Abtak Media Google News

પૂર્વ ભારત સાથે વેપાર કરતા ઉઘોગકારોને સરળતા હેતુ

રાજકોટ એરપોર્ટ ઓથોરીટીના ડાયરેકટર દિગંત બોરાની શુભેચ્છા મુલાકાત લેતા ગ્રેટર રાજકોટ ચેમ્બરના હોદેદારો

રાજકોટ એરપોર્ટ ઓથોરીટીના ડાયરેકટર દિગંત બોરા તથા અન્ય અધિકારીઓની ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી તથા ઇન્ચાર્જ મંત્રી ઇશ્ર્વરભાઇ બાંભોલીયાએ મુલાકાત કરી હતી. અને તેઓને રાજકોટ એરપોર્ટને રોજની સાત ફલાઇટ દ્વારા ધમધમતુ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેઓની સાથે ચર્ચા કરતા અને માહીતી મેળવતા જાણવા મળેલ કે, ગત એરપોર્ટ ઓથોરીટીની મળેલ મીટીંગ દરમ્યાન ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજુ કરવામાં આવેલા કેટલાક સુચીત એરરૂટની ફલાઇટની માંગણી કરવામાં આવેલ, જે પૈકી રાજકોટ- દિલ્હ – રાજકોટ સાંજની રેગ્યુલર ફલાઇટ તથા મુંબઇ-રાજકોટ- મુંબઇની વધારાની એક ફલાઇટ છેલ્લા માસ દરમ્યાન શરુ કરીદેવામાં આવેલ છે. તેમજ રાજકોટ-હૈદરાબાદની સીધી ફલાઇટ ૧ માર્ચથી શરૂ થનાર છે.  તથા બેંગ્લોર-રાજકોટ – બેગ્લોરની સીધી ફલાઇટ પણ તા.ર૪ ફેબ્રુઆરીથી  શરુ થઇ છે. તેમજ રાજકોટથી  સમગ્ર રાષ્ટ્રમાં તથા આંતરરાષ્ટ્રીય ધોરણે માલ મોકલવા માટે કાર્ગો સર્વિસની પણ ટુંક સમયમાં શરુઆત થનાર છે. તેવું એરપોર્ટ ડાયરેકટર દિગંત બોરાએ જણાવેલ છે. આ ઉપરાંત મીટીંગમાં કરવામાં આવેલ રજુઆત પ્રમાણેની કેટલીક વધારાની ફલાઇટો પણ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. તે બદલ રાજકોટ એરપોર્ટ ડાયરેકટરની સંપૂર્ણ ટીમને અભિનંદન પાઠવેલ, તેમજ આ તકે રાજકોટ એરપોર્ટને ધમધમતુ કરવા બદલ સક્રીય રહી તેઓની રજુઆતોને ભારપૂર્વક યોગ્ય સ્તરે રજુઆત કરી રાજકોટની વિમાન સેવાથી દેશના જુદા જુદા ભાગોને જોડવા લોકસભ્ય મોહનભાઇ કુંડારીયાએ સતત જાગૃત રહી આપેલ સહકાર બદલ તેઓનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

આ તકે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વધારાના સુચન કરતા ભારતના ઉઘોગ વિભાગના મહત્વના સેન્ટર કલકતા અને રાજકોટને જોડતી સીધી કે એક સ્ટોપવાળી ફલાઇટો, કલકતા- નાગપુર – રાજકોટ – નાગરપુર – કલકતા, (અઠવાડીયાના ત્રણ દિવસ રવિ, સોમ અને શુક્ર, કલકતા- ઇન્દોર – રાજકોટ – ઇન્દોર- કલાકતા અઠવાડીયાના બે દિવસ મંગળ અને શુક્ર, કલકતા- રાચી- રાજકોટ અઠવાડીયાના બે દિવસ ગુરૂ અને શનિ, અંગે સુચન કરવામાં આવેલ છે. આમ કલકતા-રાજકોટની પણ સીધી રોજિંદી હવાઇ સેવા મળી રહે જેથી કલકતા સાથે કે પૂર્વભારત સાથે વેપાર કરતા વેપારી ઉઘોગકારોને વેપાર કરવામાં સરળતા રહેશે અને વેપાર વૃઘ્ધિ થશે. જેથી આ ફલાઇટ પણ ખુબ જ અગત્યની હોય, વહેલામાં વહેલી તકે શરુ થાય તેવી રજુઆત કરવામાં આવેલ. અંતમાં મુલાકાત દરમ્યાન અપેક્ષા સહ જણાવેલ કે, રાજકોટ એરપોર્ટને પાન ઇન્ડિયાના દરેક રૂટ પર ફલાઇટ આપી રાજકોટના વેપારનો વિકાસ કરવા સતત પ્રયત્નશીલ રહેલ લોકસભ્ય મોહનભાઇ કુંડારીયાનો આભાર માની તેઓ હાલમાં અસ્વસ્થ હોય, તેઓને વહેલામાં વહેલી તકે સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

આમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ રાજુભાઇ દોશી તથા ઇન્ચાર્જ મંત્રી ઇશ્ર્વરભાઇ બાંભોલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.