- ધારાસભ્ય અને ચેરમેન રમેશભાઇ ટીલાળાના અઘ્યક્ષસ્થાને
- ‘અબતક’ સાથેની મુલાકાતમાં શાપર – વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસો.ના હોદેદારોએ સમગ્ર માહિતી આપી
- આજે શાપર વેરાવળ ઇન્ડીટ્રીયલ હબ બની ગયું છે. આ ઉપરાંત પરપ્રાંતિય લોકોને બહોળા પ્રમાણમાં રોજગારી આપે છે ત્યારે શાપર વેરાવળની આરોગ્ય સુવિધામાં પણ વધારો થાય એ માટે મેડીકલ કેમ્પનું સુંદર આયોજન કરેલ છે.
- ‘અબતક’ ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથેની વાતચીતમાં અશ્ર્વિનભાઇ વસાણી, સંજયભાઇ વોરા, જીતુભાઇ વીરડીયા, જેનિષભાઇ સાદડીયાએ વધુ વિગતો આપી હતી.
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો. તેમજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઇમ્સ હોસ્પિટલ) રાજકોટના સંયુકત ઉપક્રમે એસોસીએશનના ચેરમેન અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું તા. 9-3-25 ને રવિવારે સવારે 9 થી 1 કલાકે સ્થળ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો. ટીલારા ગેઇટની અંદર, શાપર (વેરાવળ)ખાતે આયોજન કરવામાં આવેલ છે.મુખ્ય મહેમાન તરીકે પરસોતમભાઇ રૂપાલા સંસદ સભ્ય રાજકોટ, , ભાનુબેન બાબરીયા કેબીનેટ મંત્રી, ડો. ભરતભાઇ બોઘરા, રામભાઇ મોકરીયા, નયનાબેન પેઢડીયા મેયર, મુકેશભાઇ દોશી, પ્રવિણાબેન રંગાણી, અલ્પેશભાઇ ઢોલરીયા, સામાજીક શ્રેષ્ઠી હસુભાઇ દવે, મુકેશભાઇ મલ્કાણ, અગ્રણી ઉઘોગપતિ નલીનભાઇ વસા, હરેશભાઇ પરસાણા, મનસુખભાઇ પાણ, જવાહરભાઇ પંડયા તથા અતિથિ વિશેષ તરીકે પ્રભવ જોષી કલકેટર રાજકોટ, તુષાર સુમેરા (આઇ.એ.એસ), અશોક યાદવ (આઇ.પી.એસ), હિમકરસિંહ (આઇ.પી.એસ.) સહીતના હાજરી આપશે.આ કેમ્પમાં રાજકોટના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટર્સ અને એઇમ્સ હોસ્પિટલ રાજકોટ જુદા જુદા રોગોના બાર વિભાગના નિષ્ણાંત ડોકટર્સ સેવા આપવાના હોય તો કેમ્પનો વધુમાં વધુ લાભાર્થીને લાભ મળે તે માટે શાપર વેરાવળ ઇન્ડસટ્રીયલ એસો.ના ચેરમેન અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા પ્રમુખ અમૃતભાઇ ગઢીયા ઉપપ્રમુખ, દુષ્યંતભાઇ ટીલારા – દીલીપભાઇ ઝાલાવડીયા, મંત્રી અશ્ર્વિનભાઇ વસાણી, સહમંત્રી રતિભાઇ સાદરીયા અન્ય હોદેદારોઓ તથા સંસ્થાના તમામ કારોબારી સભ્યો – લાભાર્થીઓને લાભ લેવા જણાવેલ છે.