- ૭ સ્થળોએ ૭૦૦ જેટલા બાળકોને ૨૧ સંચાલક અને સહસંચાલકો દ્વારા યોગ પ્રશિક્ષણ આપશે
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક શીશપાલ દ્વારા જન જન સુધી યોજનાનો લાભ મળે તેવું આયોજન થયું છે તેના ભાગ રૂપે ભાવનગર જિલ્લામાં અને શહેર માં તા.૧૬/૦૫/૨૦૨૫ થી ૩૦/૦૫/૨૦૨૫ સુધી ૭ થી ૧૫ વર્ષ ના બાળકો માટે કુલ ૭ સ્થળે સમર યોગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં બાળક તંદુરસ્ત, તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત બને તેમજ બાળકો માં સંસ્કારોનું સિંચન થાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના પ્રશિક્ષિત કોચ અને ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આજ રોજ સંસ્કાર મંડળ ઘોઘા સર્કલ અખાડા કેન્દ્ર નંબર ૧૨૯ ઉપર તેનો શુભારંભ મહાનગર પાલિકાના મેયર ભરતભાઈ બારડ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે જિલ્લા કક્ષાએ મહુવામાં ધારાસભ્ય શિવા ગોહિલ દ્વારા જે.પી.પારેખ હાઈ સ્કુલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ પ્રાથમિક શાળા રુવા ગામ ખાતે યોગ પ્રચારક જિજ્ઞેશ પટેલ, ભરત નગર તેમજ હાદા નગર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કો. ઓર્ડીનેટર શ્રી હેતલબેન કાછડીયા, બોર તળાવ ખાતે કો ઓર્ડીનેટર હેતલ પટેલ અને પાલીતાણા એમ.એમ. કન્યા વિદ્યાલય ખાતે બ્રહ્માકુમારીના પ્રતિનિધિ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સમર યોગ કેમ્પમાં કુલ ૭ સ્થળોએ ૭ થી ૧૫ વર્ષ ના ૭૦૦ જેટલા બાળકોને ૨૧ સંચાલક અને સહસંચાલકો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.