાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ)ની મુલાકાત  શિબિરો પ્રવચનો વગેરેનું આયોજન કરવામાં આવે છે.

વન્યજીવોની સુરક્ષા માટે ભારતમાં અત્યાર સુધી થયેલી મુખ્ય કામગીરી જોઈએ તો ભારત સરકારે વાઈલ્ડ લાઇફ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના 1956માં કરી 2 દેશમાં 89 નેશનલ પાર્ક અને 482 અભયારણ્યો જાહેર કરવામાં આવ્યાં છે ઝડપથી લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓના સંરક્ષણ માટે કેટલાંક ખાસ પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે જેમ કે પ્રોજેક્ટ ટાઇગર  (1973) હેઠળ 25 રાષ્ટ્રીય અભયારણ્યો વાઘના રક્ષણ માટે સ્થપાયા છે.

ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશનાં ચુનંદાં પ્રાણી સંગ્રહાલયોમાં લુપ્ત થઈ રહેલાં પ્રાણીઓની વસ્તી જાળવી રાખવા માટે ખાસ બ્રિડીંગ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જૈવિક વિવિધતા પરનું માનવીય આક્રમણ અટકાવવા ભારત સરકારે નેશનલ પાર્ક અને અભયારણ્યોની આસપાસ ઇકો -ડેવલપમેન્ટ યોજના શરૂ કરી છે  ઇન્ડિયા ઇકો -ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેટલાંક મહત્ત્વનાં સુરક્ષિત વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે.

વન્યજીવોની સુરક્ષા અંગેની મુખ્ય કાયદાકીય જોગવાઈઓ નીતિ ભારતીય જંગલ અધિનિયમ  1972 વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 જંગલ સુરક્ષા ધારો 1980 પર્યાવરણ સુરક્ષા અધિનિયમ  1986 રાષ્ટ્રીય જંગલનીતિ 1988 વિકાસ અને પર્યાવરણ વિષેનું નીતિવિષયક નિવેદન 1992 કોસ્ટલ ઝોન રેગ્યુલેશન ઍક્ટ 1991 ગુજરાતમાં વન્યજીવોની સ્થિતિ આઝાદી પછીનાં વર્ષોમાં અન્ન ઉત્પાદન વધુ અગત્યની જરૂરિયાત હોવાથી વન્યજીવો જંગલોની સુરક્ષામાં સરકાર તરફથી વધુ પ્રયત્નો કરવામાં આવ્યા ન હતા.

પરંતુ 1970 બાદ સરકાર દ્વારા જંગલ સૃષ્ટિના જતન માટેના સઘન પ્રયત્નો કરવામાં આવ્યા વીસમી સદીના અંત સુધીમાં ગુજરાતમાં 21 અભયારણ્યો અને 4 નેશનલ પાર્ક સ્થાપવામાં આવ્યા જંગલી પ્રાણીઓની સાથોસાથ અન્ય પ્રાણીઓની સુરક્ષા પણ થવી જોઈએ એવો અભિગમ રાખવામાં આવ્યો  જંગલનું જીવનચક્ર જળવાઈ રહે વન્યપ્રાણીઓની રહેઠાણ ખોરાકની જરૂરિયાત સંતોષાઈ રહે તે માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા રાજયમાં જંગલસૃષ્ટિની સુરક્ષા માટે થયેલ પ્રયત્નો સંતોષકારક છે પણ પૂરતા નથી.

ગુજરાતના સુરક્ષિત વિસ્તારોની પરિસ્થિતિ જોઈએ તો ગીર નેશનલ પાર્ક કાળિયાર નેશનલ પાર્ક અને હિંગોળગઢ નેચર એજ્યુકેશન સોસાયટી આ ત્રણ ગુજરાતના યોગ્ય વ્યવસ્થાપનવાળા સુરક્ષિત વિસ્તારો ગણાય છે  કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્ય અને કચ્છના મોટા રણમાં આવેલ અભયારણ્ય મળીને ગુજરાતના સુરક્ષિત વિસ્તાર પૈકીનો 74 ટકા જેટલો વિસ્તાર આવરી લે છે. ગુજરાતમાં પ્રાકૃતિક શિક્ષણનો વ્યાપ વધે તે માટે ગીર ફાઉન્ડેશન 1983 માં સ્થાપવામાં આવ્યું છે.

વર્તમાન પરિસ્થિતિ  ગુજરાતની વન્ય પ્રાણીસૃષ્ટિ અત્યારે કેવી પરિસ્થિતિમાં છે તેની વિગતો કેટલાંક ખાસ પ્રાણીઓ  પક્ષીઓના સંદર્ભમાં જોઈએ તો એશિયાટિક લાયન  વસ્તી 327 (2001 સેન્સસ પ્રમાણે) મૃત્યુનાં કારણો ખુલ્લા કૂવામાં પડી જવાથી કે શિકાર થવાથી ખેતર કે વાડીમાં ફેન્સીંગમાં વાયર કરંટ પસાર કરીને ટ્રેનના પાટામાં આવી જવાથી માલધારી દ્વારા તેના પ્રાણીના રક્ષણ માટે ખોરાકમાં ઝેર આપી દેવાથી ઘુવડની ઘટતી જતી સંખ્યા ઘુવડની સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ ઘુવડનો તાંત્રિક વિધિમાં થતો ઉપયોગ છે.

તાંત્રિક વિધિમાં ઘુવડને પહોંચાડવા શિકારીઓ વેપારીઓની વ્યવસ્થિત ટોળકીઓ ઊભી થઈ છે જે રૂપિયા 5000 થી 25000માં ઘુવડ પહોંચાડે છે. મોર વસ્તી 1981ની રાજયમાં ગણતરી મુજબ 1.5 મોર લાખ હતા ગીરમાં મે -2000ની વસ્તી મુજબ 30,000 મોર હતા જૂન  2000માં ગાંધીનગરમાં 600 અને ઇન્દ્રોડા પાર્કમાં 250 મોર નોંધાયા હતા હાલની સ્થિતિ મોરનો ખોરાકમાં ખાવા માટે મોટા પાયે શિકાર થાય છે.

દરિયાઈ કાચબાનાં ઈંડાંનો શિકાર ગુજરાતના કાચબા તથા તેના ઈકોનો શિકાર થાય છે ગુજરાતમાં કચ્છ જામનગર અમરેલી તેમજ ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે ચોમાસામાં દરિયાઈ કાચબા ઈંડાં મૂકવા ખાવે છે કાચબાના માંસનો ખોરાક તરીકે વ્યાપક ઉપયોગ થાય છે સૌરાષ્ટ્ર કચ્છમાં મળી આવતા કાચબા તથા તેના ઈંડાના સંરક્ષણ માટે પાકો બંદોબસ્ત થવો જરૂરી છે.

કાળિયારનો શિકાર વસ્તી પ્રથમ વસ્તીગણતરી વર્ષ 1976 મુજબ 1580 બીજી વસ્તીગણતરી વર્ષ 1983 મુજબ 3320 ત્રીજી વસ્તીગણતરી વર્ષ 1989 મુજબ 7340 ચોથી વસ્તીગણતરી વર્ષ 1994 મુજબ 13,250 અને વર્ષ 20% મુજબ 24550 હાલની સ્થિતિ શિકારીઓ મોટા પ્રમાણમાં કાળિયારનો શિકાર કરે છે હેલશાર્કનો સૌરાષ્ટ્રમાં શિકાર વહેલશાર્કનો ખોરાક અને તેલ માટે શિકાર થાય છે.

આરબ દેશોમાં તેના માંસની નિકાસ થાય છે.  ગુજરાતમાં ભયમાં મુકાયેલાં વન્ય પશુ  પક્ષીઓ સિંહ ઘુડખર ઘોરડ જળબિલાડી રણબિલાડી હેણોતરો  ખડમોર રણલોંકડી મોટી ઊડતી ખિસકોલી જંગલી કૂતરો ટીલોર ચિલોતરો કાળી ઢોંક ચકતાવાળી બિલાડી ભેખર વગેરે વન્ય પશુ પક્ષીઓ ભયમાં મૂકાયેલાં છે જંગલમાં આગ લાગવાના બનાવો ગીર જંગલ વિસ્તારમાં અનેકો વાર બને છે. ઈસરો સંસ્થાએ સેટેલાઈટની મદદથી આગને નિરીક્ષણમાં લઈ તેને ઠારવા પ્રોજેક્ટ સરકારને મૂક્યો હતો પરંતુ તે સ્વીકારવામાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.