Abtak Media Google News

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ‘આયુર્વેદ આજે નહિ તો કયારે’માં  આયુર્વેદના નિષ્ણાંત ડો. રમેશ સાપરા સાથે ઉનાળાને લીધે ઝાડાની ફરીયાદ છે? તો તેના ઉપચાર સાથેની ચર્ચા અત્રે રજુ કર્યો છે

ઉનાળાની એટલે ગ્રીષ્મ ઋતુમાં અતિસાર એટલે કે ઝાડા થઇ જવાની સમસ્યા છે તો આયુર્વેદ મુજબ ઘર બેઠા ઉપાય કરી શકો છો, જે મો ડો. રમેશ સાપરા આયુર્વેદના નિષ્ણાંત દ્વારા ઘણા ઉપાયોની વાતચીત કરેલ છે.

પ્રશ્ર્ન:- આયુર્વેદની દ્રષ્ટિએ ઝાડા એટલે શું ?

જવાબ:- ‘મુદ્દેન બહુત ગ્રવમમ સરણમ ઇતિ અતિ સારમ’ એટલે નોર્મલ મળ ત્યાગ કરતા હોય તેનાથી વધારે કરવો પડે જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. એક કે બે વાર મળની પ્રવૃતિ સામાન્ય છે. પરંતુ, અમુક વ્યકિતઓ વ્યસનિ હોય અથવા અમુક નાસ્તો કર્યા પછી જતા હોય તો તે સિવાય વારંવાર મળ ત્યાગ કરવો પડે તો તેને ઝાડા એટલે કે અતિસાર કહેવાય છે.

પ્રશ્ર્ન:- ઉનાળામાં ‘લુ’ લાગવાથી ડાયેરીયા થાય છે તો આ ઉપરાંત બીજા કયા કારણો છે જેને લીધે ડાયેરીયા થાય?

જવાબ:- પચવામાં ભારે ખોરાક હોય તો તેના સેવનથી ઝાડા થઇ શકે છે. તળેલું, નોન વેજ, ઘીનો ખોરાક લેવાથી અતિસાર થવાની શકયતા છે. સૂકો ખોરાક, પ્રવાહી વધુ પ્રમાણમાં લેવામાં આવે તો ઠંડુ હોય એ કે ખોરાક લીધા પછીઠંડુ હોય તે, ખોરાક લીધા પછી ચાર કે પ કલાક ન થયા હોય ને તરત જ બીજી વાર ખોરાક લેવાય ત્યારે ઝાડા થવાનું પ્રમાણ વધુ હોય છે.

ચિંતાગ્રસ્ત, કુટુંબમાં અજુડતી ઘટના બની હોય કે કોઇ ઓચિંતાના પાયમાલ થાય એટલે કે શોકના કારણે આ અતિસાર પર અસર પડે છે. ખુલ્લ કે પડતર પીવાનું પાણી લેવાથી ઝાડા થઇ જાય છે. મદિરા એટલે દારૂ તથા શરીરને માફક ન હોય તેવું મળત્યાગના વેગને રોકવાથી પણ અતિસાર થઇ શકે છે.

પ્રશ્ર્ન:- બાળકોમાં અને વૃઘ્ધોમાં પણ અતિસારના પ્રશ્ર્નો જોવા મળે છે તો તેના બીજા શું કારણો છે?

જવાબ:- બાળકો માટે ગ્રીષ્મ ઋતુ ચાલુ છે તો બપોરના 1 થી 4 બહાન ન નીકળવું જોઇએ કેમ કે, બાળક એ સ્વયં ઘ્યાન ન રાખી શકે. આમ, બાળકો અને વૃઘ્ધોમાં ખોરાક કેટલા પ્રમાણ લેવો તેનો ખ્યાલ હોતો નથી તેથી વધુ પ્રમાણમાં તેના લીધે ડાયેરિયાનો પ્રશ્ર્ન રહેતો હોય છે.

પ્રશ્ર્ન:- ડાયેરિયાના પૂર્વ લક્ષણો કે વ્યકિતને અગાઉ ખબર પડી શકે કે મને ડાયેરિયા થઇ શકે છે?

જવાબ:- અતિસારના પૂર્વ રુપમાં વ્યકિતને પડખામાં, પેટની ડાબી બાજુ કે જમણી બાજુ કમરમાં ધીહો ધીમો દુખાવો તથા પેટ ભારે લાગે ત્યારે વ્યકિત ને થોડા સમય પછી કે એકાદ દિવસમાં જ અતિસાર થવાની સંભાવના રહેલી હોય છે અને મોટાભાગે અતિસાર થઇ જ જાય છે. માટે આ પ્રકારના પૂર્વ લક્ષણો જોવા મળે છે.

પ્રશ્ર્ન:- આયુર્વેદ મુજબ અતિસાર ના કયા કયા પ્રકાર છે?

જવાબ:- આયુર્વેદ મુજબ ડાયેરિયાના 6 પ્રકાર કીધેલા છે. ચરક મુનિએ અને શુશ્રુત મુનિએ બન્નેએ અલગ અલગ કીધેલા છે. જેમાં વાતજ, પીતજ, કફજ, શાતિયાજ, ત્યયજ, શોક જ એમ અલગ અલગ છ પ્રકારના અતિસારની આયુર્વેદ મુજબ કહેલું છે.

પ્રશ્ર્ન:- આ ઋતુમાં જેને ડાયેરિયા થાય છે તો તેનુઁ ધરેલું ઉપાય શું છે?

જવાબ:- ઝાડા થયા હોય ત્યારે પ્રવાહિનું પ્રમાણ વહી જાય પ્રથમ તેને અટકાવું જોઇએ. જેના માટે દહી, છાશ, લીંબુ શરબત, મોસંબી જયુશ, નારીયળ પાણી, સંતરા અથવા ખાટાફળો છે જેનું સેવન કરવામાં આવે તો પુરતો ફાયદો થાય છે અને આયુર્વેદ મુજબ આ ઝાડો બાંધવામાં મદદરુપ થાય છે.

અતિસારના દર્દી માટે ખાટી લસ્સી તથા લીંબુ શરબત ખુબ જ સારું રહે છે કે રાહત મળે છે.

પ્રશ્ર્ન:- ડિહાઇડ્રેશન થઇ ગયા પછી  કે તેને રોકવાના ધરેલું ઉપચાર શું ?

જવાબ:- ડિહાઇડ્રેશન થઇ ગયા પછી ડિહાઇડ્રેશન બોડી થઇ ગયું હોય તો તેને રીહાઇડ્રેસ કરવાનું હોય છે.તથા મોઢેથી પ્રવાહી લ્યે ઓ.આર. એસ. લ્યે તથા ઝીંક લ્યે તો તે ડિહાઇડ્રેશન માં મદદરુપ થાયછે.અને અતિસાર થયું હોય તો તેને માટે ફાયદાકારક રહે છે.

સંદેશો…

ગીષ્મ ઋતુના સમયગાળામાં વ્યકિતએ રાકોટીયન જેવું થઇ જવું. બપોરે 1 થી 4 બહાર ન નીકળવું, તડકાથી બચવું તથા બહાર નીકળયે પાણીનો ઠંડો રૂમાલ માથા પર રાખીને નીકળવું, મુસાફરીમાં કે પ્રસંગમાં જવાનું થાય તો જમ્યા પછી બપોરના સમયે 1 થી ર કલાકની ઉંઘ કરી લેવી. જેથી શરીરને આરામ થાય જેનાથી અતિસારનું પ્રમાણ ઘટે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.