આવી મૂર્ખાઈ..? આ જિલ્લા અધિકારીએ રાષ્ટ્રધ્વજ ઊલટો ફરકાવ્યો, અને પછી… જુઓ વિડીયો

આપણે સૌ જાણીએ છીએ કે ત્રિરંગો ભારતના નાગરિકો માટે કેટલો મહત્વ ધરાવે છે. કાલે આપનો 75મો સ્વતંત્રતા દિવસ હતો. આ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં ખૂબ જ ધામ-ધૂમથી કરવામાં આવી હતી. ત્યારે ઉતર પ્રદેશના ઓરૈયામાં પણ 75મા સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ સુનીલ કુમાર વર્માએ તેને જોયા વગર જ  રાષ્ટ્ર ધ્વજ ઊંધો લહેરાવ્યો હતો. કલેકટર કચેરી ભવન, કાકોર ખાતે ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીત ગાયું હતું અને ઊંધો રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ સમય દરમિયાન ન તો જિલ્લા મેજિસ્ટ્રેટે તેના પર ધ્યાન આપ્યું અને ન તો સ્થળ પર હાજર રહેલા હજારો લોકોએ.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો દ્વારા ટિપ્પણીઓનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ આ મામલે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે આ વાયરલ વીડિયો ધ્વજ ફરકાવતા પહેલા કરવામાં આવેલા ટેસ્ટિંગનો છે. પ્રોટોકોલ મુજબ ધ્વજ યોગ્ય રીતે જ ફરકાવવામાં આવ્યો હતો. આ વાયરલ થયેલા વીડિયો અંગે માહિતી અધિકારી પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ સુનીલ કુમાર વર્માએ કહ્યું કે આ વીડિયો ભ્રામક છે, જે સોશિયલ મીડિયા ગ્રુપની પેદાશ છે. આ વિડીયો સવારે 8 વાગ્યા પહેલાનો છે, જ્યારે ધ્વજ ફરકાવતા પહેલા ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે તિરંગો યોગ્ય રીતે લગાડવામાં આવ્યો નહોતો, ત્યારબાદ તિરંગો સીધો કરવામાં આવ્યો હતો.

જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઊંધો તિરંગો ફરકાવવા અંગે સ્પષ્ટતા આપવામાં આવી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ બેદરકારી અંગે લોકો દ્વારા ઘણી કમેંટ કરવામાં આવી રહી છે. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે “જ્યારે રાષ્ટ્રધ્વજ સંભાળી શકાતો નથી ત્યારે તમે સિસ્ટમને કેવી રીતે સંભાળશો”.

અન્ય એક યુઝરે લખ્યું કે “આ કોઈ પાર્ટીનો ધ્વજ નથી અને દિવસ પણ ખૂબ જ ખાસ છે.” એક યુઝરે લખ્યું છે કે આ ધ્વજવાહકનો દોષ છે, તો આના જવાબમાં અન્ય યુઝરે લખ્યું છે કે “અધિકારી, પ્રશંસા લેવાનું યોગ્ય છે અને ભૂલ હોય તો કર્મચારી.”