Abtak Media Google News

મૂળી તાલુકાના સુજાનગઢ ગામમાં છેલ્લા ઘણાં સમયથી નર્મદાનું પાણી ન આવતાં ખરા શિયાળામાં પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સુજાનગઢમાં પાણી અપાય તેવી સ્થાનિકો અને સરપંચ માગ કરી રહ્યા છે. મુળી તાલુકામાં ઉનાળામાં અનેક ગામો પીવાનાં પાણીની સમસ્યા ભોગવે જ છે અને નર્મદાનું પાણી જાણે નામ માટે જ આવતું હોય તેમ છતાં પાણીએ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય તેમ મુળીના સુજાનગઢમાં હજુ શિયાળો જ શરૂ છે. ત્યાં નર્મદાવિભાગ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે.

પરંતુ આ પાણી મૃગજળ સમાન હોય તેમ છાશ વારે પાણી બંધ થવાના બનાવ સામે આવેજ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નર્મદાનું પાણી આપવામાં આવતું ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને પાણી મેળવવા રઝળપાટ કરવો પડે છે. આથી તંત્ર દ્વારા સુજાનગઢમાં નિયમિત પૂરતા પ્રમાણમાં પાણી અપાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે.

આ અંગે સરપંચ ભૂપતભાઈ ઉદ્દેશોએ જણાવ્યું હતું કે સુજાનગઢમાં નર્મદાનુ પાણી આવતું ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને પાણી માટે ઠેર ઠેર રઝળપાટ કરવો પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.