Abtak Media Google News

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીએ 11 જેટલા અધિકારીઓની રાતોરાત બદલી કરી છે. ભાવનગરમાં બોગસ બિલિંગના કૌભાંડો વધી ગયા હોવાથી સરકારી કર્મચારીઓની તેમાં ભૂમિકા હોવાની આશંકાને આધારે આ બદલીઓ કરવામાં આવી હોવાની ખુદ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીમા જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

જોકે તેમના ટ્રાન્સફર ઓર્ડરમાં ગુજરાત રાજ્ય વેરા કમિશનરની કચેરીએ જાહેર હિતમાાં તેમની બદલી કરવામાં આવી હોવાનું દર્શાવ્યું છે. પરંતુ વાસ્તવમાં તેઓ ભાવનગરમાંથી ચાલી રહેલા બોગસ બિલિંગના કૌભાંડકારો સાથે ભળેલા હોવાથી આ પગલું લેવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કર તેમની સામે પગલાં લેવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

તેમાંય ભાવનગરમાં બોગસ બિલિંગના કેસમાં દરોડા પાડવા માટેની ટીમ ભાવનગર પહોંચી તે પૂર્વે જ ભાવનગરમાં બોગસ બિલિંગ સાથે સંકળાયેલા લોકોને તેની જાણકારી મળી ગઈ હોવાથી પણ ટોચના અધિકારીઓ ગિન્નાયેલા છે. તેથી તેમણે ભાવનગરમાં બોગસ બિલિંગ કરવામાં પાર્ટીઓને સાથ આપવાની આશંકા સાથે ટેક્સ ઑફિસર્સની બદલી કરી છે.

દરોડામાં સંકળાયેલી પાર્ટીઓને આગોતરી જાણકારી મળી જતાં તેમાંના મોટો માથાઓ રાતોરાત ફરાર થઈ ગયા હતો, તેથી બોગસ બિલિંગના કૌભાંડની તપાસને અપેક્ષા કરતાં ઓછી સફળતા મળી હતી. તેમજ જે પકડાયા છે તેનાથી વધુ મોટા માથા પકડાવાની ગણતરીઓ ઉંધી વળી ગઈ હતી. ભાવનગરથી એમ.કે. મારૂની અમદાવાદમાં, સાક્ષી ઠક્કરની નડિયાદમાં, એચ.સી. હોગિલની જામનગરમાં, કે.બી ગોહિલની જૂનાગઢમાં, વિભા ત્રિવેદીની મહુવામાં, એન.આર. ભટ્ટની અમદાવાદમાં બદલી કરવામાં આવી છે.

આ જ સીલસીલાના અનુસંધાનમાં અમદાવાદથી કેટલાક અધિકારીઓને ભાવનગર ગોઠવવામાં આવ્યા છે. આ રીતે અમદાવાદથી ભાવનગર ગોઠવવામાં આવેલા અધિકારીઓમાં એસ.એન. પટેલ, એન.જે. મહિડા, એન.બી. પટેલનો સમાવેશ થાય છે. તદુપરાંત ઇના વખાતરને જૂનાગઢથી ભાવનગર અને જે.જે. રાઠોડે જામનગરથી ભાવનગર ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.