Abtak Media Google News

જીવમાત્ર માં મનુષ્યનો અવતાર સર્વશ્રેષ્ઠ અને એકવાર જ મળતો હોવાની ધાર્મિક માન્યતા ને માનીએ તો મનુષ્ય જીવન અમૂલ્ય કે જેની કોઈ કિંમત જ નઆંકી શકે તેટલું મૂલ્યવાન છે, ત્યારે વિના કારણે આત્મહત્યા કરીને અકુદરતી રીતે  જીવનનો અંત લાવવો તે મહાપાપ અને મોટી મૂર્ખામી થી જરાપણ કમ નથી,

વર્તમાન સમયમાં આત્મહત્યાના બનાવો ઝડપથી વધી રહ્યા છે, આત્મહત્યાને કોઈ વ્યક્તિની સંપન્નતા કે અભાવ સાથે કોઈ સંબંધ નથી, અત્યારે દરેક વય મર્યાદા, દરેક વર્ગ, મા આત્મહત્યાના બનાવો બને છે, આત્મહત્યાનેમાનવ સંસ્કૃતિ સંસ્કાર ની સંપૂર્ણ પણે નિષ્ફળતા તરીકે જરૂરથી મૂલવી શકાય, આત્મહત્યા ની સમસ્યા વધવાનું કારણ શું? તે અંગે સતત મનોમંથન થતું રહે છે ત્યારે આત્મહત્યાને વ્યાપક બનાવવા ના પ્રમુખકારણમાં ધીરજ, સમજણ શક્તિ અને લાગણીશીલ સંબંધો ની ખોટ ને મુખ્ય પ્રભાવી કારણ ગણી શકાય, સ્પર્ધાત્મક યુગમાં પ્રાથમિક શાળાથી ઉભી થતી હરીફાઈ  વ્યવસાયિક તક ના ઘટાડાની યુવાવર્ગ પર માનસિક દબાણ ની પરિસ્થિતિ ઊભી કરે છે અપેક્ષા મુજબનું જીવન ન મળતા હતાશા અને આ હતાશાને દૂર કરવાના પ્રયાસો સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યા છે, સમાજની બદલાયેલી કુટુંબ વ્યવસ્થા થી યુવાવર્ગ અનેવડીલો વચ્ચે નો સેતુ સંપર્કો ઘટવા લાગ્યા છે તેથી સામાજિક સુરક્ષાની લાગણીનો અભાવ ઉભો થયો છે આત્મવિશ્વાસ વધે તેવા પરિમાણમાં સતત થઈ રહેલા ઘટાડવાની સાથે સાથે ચોપડીનું શિક્ષણ જીવન ઘડતર અને પડકારોને પહોંચી વળવાની કોઠાસૂઝ નું ઘડતર આપવામાં ક્યાંકને ક્યાંક ઉણું ઊતરી રહ્યું છે વધુ ભણેલા ભવિષ્યના ડરથી જલ્દી  ભયભીત થઈ જાય છે, સફળતાના પ્રયાસો હવે મહત્વાકાંક્ષા બની ચૂકી છે પછેડી એટલી સોડરાખવાની રીત અગાઉની સેકસી વીડિયો પેઢીની ફિલોસોફી યુવાપેઢીએ ફગાવી દેતાં આવકથી વધુ ખર્ચ નો ભાર ક્યારેક જીવલેણ બને છે, જીવનમાં ગણતરી અને આયોજન નુંમહત્વ ઘટવાની સાથે વ્યસન ના વધતા જતા પ્રમાણ અને જીવનશૈલીથી વિચાર શક્તિ ક્ષીણ બનતી જાય છે સાચા મિત્ર ની ખોટ પણ આત્મહત્યાના વધતા પ્રમાણ માટે જવાબદાર ગણી શકાય ફ્રેન્ડ ક્લબમાં હજારો ના નામ હોય પણ ખભે માથું મૂકી સુખ દુ:ખ ની વાત કરી શકાય એવી એક પણ વ્યક્તિ હોતી નથી, મુશ્કેલી, આફત નેઅંત ગણી લેવાની અને વિકલ્પ શોધવાની પ્રક્રિયા શૂન્ય બની ગઈ છે ધર્મના આદર્શોને સામાન્યગણવાની ભૂલ પણ સમાજનેઆત્મહત્યા સુધી ની કીમત ચૂકવવી પડે છે, આત્મહત્યા કરનાર વ્યક્તિ ની વર્તણૂક વ્યવહાર લાંબા સમય પહેલા બદલાઈ જાય છે જો પરિવાર કે નજીકના સૂત્રો  તેની નોંધ લેતો આત્મહત્યા છેલ્લી ઘડીએ નિવારી શકાય છે સફર આત્મહત્યા ને પરિવાર અને સ્નેહી સંબંધીઓ ની બદલાયેલા વતનની નોંધ લેવામાં નિષ્ફળતા માં પણ ખપાવી શકાય આત્મહત્યાએ માનવ સંસ્કૃતિ સંસ્કાર ની નિષ્ફળતા થી જરા પણ ઓછું નથી તેનામાટે માત્ર આત્મહત્યા કરનાર જ નહીં પણ સમાજ પણ કંઈક અંશે જવાબદાર ગણી શકાય તે વાત પણ સાચી જ છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.