કોઠારીયામાં આર્થિકભીંસથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટમાં આપઘાતના બે બનાવો

દૂધસાગર રોડ પર બીમારીથી કંટાળી મહિલાએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરમાં આપઘાતના બનાવવામાં એકાએક વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી વાર આપઘાતના બે બનાવો સામે આવ્યા છે. શહેરમાં કોઠારીયા સોમવાર નજીક આવેલ ખોડીયારમાં રહેતા 27 વર્ષીય યુવાને આર્થિક પોતાના કરે ઘણા પાછો ખાય જીવન ટૂંકાયું છે જ્યારે દૂધસાગર મેઇન રોડ પર આવેલ ભગવતી સોસાયટીમાં રહેતી મહિલાએ પોતાની માનસિક બીમારીથી કંટાળી તા.27ના ઝેર પી લેતા તેનું આજે સારવાર દરમિયાન મોતની નિપજ્યું છે. આપઘાતના બનાવોની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગેની મળતી માહિતી મુજબ કોઠારીયા નજીક ખોડીયાર પરામાં રહેતા સુરેશ કાંતિભાઈ અરવા નામના 27 વર્ષે યુવાને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કાર્યની જાણ આજીડેમ પોલીસને હતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક સુરેશ મજૂરી કામ કરતો હતો અને તેના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. કેટલાક સમયથી કામ ધંધો બંધ હોવાના કારણે તેને આર્થિકભીંસમાં આવી આ પગલું કર્યું હોવાનું હાલ પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે.

જ્યારે બીજા બનાવમાં દૂધસાગર રોડ પર આવેલી ભગવતિ સોસાયટીમાં રહેતા સમીમબેન મુનાફભાઈ શેખ (ઉ.વ.27) એ ગત.તા.27ના રોજ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યા હતું. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલને દોડી જાય પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે મૃતક સમમીબેન ઘણા સમયથી માનસિક બીમારી થી પીડાતા હોવાના કારણે તેને બીમારીથી કંટાળી પગલું કર્યું હોવાનું સામે આવ્યું છે